SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] નિહનવવાદ [ રર૩] - એ બન્ને જુદા હોય છે એ વાત સ્પષ્ટ થાય માટે જ, યોગરૂઢ શબ્દમાં યોગ એવો અવયશક્તિ એમ સામાન્ય શબ્દ છે. અને યૌગિકરૂઢ શબ્દમાં યૌગિક એ પ્રમાણે અવયવશક્તિજન્ય એમ વિશેષ શબ્દ છે. કૃતિઃ શબ્દ યૌગિકરૂઢ શબ્દનું ઉદાહરણ છે. તે આ પ્રમાણે ૩૬ શબ્દ fમ ધાતુને લૂ ઉપસર્ગથી બનેલ છે, એટલે ૩-થે મિત્તિ ત-ä ઉપરના તલને ભેદીને જે બહાર નિકળે તે દિત કહેવાય. એ પ્રમાણેના અવયવાર્થથી ૩ િશબ્દને અર્થ વૃક્ષ થાય છે. કારણ કે વૃક્ષ ભૂમિના ઉપરના તલને ભેદીને બહાર નિકળે છે. સમુદાય શક્તિથી ૩દિ શબ્દનો અર્થ દિઃ નામનો યજ્ઞ એવો થાય છે. તેમાં અવયવશક્તિની અંશે પણ અપેક્ષા નથી. વેદમાં શામઃ ક્રતા થત, (પશુઓની કામનાવાળો ૬િ નામના યજ્ઞને કરે) એ પ્રમાણે એક જ તિર શબ્દ અવયવશક્તિથી વૃક્ષરૂપ અર્થને અને સમુદાય શક્તિથી યજ્ઞરૂપ અર્થને એમ જુદા જુદા અર્થને સમજાવતું હોવાથી તે શબ્દ યૌગિકરૂઢ શબ્દ કહેવાય છે. એ પ્રમાણે બીજા શબ્દો પણ જે યૌગિક શક્તિથી સ્વતંત્ર અર્થને અને રૂઢિથી સ્વતંત્ર અર્થને સમજાવતા હોય તે બધા યૌગિકરૂઢ શબ્દો કહેવાય છે. પ્રશ્ન–શબ્દનું સ્વરૂપ તે સારી રીતે સમજાયું. હવે શબ્દની સાથે સમ્બન્ધ ધરાવનાર સમભિરૂઢનયનું સ્વરૂપ શું છે ? ઉત્તર–-7ષકારે અમિ સમીપ (અર્થથ) તીતિ રમમિત્ર - સારી રીતે (અર્થની) સમીપે જે જાય છે, તે સમભિરૂઢ કહેવાય છે. અર્થાત ઉપર જે ચાર પ્રકારના શબ્દ બતાવ્યા તેમાંથી પહેલા પ્રકાર સિવાયના ત્રણ પ્રકારને છોડી દઈને યૌગિક શબ્દોની જે રીતિ છે તે રીતિએ દરેક શબ્દોને જે અવયવાર્થ નિકળતો હોય તે અવયવાર્થને પ્રધાન માની શબ્દનો વ્યવહાર કરનાર જે નય તે સમભિરૂઢનય છે. પ્રશ્ન–સમભિરૂઢ નયને ઉદાહરણ આપી સમજાવશો ? ઉત્તર–શબ્દ નયમાં આપણે જોયું કે, ઉત્તર અન્ન તીર્થના વગેરે જિનેશ્વર પ્રભુ માટે વપરાતા પર્યાય શબ્દો છે, એ પ્રમાણે કેશથી નક્કી થયેલ છે. સમભિરૂઢ નય વિન અદૃન્ન તીર્થર વગેરે શબ્દો જિનેશ્વર ભગવાન માટે શા માટે વાપરવામાં આવે છે, તે સમ્બન્ધી વિચારણા કરતાં તે શબ્દોના અર્થ તપાસે છે ને પછી કહે છે કે ગત તાસન ફુતિ નિનઃ રાગ વગેરે (અભ્યન્તર શત્રુને)ને જીતે છે માટે જિન કહેવાય છે. તો ચતુર્વિધરઘં પ્રથમવાધર વા જાતિ સ્થાપથતિ તીર્થ: તીર્થને ચતુર્વિધ શ્રમણસંઘને અથવા પ્રથમ ગણધરને કરતા હોવાથી અર્થાત સ્થાપતા હોવાથી તીર્થકર કહેવાય છે. એ પ્રમાણે અતિ દૂiાં ત અન | પૂજાને યોગ્ય હોવાથી અહંન કહેવાય છે. આ પ્રમાણે બીજા શબ્દો છે પણ અર્થની પ્રધાનતાએ સમભિરૂઢનય વ્યવહાર કરે છે. १. तिथ्थं भन्ते ! तिथ्थं तिथ्थयरे तिथ्थं? गोयमा! अरिहा ताव नियमा तिथ्थंकरे तिथं पुण चाउवण्णे समणसंघे पढमगणहरे वा । અર્થ–ભગવંત ! તીર્થ એ તીર્થ છે કે તીર્થંકર એ તીર્થ છે? ગૌતમ અરિહન્ત તો નિશ્ચય તીર્થંકર છે. તીર્થ તો ચતુર્વિધ શ્રમણુસંધ અથવા પ્રથમ ગણધર છે. For Private And Personal Use Only
SR No.521555
Book TitleJain Satyaprakash 1940 03 SrNo 56
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy