________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૨૪].
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
IT
પ્રશ્ન-શબ્દનયમાં અને સમભિરૂઢનામાં ભિન્નતા શું છે?
ઉત્તર–એક જ અર્થને સમજાવનાર શબ્દોને શબ્દય પર્યાય શબ્દ માને છે. અને એ રીતે ડિન-ચહેં-તાર-વગેરે પર્યાય શબ્દો છે. જ્યારે સમભિરૂઢનય એક જ પદાર્થને સમજાવે તે શબ્દો પર્યાય શબ્દ છે એમ માનતા નથી અને કહે છે ઘર થી પટ શબ્દ જેમ તદ્દન ભિન્ન છે તેમ જિન-અર તીર્થના વગેરે શબ્દો પણ તદન જુદા છે. જલને ધારણ કરતો હોય તે કહેવાય, અને આચ્છાદન કરતો હોય તે પદ કહેવાય. પછી જલને ધારણ કરવાની ક્રિયા અને આચ્છાદન કરવાનું કાર્ય એક જ વસ્તુથી થતું હોય તેથી વટ અને પદ એ બન્ને શબ્દો પરસ્પર પર્યાય થતા નથી. એ પ્રમાણે રાગાદિને છતતા હોવાથી નિન કહેવાય છે. પૂજાને યોગ્ય હોવાથી ન કહેવાય છે. તીર્થને પ્રવર્તાવતા હોવાથી તીર્થકર કહેવાય છે. આ ત્રણે ક્રિયાઓ એક આત્માથી થતી હોય તેથી કંઈ તે ત્રણે શબ્દને એક જ અર્થ કે પરસ્પર પર્યાય શબ્દો કહેવાય નહિ. એ પ્રમાણે શબ્દનયથી સમભિરૂઢ નયનો ભેદ છે.
પ્રશ્ન-એવભૂતનયનું સ્વરૂપ શું છે?
ઉત્તર-પૂર્વ એટલે એ પ્રકારે મૂત એટલે યથાર્થ. અર્થાત જે શબ્દને આપણે જે અર્થમાં ઉપયોગ કરીએ છે, તે અર્થને વસ્તુ તે સમયે યથાર્થ કરતી હોય તે જ તેને માટે તે શબ્દ વાપરવો એવી જે નયની માન્યતા છે તેને એવંભૂતનય કહેવામાં આવે છે. જેમકે વિન ત્યારે જ કહેવાય કે રાગાદિ અભ્યન્તર શત્રુઓનો નાશ કરતા હોય. અને જ્યારે સમવસરણમાં બેસી ચતુર્વિધ શ્રમણુસંધ અને પ્રથમ ગણધરની સ્થાપના કરતા હોય ત્યારે તીર્થાર કહેવાય. વળી સુરાનરનરેન્દ્ર જ્યારે પૂજા કરતા હોય ત્યારે મન કહેવાય. પરંતુ જે વખતે ઉપર્યુક્ત ક્રિયા ન ચાલતી હોય ત્યારે તે શબ્દો વપરાય નહિ એ પ્રમાણે એવભૂતનયનું સ્વરૂપ છે. ઘટના દુષ્ટાતથી શબ્દ, સમભિરૂઢ અને એવભૂતનયનું સ્પષ્ટીકરણ.
શબ્દનય–જેમાં પાણી ભરી શકાય, ગોળ આકારવાળો, મોટા પેટવાળો, સાંકડા મુખવાળો જે પદાર્થ હોય તે ઘટ કહેવાય છે. અને ઘટ-કલશ-કુંભ વગેરે તેના પર્યાય શબ્દો છે.
સમભિરૂઢય–પાણીથી ભરાયા છતાં જે શબ્દ કરતો હોય તે જ ઘટ કહેવાય છે. પૃથ્વીને જે પૂરતું હોય તે જ કુંભ કહેવાય છે. એ પ્રમાણે ઘટ-કુંભ-કલશ વગેરેને એક જ વસ્તુ માટે વપરાતા પણ ભિન્નાર્થક શબ્દો માને છે.
એવંભનય-ચંચલનેત્રવાળી પાણહારી સ્ત્રીની કેડ ઉપર જે સમયે પાણીથી ભરેલા ઘડ હોય ત્યારે તે ઘટ કહેવાય છે. જ્યારે પૃથ્વી પૂરતો હોય ત્યારે કુંભ કહેવાય છે. પરંતુ ઘરના ખુણામાં કે કુંભારના નિભાડામાં પડ્યો ત્યારે તે ઘટ કે કલશ કહેવાતા નથી.
આ પ્રમાણે સાત નયનું સ્વરૂપ આપણે સમજ્યા. હવે આ સાત નયમાંના ચેથા ઋજુસૂત્ર નાના આધારે મુનિઓ જમાલીને જે ઉત્તર આપે છે તે હવે પછી જોઈશું.
( ચાલુ )
For Private And Personal Use Only