________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનગોચરી
સં. મુનિરાજ શ્રી. ન્યાયવિજ્યજી આજે હિન્દુસ્તાનમાં અનેકવિધ સંસ્કૃતિઓને સંગમ થયેલે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. આ સંસ્કૃતિઓમાં કેટલી આર્ય સંસ્કૃતિઓ છે, કેટલી અનાર્ય સંસ્કૃતિઓ છે અને કેટલી મિશ્ર સંસ્કૃતિઓ છે, તેનો નિર્ણય કરે અસંભવિત નહિ તો મુસ્કીલ તો છે જ !
શિવલિંગ પૂજન માટે જૈનાચાર્યોએ વિરોધ કર્યો છે. વિરોધ નહિ કિન્તુ તેમાં રહેલા દોષો સાફ સાફ સંભળાવી તેને ત્યાગ કરવા પણ સમજાવેલ છે, કિન્તુ આ વિરોધને ધર્મનું રૂપ આપી બ્રાહ્મણોએ-સ્વાથી ભૂદેવોએ કહ્યું કે “જેનાચાર્યો અમારે ધર્મ નથી માનતા એટલા ખાતર જ આ વિરોધ કરી રહ્યા છે. વાસ્તવમાં શિવપૂજા શ્રેષ્ઠ પૂજા છે.પરંતુ આ શિવલિંગ પૂજા અનાર્ય દેવપૂજા છે અને એનો વિરોધ ખુદ બ્રાહ્મણે જ કરતા હતા એવું ક્ષિતિમોહન સેન નામના પ્રસિદ્ધ વિદ્વાને સિદ્ધ કર્યું છે. એ વિદ્વાન લખે છે કે
પુરાણેનું અવલોકન કરવાથી આટલું તો સાફ સમજાય છે કે શિવ, વિષ્ણુ આદિની પૂજા કેટલી વિરૂદ્ધતાઓ પછી હિન્દુ સમાજમાં દાખલ થઈ છે, છતાંય વર્તમાનમાં તેને પ્રભાવ કેટલો ગંભીર અને વ્યાપક થયો છે !”
અર્થત શિવ અને વિષ્ણુ પૂજન માટે અનેક પ્રકારના વિરોધ ઉઠ્યા છતાં એ વિધાની લેશ માત્ર કિસ્મત કયા સિવાય તેની વ્યાપકતા અને ગંભીરતા વધતી જ ગઈ.
શ્રીયુત ક્ષિતિમોહન સેન બાબુ પિતાના કથનના સર્મથનનું પ્રમાણ આપતાં લખે છે કે
ભાગવતના દશમ સ્કંધનો અગિયારમા અધ્યાય જોતાં જણાય છે કે શ્રી કૃષ્ણ ઈન્દ્રાદિ દેવની ઉપાસના બંધ કરાવી, પ્રેમ ભક્તિની સ્થાપના કરવાની ભાવના રાખી હતી. આ માટે તેમને કેટલા વાદવિવાદ અને તર્કની કસોટીમાંથી પાર ઉતરવું પડયું હતું એ બધું તો એ પ્રકરણ વાંચવાથી જ સમજાય તેવું છે." - હવે આ શિવ—લિંગ પૂજન આર્ય જાતિમાં ક્યાંથી આવ્યું તે સંબંધી લખતાં તેઓ પ્રમાણુસહ જણાવે છે કે –
ઘણું મનુષ્યો એમ સમજે છે કે વેદમાં આવતા, “ાિરવ' (ત્રઃ ૧. ૨. ૯, ૨૦. ૨૬, રૂ.) આપેંતર જાતિના લિંગપૂજક હતા. આર્ય લેકે તેમને પસંદ નહોતા કરતા, પરંતુ કેટલાક લોકો તો “ફિર ”નો અર્થ જ ચરિત્રહીન સમજતા હતા. એક પછી એક પુરાણો જોવાથી જણાય છે કે ઋષિ મુનિ લોક શિવ-- પૂજા અને લિંગ પૂજાને આર્ય-ધર્મથી દૂર રાખવા અનેક પ્રકારના પ્રયત્નો કરતા હતા, પરંતુ ઋષિ—પત્નીગણ ઋષિ-મુનિઓના કથનથી વિરુદ્ધ વતી ભારતીય આર્ય-સમાજમાં
For Private And Personal Use Only