________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવિધતીર્થકલ્પાન્તર્ગત પ્રતિષ્ઠાનપુર કલ્પ
અનુવાદક : શ્રીયુત અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ. શ્રી સુવતજિન (મુનિસુવ્રતસ્વામી)ને નમસ્કાર કરીને પૃથ્વીમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર પ્રતિષ્ઠાનપુર કલ્પ સાંભળ્યા પ્રમાણે અમે કહીએ છીએ?
આ ભારતવર્ષના દક્ષિણ ખંડમાં મહારાષ્ટ્ર દેશમાં શ્રેષ્ઠ શ્રી પ્રતિષ્ઠાન નામનું શહેર છે. (પહેલા) પિતાના ઐશ્વર્યાવડે ઈન્દ્રની પુરીને તિરસ્કાર કરવા છતાં સમય જતાં તે નાનકડા ગામડા જેવું બની ગયું. ત્યાં એક વખત બે વિદેશી બ્રાહ્મણે આવીને (પિતાની) વિધવા બહેનની સાથે કઈ કુંભારની શાળામાં રહ્યા. ભિક્ષાવૃદ્ધિ કરીને બહેનને અનાજ લાવી આપીને તેણે કરેલા ભોજન-પાક વડે તેઓ ગૂજરાન કરતા હતા. કેઈ દિવસ તે બંને બ્રાહ્મણોની બહેન પાણી લેવા માટે ગોદાવરી (નદીએ) ગઈ. તેનું અદ્વિતીય રૂપ જોઈને કામને અધીન થયેલા એવા ત્યાંના સરોવરમાં રહેનારા શેષ નામના નાગોના રાજાએ સરેવરથી બહાર નીકળી મનુષ્યનો દેહ બનાવીને તેની સાથે બળજબરીથી પણ સંભોગ ક્રીડા કરી. નસીબની બલિહારીથી (જો કે દેવતા) સાતધાતુથી રહિત હોવા છતાં તેની દિવ્ય શક્તિ વડે વિર્ય પુદ્ગલને સંચાર થવાથી તેણે ગર્ભ ધારણ કર્યો. પિતાનું નામ પ્રકાશિત કરી, દુઃખ-સંકટમાં મને સ્મરજે-એ પ્રમાણે કહીને નાગરાજ પાતાળ લેકમાં ગયો અને તે પોતાના ઘેર ગઈ. લજજાથી પીડાયેલી તેણે પોતાના ભાઈને પિતાનું ખરેખરું વૃત્તાન્ત ન જ કહ્યું. સમય જતાં બંને ભાઈઓએ ગર્ભનાં ચિહ્નો જોઈને તે સગર્ભા થઈ છે” એમ જાણ્યું. મોટાના મનમાં શંકા થઈ કે આને નાના ભાઈએ ભેગવી છે. બીજી શંકાનો અભાવ હોવાથી નાનાના મનમાં પણ વિચાર ઉપજ્યો કે ખરેખર આ મોટા ભાઈ સાથે શીલભંગ થઈ છે. એ પ્રમાણે પરસ્પર કલુષિત મનવાળા થયેલા બંને તેને એકલી છોડીને અલગ અલગ દેશમાં ગયા. તે પણ વધતા ગર્ભવાળી થતી બીજાના ઘરમાં કામ કરતી ગૂજરાન કરવા લાગી. પછી દિવસો પૂર્ણ થયે તેણે બધાં લક્ષણો વડે યુક્તઅંગવાળા પુત્રને જન્મ આપે. તે ધીમેધીમે શરીર વડે અને ગુણમાં વધતો છતો મિત્રોની સાથે રમતે, બાળક્રીડા વડે પોતે જ રાજા થઈને તેમને (મિત્રોને) હાથી, ઘેડા, રથ વગેરે કૃત્રિમબનાવટી વાહનો દેતો હતો. ધાતુને દાન અર્થ થતો હોવાથી લોકેએ સાતવાહન એવું નામ આપ્યું. પોતાની માતા વડે લાલન-પાલન કરતો તે સુખપૂર્વક રહેવા લાગ્યો.
અહીંથી ઉજયિનીમાં અવંતી દેશના રાજા શ્રી વિક્રમાદિત્યની સભામાં કોઈક નૈમિત્તિકે પ્રતિષ્ઠાન નગરમાંના સાતવાહનને ભવિષ્યને રાજા કહ્યો.
હવે આ જ પુરીમાં એક વૃદ્ધ બ્રાહ્મણે પિતાના આયુષ્યની પૂર્ણતા જાણીને પિતાના ચાર પુત્રને બોલાવીને કહ્યું કે હે પુત્રો ! મારું પરલોક ગમન થતાં મારી પથારીના (ખાટલાના) મથળાના જમણું પાયાથી લઈને ચારે પાયાઓની નીચે રહેલા ચાર ભરેલા ભંડારો
For Private And Personal Use Only