SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમહંત મહાકવિ શ્રી ધનપાછળનું આદર્શ જીવન લેખક:–મુનિરાજ શ્રી સુશીલવિજયજી (ગતાંકથી ચાલુ) પુનઃ મહાકાળેશ્વર–મંદિરમાં ફરી એકવાર મહારાજા બોજ ધનપાલ વગેરે પંડિતવરોની સાથે મહાકાળેશ્વર મંદિરમાં પધાર્યા. મહારાજે તેમજ બીજાઓએ મહાકાલેશ્વર દેવને દણ્ડવત પ્રણામ કર્યા, કિન્તુ પરમહંત મહાકવિ ધનપાલ લેશ માત્ર પણ નમ્યો નહીં. એટલે મહારાજા ભોજે તેનું કારણ પૂછયું કે “મહાકાલેશ્વર મહાદેવને સર્વ લોકો નમસ્કાર કરે છે અને તમે કેમ કરતા નથી ? ” આના પ્રત્યુત્તરમાં નિડરતા પૂર્વક તરત જ ધન પાળે જણાવ્યું કે – " जिनेंद्रचंद्रप्रणिपातलालसं यथा शिरोऽन्यत्र नः नाम नाम्यते । गजेन्द्रगण्डस्थलदानलंपटं शुनीमुखे नालिकुलं निलीयते ॥ १ ॥ જિનેન્દ્રરૂપી ચંદ્રમાને પ્રણિપાત કરવાને ઉત્કષ્ઠિત એવું મારું શિર જિનેન્દ્ર સિવાય અન્ય કોઈ પણ દેવ દેવીને નમવાનું નથી. હાથીના મદઝરતા ગંડસ્થલ પર આરૂઢ થઈને સુગંધ લેનાર ભ્રમર જેમ કુતરીનાં મોઢાપર બેસવાની અભિલાષા કરતો નથી.” આ સંભળતાની સાથે જ મહારાજા ભેજ એકદમ કોપાયમાન થઈ ગયા, અને ધનપાલને જણાવ્યું કે “હે ધનપાલ ! તું મહાદેવની મોટી અવજ્ઞા કરે છે, એટલું જ નહીં પણ તું અન્ય મતનો અત્યંત દેવી છે. તે બ્રાહ્મણ છે, દયાને પાત્ર છે એટલે હું તને જ કરૂં છું, પણ આ જગ્યાએ જે અન્ય કોઈ હોત તો તેના આ ચકમકતી તરવાર વડે ટુકડે ટુકડા કરી નાખત. હવે ફરીથી બોલતાં વિચાર કરજે. તરત જ સમયજ્ઞ ધનપાલે રાજાને ક્રોધ શાંત કરવાની ખાતર જણાવ્યું કે હે મહારાજા ! હું અન્ય મતને પી નથી, કિન્તુ ગુણને જ પૂજક છું. સાંભળો – भवबीजाकरजनना, रागाद्याः क्षयमुपागता यस्य ॥ ब्रह्मा वा विष्णुर्वा, शिवो जिनो वा नमस्तस्मै ॥ १॥ સંસારના જન્મ-મરણના મૂળભૂત અંકુરારૂપ રાગાદિ શત્રુઓ જેમના નાશ પામેલા છે એવા બ્રહ્મા હા, વિષ્ણુ છે, મહાદેવ હો, કે જિન છે તેમને મારા નમસ્કાર છે.” આ સાંભળતાં રાજાના અતઃકરણમાં કંઈક શાંતિ ઈ છેવટે રાજાએ ધનપાલને કહ્યું કે “હે ધનપાલ ! આટલા દિવસો સુધી મહાદેવની મૂર્તિને પૂજતો હતો અને હવે કેમ કે કરે છે ? ” ત્યારે ધનપાલે જણાવ્યું કે મહારાજ, હું યથાસ્થિત સ્વરૂપ સમજેલ નહતો તેથી. આ વાત ચાલતી હતી એટલામાં સેવકે આ ખબર આપી કે મહારાજ સાહેબ “યાજ્ઞવલ્કય સ્મૃતિ” નું શ્રેરણ થઈ રહ્યું છે, અપ પધારે. એટલે મહારાજા ત્યાં પધાર્યા. વ્યાસજી યાજ્ઞવલ્કય સ્મૃતિનું શ્રવણ કરાવી રહ્યા છે, સૌ શ્રેતાઓ એકચિત્ત સાંભળી રહ્યા છે. એવામાં રાજા ભેજની દષ્ટિ ધનપાલ પર પડી. ધનપાલને વિમુખ For Private And Personal Use Only
SR No.521553
Book TitleJain Satyaprakash 1939 12 SrNo 53
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy