________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨]
શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
પણ પ્રાપ્ત થાય છે નાલન્દા નામ કેમ પડ્યું તે સંબન્ધમાં હ્યુએનસંગે એક કથા લખી છે તે આ પ્રમાણે છે;
તથાગત (બુદ્ધ) પિતાની વૃદ્ધાવસ્થામાં આ જગા પર જીવન વ્યતીત કરતા હતા. એક બડ પ્રાંતને રાજાએ પોતાની રાજધાની અહીં પર બનાવી હતી. તેણે સંસારી જેને દુઃખથી વ્યથિત દેખી અનવરત દાન દેવાનું શરૂ કર્યું, જેના ફલસ્વરૂપ તે જગાનું નામ નાલન્દ (જેનો અર્થ દાનનો અન્ત નહિ) પડયું. ઇસિંગના કથનાનુસાર " નાલન્દા નું નામ નાગાનન્દ હતું. એટલે કે નાગે “નન્દ નામ આપી વસાવ્યું. એ ઉપરથી નાલન્દા પડયું હોય એ પણ સંભવિત છે. અથવા અહીં નલ અર્થાત્ કમલનાં ખુલેની ઘણી પેદાશ છે એ માટે આનું નામ નાલન્દા પડ્યું હોય. અત્યારે પણ અહીં ઘણાં કમલે પાકે છે.
આ ઉપરનાં અનુમાનો કેટલા પ્રમાણમાં વારતવિકતા રાખે છે તે વિદ્વાનોના વિચાર "પર નિર્ભર છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્થાન પાસેના વડગામના નામથી સંબોધિત થવા લાગ્યું. રેલવે સ્ટેશન થયું ત્યાં સુધી આ જ નામ વિખ્યાત હતું પરંતુ આપ ક્ષમા કરે તે ગૌરવ સાથે કહેવાની પુષ્ટતા કરું છું કે મહારી જ બદૌલતથી આ નામ બદલી ગયું.
આ સ્થાન બડગામના નામથી બેલાતું હતું એ સત્તરમી સદીના પ્રથી સ્પષ્ટ પ્રગટ થાય છે. પં–શૂરાના “ઘરાજયપરિપાટ” (વિ. ૧૫૬૫) તથા ઉં. વિઝાનાર ના “ તરફાર તોર્થમાા” (વિ ૧૭૦૦)નામના જૈન ગ્રન્થમાં બડગામ નામ આવે છે. આ ગ્રંથોમાં જૈન તીર્થ યાત્રિઓનું યાત્રા-વર્ણન છે, જે ૧૬મી-૧૭મી સદીઓની પહેલાં તીર્થયાત્રા કરવા ગયા હતા. એથી એમ જણાય છે કે નાલન્દા જીર્ણ હાલતમાં હશે. તે વખતે બડગામ જે (ભ૦ મહાવીરના સર્વ પ્રથમ તથા સર્વ શ્રેષ્ઠ શિવ્ય દન્દ્રભૂતિના કારણથી અત્યન્ત પવિત્ર પૂજનિક મનાય છે) તેની અવસ્થા ઉન્નતિશીલ હતી અને સંપૂર્ણ ક્ષેત્ર વટવૃક્ષોની અધિકતાને કારણે સંસ્કૃતમાં કામ કહેવાયું. આ સ્થાન શિક્ષાનું પણ સ્થાન હતું, જેનું પ્રમાણ હસ્તલિખિત પોથીઓથી મલે છે. સ્વગીય ડે. બ્લાશે–રયલ એશિયાટિક જર્નલમાં પ્રકાશિત The Modern Name of Nalanda (નાલંદાનું વર્તમાન નામ) શીર્ષક લેખમાં એવો એક વિચાર વ્યક્ત કર્યો છે કે નાલન્દા આધુનિક નામ છે. પણ તેમને આ વિચાર સાચે નથી. મારા પ્રોન ઉતાર' નામના ગ્રન્થમાં નાલંદા અંગે દર્શાવેલ વિચાર પણ કેટલાક અંશે ભ્રમિત છે. ઇમ્પિરિયલ ગેઝેટિયરમાં આ સ્થાનનું નામ બિહાર- ગ્રામ લખાયું છે. જે નિરાધારભૂત હેવાને કારણે છેડી દેવું પડયું. પુરાતત્ત્વ-વિભાગને ધન્યવાદ ઘટે છે કે જેના પરિશ્રમના-ફલસ્વરૂપ “ નાલન્દા” નામ પ્રચલિત થયું. નાલન્દ-નામ એ માત્ર રેલ્વે સ્ટેશનને જ નથી આપવામાં આવ્યું કિન્તુ બિહાર સરિફમાં એક કોલેજની સ્થાપના પણ આ જ નામથી કરવામાં આવી છે. “ ગુરુદત્તના ” નામના ગ્રન્થમાં કહેલ છે કે
જ્યારે તથાગત જેતવનમાં હતા ત્યારે તેઓએ વિચાર્યું કે થેરાસારિ પુત્ર કાર્તિક-- પૂર્ણિમાના દિવસે નલ ગામમાં મૃત્યુને પ્રાપ્ત થએલ છે. ફહીયાને પણ આવી જ વાત લખેલ છે.
For Private And Personal Use Only