________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન
લેખક-આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી
( ક્રમાંક ૫૧થી ચાલુ)
અનંત ઉપકારી અનન્ત ચતુષ્ટયધારી પ્રભુ મહાવીર ભગવાનના તત્ત્વજ્ઞાનની શ્રદ્ધાપૂર્વક પ્રાપ્તિ સિવાય આત્મા સાચી શાંતિને પામી શકે તેમ નથી. તત્વજ્ઞાનની પ્રાપ્તિ પણું હેય અને ઉપાયના ત્યાગ તથા ગ્રહણ સિવાય કાર્યકર બની શકે તેમ થયું નથી, થતું નથી અને થશે પણ નહિ. આથી સમજવાનું એ છે કે છેડવા લાયક પદાર્થને છોડી દેવા અને ગ્રહણ કરવા લાયકને ગ્રહણ કરવા એ કામ ચારિત્રનું છે. તે છટ્ટા સંવર તરવની પ્રાપ્તિથી થઈ શકે છે. તેથી આશ્રવ પછી ક્રમ પ્રાપ્ત સંવર તત્વનું સ્વરૂપ વિચારી છીએ
afમચારિમિ: કનિષ: સંવર: પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીશ પરિસહ, દશ યતિધર્મ. બાર ભાવના અને પાંચ ચારિત્ર એમ સમિતિ આદિ સત્તાવન ભેદથી કર્મને રેકી રાખવાં એનું નામ સંવર છે. નવે તત્ત્વમાં સંવર તત્ત્વ અગત્યને ભાવ ભજવે છે. કોઈ પણ સાહુકાર દેવું કરતે જ છે અને ચુકાવે એાછું તો આખરે એને દેવાળું કાઢવાને સમય આવે છે. પરન્તુ લેવડ બંધ કરીને દેવર્ડ જારી રાખતાં દેવું ઉતરી જાય છે. અને મેશને માટે નિશ્ચિંત બની જાય છે. ગત લેખમાં દર્શાવેલ આંશવતત્ત્વ એ લેવર્ડ છે. સંવર પછી આવતું નિર્જરા તત્ત્વ દેવડ છે જ્યારે વચમાં રહેલું સંવર તત્ત્વ લેવડને અટકાવનારું તત્ત્વ છે. અને તે અટકતાં જ ધર્મનું દેવાળું ટળશે, જીવ આતમ ધનને રળશે, અને મુક્તિપુરીમાં જઈ ભળશે. માટે સંવર તત્વની કેટલી આવશ્યકતા છે એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે.
aોડામામiftનામો નિવૃત્તિ: તે સંવર આત્માને પરિણામ છે અને તે નિવૃત્તિ સ્વરૂપ છે. કેટલાક જૈનેતરે કહે છે કે પ્રવૃત્તિનું અંતિમ પરિણામ નિવૃત્તિ છે, તે વાત સાવ ખોટી છે. જે એમ માનવામાં ન આવે તે જગતમાં સકળ પ્રવૃત્તિવાળાઓની નિવૃત્તિમય સ્થિતિ થઈ જાય અને સર્વે મુક્તિ પામે, પરંતુ એમ બનતું જ નથી. હા, આશ્રવને પ્રવૃત્તિ માનીએ તો માની શકીએ છીએ. તે પાંચમું તત્ત્વ છે. અને સંવરનું નામ નિવૃત્તિ છે એ આપણે ઉપર જોઈ ચૂક્યા છીએ. એટલે એમ કહી શકાય કે પ્રવૃત્તિ પછી જ નિવૃત્તિ હોય.
જગતમાં કોઈ પણ પ્રાણી પ્રવૃત્તિ-આશ્રય સિવાય નિવૃત્તિ-સંવરમાં આવી શકતા જ નથી. ભલે પછી કાળભેદે અનેક આશ્ચર્યો ઉત્પન્ન થાય, જેમકે આ કાળમાં આ ભરતે દશ :શ્ચર્ય થયાં જેમાં સ્ત્રી લિંગમાં તીર્થકરપણું પ્રાપ્ત કરવા આદિ, વ્યવહાર રાશિમાં એક જ કેળને ભવ કરી મરૂદેવા માતાનું હાથીના હોદ્દા ઉપર મુક્તિ જવું ઇત્યાદિ
For Private And Personal Use Only