________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫
૨ ક૨
[ જૈનપ્રતિમા–વિધાનના એક અગત્યના અંગેનો પરિચય ]
લેખક:-શ્રીયુત પંડિત ભગવાનદાસજી જૈન ૧–પરિકર કેને કહીએ, તેને પરિકર શા માટે કહેવામાં આવે છે, ૩-પરિકર શા માટે રાખવામાં આવે છે અને જે-તે પરિકરમાં કઈ કઈ વસ્તુઓને સમાવેશ કરવામાં આવે છે ?–એ ચારે બાબતને ખુલાસો નીચેની હકીકતથી જાણી શકાશે.
૧-અરિહંત ભગવાનની મૂર્તિની ચારે બાજુ જે સુંદર કળાયે આકૃતિ જોવામાં આવે છે, તે પરિકર અથવા પરઘર કહેવાય.
૨–તે આકૃતિ અરિહંત ભગવાનની છત્ર, ચામર આદિ દિવ્ય વિભૂતિમય હોવાથી તેને પરિકર કહેવામાં આવે છે. તે અતિશયયુક્ત હોવાથી ભગવાનનું મહાન ઐશ્વર્ય બતાવે છે.
૩-પરિકર અરિહંત અને સિદ્ધ અવસ્થાની મૂતિઓનો પરિચય કરવા માટે રાખવામાં આવે છે, એટલે કે જે મૂર્તિને પરિકર હોય તે મૂર્તિ અરિહંત ભગવાનની કહેવાય અને જે મૂર્તિને પરિકર ન હોય તે મૂર્તિ સિદ્ધ ભગવાનની કહેવાય. - ૪–પરિકરમાં મધ્યમાં એક તીર્થકર ભગવાનની મૂર્તિ હોય છે. તેની બન્ને બાજુ ચામર ધારણ કરનાર ઈકો હોય છે. ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્ર, તેની બન્ને બાજુએ ફૂલની માળા લઈને ઊભેલા ઈકો, તેની ઉપર અભિષેક કરતાં હાથીઓની આકૃતિ, તે ઉપર મૃદંગ વગાડનાર દેની આકૃતિ, તેની મધ્યમાં શંખ વગાડનાર દેવની આકૃતિ, તે ઉપર તોરણમાં નાટારંગ કરતા એવા દેવોની આકૃતિ, તે ઉપર હંસની પંક્તિ અને તેની ઉપર અશેક વૃક્ષના પત્રની પંક્તિ હોય છે. ચામરધારી ઈદ્રોની ઉપર છત્રવટાના ગવાક્ષમાં વાંસળી અને વિષ્ણુને વગાડનાર દેવેની આકૃતિઓ હોય છે. ગાદીની મધ્યમાં ચક્રધારીદેવી, તેની બન્ને બાજુ એક એક હાથી અને એક એક સિંહ હોય છે, તથા વચમાં જે ભગવાનની મૂર્તિ બિરાજમાન હોય તેના શાસનરક્ષક યક્ષ યક્ષિણીની મૂર્તિઓ હોય છે. ચક્રધારી
“ક્રમે ક્રમે તેમની દેવપૂજાને અધિકાર બ્રાહ્મણોના હાથમાં ચાલ્યો ગયો; જેથી આ સમયે સ્ત્રીઓની સ્થિતિ માત્ર દેવમંદિરમાં નાચનારી અથવા તે દેવદાસી જેવી થઈ ગઈ છે.”
શ્રીયુત ક્ષિતિ બાબુ પોતાના કથનની પુષ્ટિમાં પ્રમાણ આપતાં જણાવે છે કે
“વેદબાહ્ય દરેક દેવતાઓની પુહિત સ્ત્રીઓ છે, યા તો અનાર્ય જાતિઓ છે. આજ પણ શોનું પુરોહિતપણું સર્વથા નષ્ટ નથી થયું. યદ્યપિ બ્રાહ્મણોએ તેમના (શદ્રોના ) દરેક અધિકાર પર આધિપત્ય જમાવ્યું છે, છતાંય પ્રાચીન કાલના એ રીવાજો હજી પણ અંશરૂપે વિદ્યમાન છે, જેમકે દક્ષિણના દાસરીશદ્ર છેજે કે પહેલાં જેવું તેમનું ગૌરવ આજે વિદ્યમાન નથી, પરંતુ તેઓ આજે પણ અનેક જાતિઓના ગુરુ-રૂપમાં પૂજાય છે.” (Mysore Tribes Castes, Vol. HI. P. 117)
ઇરાલિગ જાતિ–આ જાતિ કઈ જમાનામાં ગુરુરૂપે પૂજાતી હતી. આજકાલ આ જાતિ અત્યન્ત હીન દશામાં છે. તેઓ કહે છે કે અમે તે દેવીએ પિતાને હાથે બનાવેલી માનવજાતિના સંતાન છીએ. તે લેકે વનદેવીના પૂજક છે, તેમને આજે પણ પૂજારી કહેવામાં આવે છે.”
[ અપૂર્ણ ]
For Private And Personal Use Only