________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૮૮]
શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
જ આદિ દેવતા છે. બ્રહ્માજી અને વિષ્ણુ એ બન્ને મહાદેવજીના લિંગનું આ િમૂલ શોધવા ગયા હતા, પરંતુ તેમને પણ આદિ મૂલ હાથ ન આવ્યું અને હાર ખાઈ પાછા આવવું પડ હતું. [૧૬-૧૭] દેવદારૂ વનમાં સુરતપ્રિ. શિવજી સ્વછંદ વિહરવા લાગ્યા. [૭૮-૭૯]. મુનિ પત્નીએ કામમોહિત થઈને વિવિધ પ્રકારનું અસભ્ય [અશ્લીલ] આચરણ કરવા લાગી (૧૧૨–૧૮), શિવજીએ તેમની અભિલાષા-મનોકામના પૂર્ણ કરી [૧૫૮], ઋષિમુનિઓ કામમોહિત પત્નીઓની સંભાળ કરવામાં વ્યસ્ત થયા [૧૬ ૦], પત્નીએાએ તેમનું માન્યું નહિ [૧૬૧], પરિણામે મુનિઓએ શિવજી પર પ્રહાર કર્યા (૧૬૨ ૧૬ ૩), ઈત્યાદિ. બીજા મુનિએની પત્નીએાએ તે કામા થઈને શિવજીને સ્વીકાર્યા હતા જ્યારે અરુન્ધતીએ તે વાત્સલ્ય ભાવથી શિવજીની અર્ચનાપૂજા કરી હતી (૧૭૮). ભગુના શાપથી શિવલિંગ ભૂતલમાં પડયું, [૧૮૭] ભૂગુ ધર્મ અને નીતિની દુહાઈ દેવા લાગ્યા (૧૮૮-૧૦૨], પરંતુ અન્તમાં આ મુનિગણને પણ શિવલિંગની પૂજા કરવાની ફરજ પડી [૨૦૩-૨૦૭]” - “ આવી જ કથા કંદ પુરાણુ મહેશ્વર ખંડમાં છટ્ટા અધ્યાયમાં છે અને આવી જ એક કથા લિંગ પુરાણ [ પૂર્વ વિભાગ, અધ્યાય ૩૭, લેક ૩૦-૫૦ ] માં પણ ઉપલબ્ધ થાય છે. આવી જ રીતે વાયુપુરાણ ના માહેશ્વરખંડમાં પણ આ પ્રમાણેની જ કથા છે. અને પત્રિપુરાણના નાગરખંડની શરૂઆતમાં પણ આવી જ કથા છે.”
“આનર્ત દેશના મુનિજનાશ્રય વનમાં શિવજી નગ્ન વેશમાં કેવી રીતે પહોંચ્યા (૧- ૧૨), મુનિ પત્નીઓનું આચરણ કેવી રીતે શિષ્ઠતાની સીમાનું ઉલ્લંઘન કરી ગયું વગેરે (૧૩-૧૭) અને મુનિ પણ આ બધું જોઈને ક્રોધિત થઈને બોલ્યા- પાપી, તે અમારા આશ્ચમની વિડંબને કરી છે માટે તારું લિંગ હમણાં જ ભૂમિપતિત થઈ જાઓ.
यस्मात् पाप त्वयाऽस्माकं आश्रमोऽयं विडम्बित:। तस्मालिंगं पतत्वाशु तवैव वसुधातले ॥
(vriા , નાનાં ૨-૨૦) પરંતુ આખરે આ વિરોધ કરનાર ઋષિઓને નમવું પડયું છે, જગતમાં વિવિધ. પ્રકારના ઉપદ્રવ થયા (૨૩-૨૪), દેવતાગણ ડરી ગયા અને ધીમે ધીમે શિવલિંગપૂજા સ્વીકારવી પડી છે. ”
મુનિ પત્નીઓને શિવ-પૂજા પ્રતિ આટલે બધે આદર અને ઉત્સાહ બતાવવાનું કારણુ પુરાણોમાં મુનિ પત્નીઓની કામુકતા બતાવ્યું છે, પરંતુ એનું વાસ્તવિક કારણ એ સંભવે છે કે તે વખતે ઘણીખરી મુનિ પત્નીઓ “આતર, શુકકલેલ્લા હતી, એટલા માટે જ તેઓ પિતાના પિતૃપક્ષના દેવની પૂજા કરવા માટે આટલી વ્યાકુલ હતી. પતિકુલમાં આવીને પણ પોતાના પિતૃકુલના દેવતાની પૂજા ભૂલી શકી ન્હોતી. આ વ્યાખ્યા જ વધારે યુક્તિસંગન જણાય છે. પ્રાચીન ગ્રંથોમાં ઋષિપત્નીઓને વ્યર્થ જ ચરિત્રહીન વર્ણવી છે. ખરી રીતે એમ કરવાની જરૂર નહોતી. ઉપર્યુક્ત કારણ શિવપૂજા પ્રચાર માટે ઠીક સંભવે છે.”
(ચાલુ)
For Private And Personal Use Only