________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘંટાકર્ણ “જૈન દેવ” નથી
લેખક : મુનિરાજ શ્રી કલ્યાણવિજ્યજી
શ્રી જૈન સત્ય પ્રકાશ”ના આ વખતના (વર્ષ ૫ અંક છમા) અંકમાં ઘંટાકર્ણ એ સર્વમાન્ય જૈન દેવ છે' એ શીર્ષક નીચે શ્રીયુત સારાભાઈ મણીલાલ નવાળે ઘંટાકર્ણને જેન દેવ સિદ્ધ કરવા માટે જે કંઈ લખ્યું છે તેનો ઉત્તર આપવો જરૂરી હોઈ નીચેની પંક્તિઓ લખવાની આવશ્યકતા ઉભી થઈ છે.
શ્રીયુત નવાબ તીર્થ કલ્પગ્રન્થના આધારે શ્રીપર્વત ઉપર ઘંટાકર્ણ મહાવીરનું તીર્થ હોવાની વાત કહે છે ત્યારે સહેજે પ્રશ્ન થાય છે કે તીર્થકત ઘંટાકર્ણ મહાવીર તે ઘંટાકર્ણ તો દેવ કે ઘંટાકર્ણ ઉપનામવાલા તીર્થકર મહાવીર ? - માની લઈએ કે શ્રીપર્વતવાલે ઘંટાકર્ણ મહાવીર તે કલ્પત વીર હતા, તો પણ તે જેન દેવ જ હતો એ કેમ કહી શકાય ? તીર્થકલ્પમાં અથવા બીજા જેનાચાયત કામાં બીજા દે અને સ્થાનોનાં ચમત્કારિક વૃત્તાતે આવે છે. તેથી શું તે બધા જેન દે અથવા જેન તીર્થો હતાં એમ માની લેવું ?
શ્રીયુત નવાબે ઘંટાકર્ણને જેન દેવ સિદ્ધ કરવા બહ૯૫ભાષ્ય, વિદાનુશાસન અને નમિણસ્તોત્ર ટીકાનાં અવતરણે આપ્યાં છે, પણ આ અવતરણાથી ઘંટાક નું જૈનત્વ કઈ રીતે સિદ્ધ થઈ શકતું નથી. અહલ્કલ્પભાષ્યમાં ઘટિક” નામ વાંચી ઘંટાકર્ણને જેન દેવ સિદ્ધ કરવાનો યત્ન તે હાસ્યજનક છે જ, પણ તાંત્રિક ગ્રન્થમાં તેની સાધનાનું વિધાનમાત્ર જોઈને તેને ન માની લેવો એ પણ દુઃસાહસ જ કહી શકાય; કઈ એક જૈનાચાર્યે ઉલ્લેખ કર્યો કે તેની સાધનાવિધિ લખી તેથી ઘંટાકર્ણને જેન દેવ માની લે એ ઉતાવળ છે. તાંત્રિક ગ્રન્થકાર જૈનાચાર્યોએ ઘંટાકર્ણનું જ નહિ, પ્રત્યંગિરા, કુરુકુલ્લા, ચોસઠ ચેગિની આદિ દેવીઓ અને સંખ્યાબંધ વિરેનાં સાધનવિધાને ગ્રન્થમાં લખ્યાં છે, પણ તેટલા ઉપરથી તે બધાં દેવ દેવીઓને “જેન દેવ’ માની લેવાં અચોક્તિક છે.
શ્રીયુત નવાબ શ્રી સકલચન્દ્રજીના પ્રતિકાકલ્પમાં ઘંટાકર્ણ સંબન્ધી ઉલ્લેખની વાત કહે છે, પણ તેમાં ઘંટાકર્ણની પૂજા કે તેની આરાધનાની ચર્ચા નથી, માત્ર મંડપપૂજન પ્રસંગે ઘંટાકર્ણને મંત્ર સુખડી અભિમંત્રવાને ઉલ્લેખ અર્વાચીન વિધિઓમાં મલે છે, જે પ્રતિષ્ઠાવિધિનું અંગ ગણી શકાય નહિ જ્યાં સુધી અમને સ્મરણ છે પ્રતિષ્ઠા વિધિઓમાં ઘંટાકર્ણનું ખાસ સ્થાન નથી, આધુનિક પ્રતિષ્ઠાવિધાનકારક તદિષયક-શ્રદ્ધાવશ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નિરુપદ્રવતા માટે ઘંટાકર્ણનાં યંત્ર કે તેની મૂતિ લખીને સ્થાપન કરતા-કરાવતા હોય તેથી ઘંટાકર્ણ પ્રતિષ્ઠાનું અંગ કે જેન દેવ સિદ્ધ થતું નથી.
For Private And Personal Use Only