________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ [૧૬૮ = થઈને બેઠેલે જોઈ તત્કાલ રાજાએ પૂછ્યું, હે ધનપાલ ! શું શુતિ-સ્મૃતિ પર બવજ્ઞા આવે છે ? ધનપાલ બોલ્યો કે મહારાજ લક્ષણ શુન્ય તેના અર્થને હું સાંભળવા નથી માગતો ? તેમાં પરસ્પર વિરૂદ્ધ કેટલું આવે છે ? સાંભળે.
“ વિષ્ટાનું ભક્ષણ કરનારનું પાપ ગૌ સ્પર્શથી દૂર થાય છે. સંજ્ઞા વિહીન વૃક્ષ વંદનીય છે. બેકડાને વધ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણોને આપેલ ભોજન પિતૃઓને (પૂર્વજોને ) તૃપ્ત કરે છે. કપટી દેવોને આત પુરૂષ તરીકે સ્વ કરેલ છે.
અગ્નિમાં હોમેલ બલિદાન દેવતાઓને પ્રસન્ન કરે છે. અત્યાદિ ઋતિમાં થન કરેલ વાતને સત્ય કોણ માને?
સાક્ષરવારો સાથે મહારાજા ભેજ સરોવરતીરે વર્ષાઋતુ શરૂ થઈ હતી. ગગન મંડલ વાદળોથી છવાયું હતું. મેર વગેરે પક્ષિઓના ટહુકાર થવા લાગ્યા હતા. આકાશમાં વિજળીનો ચમકાર દેખાવા લાગ્યો હતો. સૂર્ય ચંદ્રનાં દર્શન અદશ્ય જેવાં થયાં હતાં. ગ્રીષ્મ સૂકવી નાખેલી નદીઓ ખળ ખળ વહેવા લાગી હતી. વનમાંનું સરોવર પાણીથી ભરપૂર ભરાઈ ગયેલું જાણી સેવકે રાજદ્વારે ખબર આપી એટલે મહારાજ ભેજ, ધનપાલ વગેરે પાંચસો પંડિતો સાથે સરવરતીરે પધાર્યા.
સરેવરની અંદર અનેક જળચળ પ્રાણુઓ ક્રીડા કરી રહ્યાં છે. જાત જાતનાં રંગ બેરંગી કમ ખીલી રહ્યાં છે. મોટાં મોટાં વહાણો નાની નાની હોડીઓ આમ તેમ તરી રહી છે. આ દૃશ્ય નિહાળતાં મહારાજા ભોજે સવરનું વર્ણન કરવા પંડિતોને સૂચવ્યું. મહારાજા ભેજની આજ્ઞાથી પંડિતોએ નવા નવા લેકેથી વર્ણન કર્યું. ત્યારબાદ મહારાજા ભોજે ધનપાલને સરોવરનું વર્ણન કરવા કહ્યું એટલે ધનપાલે કહ્યું " एषा तडागमिषतो वरदानशाला मत्स्यादयो रसवती प्रगुणा सदैव ॥ पात्राणि यत्र बकसारसचक्रवाकाः पुण्यं कियदभवति तत्र वयं न विद्मः॥
આ સરોવર એક શ્રેષ્ઠ દાનાશાલા છે. તેની અંદર માછલાં વગેરે અહર્નિશ તૈયાર રસોઈ છે, વળી તે સરેવરમાં બગલા-સારસ ચક્રવાક પક્ષિઓ પાત્રો (ભક્ષણ કરનાર) છે, આવી સામગ્રી સહિત સરોવરરૂપી દાનશાળા બંધાવનારને કેટલું બધું પુણ્ય બંધાશે તે અમે સમજી શકતા નથી.”
ધનપાલ પાસે આવા પ્રકારનું સરોવરનું વર્ણન સાંભળી મહારાજા ભોજ ગુસ્સે થયા. તે ધનપાલને કંઈ જુદી જ દૃષ્ટિથી દેખાવા લાગ્યા. તેમને થયું આ ધનપાલ અત્યંત દુષ્ટ છે, જ્યારે ત્યારે વાંકું ને વાંકું જ બેલે છે. મારી કીતિને પ્રસરતી દેખીને તે ઈર્ષ્યા કરે છે. તે મારો ખરો પુરોહિત નથી પણ શત્રુ પુરોહિત છે. જે એમ ન હોત તો અન્ય પંડિત જેમ સરોવરનું વર્ણન કરી મારી કીર્તિને ન વધારત? - હવે તે મારે એને શિક્ષા કરવી જ પડશે ! એના નેત્રમાં જ વિષ વસે છે, માટે એને અન્ય કઈ શિક્ષા નહીં કરતાં એના નેત્રો જ ખેંચી લેવા જોઈએ ! આ પ્રમાણે મહારાજા ભજ મનમાં દઢ નિશ્ચય કરી રાજમહેલે આવવા પાછા ફર્યા.
For Private And Personal Use Only