________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર દીક્ષા –(૧) મોરબી નિવાસી શ્રી મગનલાલ લક્ષ્મીચંદે મુંબઈમાં કાર્તિક વદ ૧૦ ના દિવસે પૂજ્ય પંન્યાસ શ્રી કનકવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મહાનંદવિજયજી રાખવામાં આવ્યું અને તેમને પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રકવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. (૨) રાજગટ નિવાસી શ્રી ગુંદાલ લઈ લુણુ એ અમદાવાદમાં કારતક વદી ૭ ના દિવસે પૂજ્ય આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ સુશીલસાગરજી રાખવામાં આવ્યું અને તેમને પૂજ્ય શ્રી લલિતસાગરજીના શિષ્ય બનાવવામાં આવ્યા. ( આ ગુરુ-શિષ્ય સંસારી પિતા-પુત્ર થાય છે.)
પંન્યાસપદ-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજીના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ક્ષમાસાગરજીને કારતક વદ ત્રીજના દિવસે અમદાવાદમાં પંન્યાસપદ આપવામાં આવ્યું.
કાળધર્મ-(૧) પૂજ્ય આચાર્ય શ્રી વિજયન્યાયસૂરિજીના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી પ્રધવિધ કારતક સુદિ ૬ના દિવસે બલિ (મારવાડ માં કાળધર્મ પામ્યા. (૨) પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના શિય પૂજ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ કારતક વદિ ને શનિવારે પાટણમાં કાળધર્મ પામ્યા.
પ્રતિમા નીકળી–આગરામાં ફુટ્ટી બજારમાં એક મકાનને પાયે બેદતાં, ગઈ આસો સુદી છઠના દિવસે સં. ૧૬ ૬રના લેખવાળી સફેદ આબરની બે જિન પ્રતિમાઓ નીકળી છે. એક પ્રતિમા શ્રી અજીતનાથ ભગવાનની અને બીજી શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે.
મહાવીર જયંતીની રજા ખંડવા મ્યુનિસિપાલીટીએ ચૈત્ર સુદિ તેરસનો દિવસ ભગવાન શ્રી મહાવીર સ્વામીની જયંતિ નિમિતે જાહેર તહેવાર તરીકે પાળવાનું નકકી
હીંસા બધ-કોહાપુર સ્ટેટમાં ભાદરવા સુદી ચોથ (સંવત્સરી) ના દિવસે કોઈ પણ પ્રકારની હિંસા નહિં કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
સ્વીકાર શ્રી નૃતન તીર્થ સ્તવન મારા – કર્તા મુનિરાજ શ્રી સુશીલ વિજયજી, પ્રકાશક - શેરદલાલ શ્રી લાલભાઈ ફુલચંદ ધીયા, મૂળવાપાર્શ્વનાથની ખડકી, પંજરા પોળ, અમદાવાદ, ભેટ. - ૨ મહાવીર છત્રીશી- કર્તા- મુનિરાજશ્રી સુશીલવિજયજી, પ્રકાશક જૈન ગ્રંથ પ્રચારક સભા. ભેટ.
૩ આદર્શ આર્યા- લેખક- શ્રીકાંત, પ્રકાશક શ્રી વિજયદાનસુરીશ્વર જૈન ગ્રંથ માળા, પ્રાપ્તિસ્થળ વીરશાસન કાર્યાલય, રતનપળ અમદાવાદ, એક આને.
૪ જનદર્શન અને માંસાહાર- લેખક રાવસાહેબ મણિલાલ વનમાળીદાસ શાહ પ્રકાશક શ્રી મહાવીર જ્ઞાનોદય સોસાયટી, રાજકેટ. એક આને (ટસાલ ખર્ચ એક આના વધ)
For Private And Personal Use Only