SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ દેવીની નીચે ધર્મચક્ર અને તેની બન્ને તરફ એક એક હરણની આકૃતિ બનાવવામાં આવે છે. તેની નીચે કણપીઢમાં નવગ્રહની આકૃતિઓ કરવામાં આવે છે. કેટલાક પરિકરમાં ચામરધારી ઈદ્રોની જગ્યાએ કાયોત્સર્ગવાળી ધ્યાનસ્થ મૂર્તિઓ, તથા વાંસળી અને વીણાને વગાડનાર દેવેની જગ્યાએ પદ્માસનવાળી ધ્યાનસ્થ મૂર્તિઓ રાખવામાં આવે છે. ચામર ધારણ કરનાર ઈદ્રોને ગ્રાસપટ્ટીમાં તથા બંસી અને વીણા વગાડનાર દેવની આકૃતિ મગરમુખની ઉપર રાખવામાં આવે છે. આ પદ્ધતિ આધુનિક પરિકોમાં અધિક જોવામાં આવે છે. આ પ્રમાણે પરિકરમાં વસ્તુસ્થિતિની આકૃતિઓ હોય છે. તે બનાવવાનું પ્રયોજન એમ જણાય છે કે તેમાં આઠ મહાપ્રાતિહાર્ય, પંચકલ્યાણક અને પંચપરમેષ્ટી આદિની રચના છે. આઠ મહાપ્રાતિહાર્યની રચના ૧ અશોકવૃક્ષ-પરિકરમાં છત્રવટા ઉપર જે પત્રકાર આકૃતિ જોવામાં આવે છે તે અશોકવૃક્ષ છે. ૨ સુરપુષ્પવૃષ્ટિ–મૂર્તિના મસ્તકની બન્ને બાજુ ફુલની માળા લઈને દેવો ઉભેલાં છે, તે પુષ્પવૃષ્ટિનું સૂચન કરે છે. ૩ દિવ્ય ધ્વનિ–છત્રની ઉપર જે શંખ વગાડનારની આકૃતિ જોવામાં આવે છે તે દિવ્ય ધ્વનિ માનવામાં આવે છે. ( ૪ ચામર–મૂર્તિની બન્ને બાજુ ચામરધારી ઇદો હોવાથી ચામરનું પ્રાતિહાર્યપણું સિદ્ધ થાય છે. ૫ આસન—જેની ઉપર ભગવાન બિરાજમાન છે, તે સિંહાસન છે. ૬ ભામંડલ-મુખારવિંદની પાછળ સુભિત ભામંડલ પરિકરમાં પ્રત્યક્ષ છે. ૭ દુંદુભી-છત્રટામાં દુંદુભી વગાડનાર દેવોની આકૃતિ હોવાથી દુભીનું લક્ષણ મળી આવે છે. ૮ છત્ર—પરિકરમાં મૂર્તિના મસ્તક ઉપર ત્રણ છત્ર વિદ્યમાન છે. આ પ્રમાણે પરિકરમાં આઠ મહાપ્રાતિહાર્યની રચના સુંદર રીતે કરવામાં આવે છે. પાંચ કલ્યાણકની રચના ૧ વનકલ્યાણક-પરિકરમાં હાથી આદિની આકૃતિ હેવાથી ૧૪ રન યુકત વ્યવનકલ્યાણકની રચના છે. ૨ જન્મકલ્યાણક–અભિષેક કરતા એવા હાથીઓની આકૃતિ હોવાથી જન્મકલ્યાગક કહેવાય. ૩ દીક્ષાકલ્યાણક–અશોકવૃક્ષની આકૃતિ હેવાથી ઉપવનમાં ભગવાન દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે, એવો ભાવ ઉત્પન્ન થાય છે. ૪ કેવલજ્ઞાનકલ્યાણક–પરિકરમાં સમવસરણની દિવ્ય વિભૂતિ હોવાથી કેવલજ્ઞાનકલ્યાણક કહી શકાય. પ નિર્વાણકલ્યાણક—મૂર્તિ ધ્યાનમ્ય વીતરાગ અવસ્થાની હોવાથી નિર્વાણ થાણુક છે. આ પ્રમાણે પરિકરમાં પાંચ કલ્યાણકની રચના કરેલી જોવામાં આવે છે. પાંચ પરમેષ્ઠીની રચના પરિકરમાં પાંચ મૂર્તિઓ હોવાથી પાંચ પરમેષ્ટીની રચના યથાર્થ મળી શકે છે. તેથી જ For Private And Personal Use Only
SR No.521557
Book TitleJain Satyaprakash 1940 05 SrNo 58
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy