SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૩] જ્ઞાનનાં આરાધક [ ૧૧૩ આ પ્રમાણે દેશના સાંભળી અન્ને ભાઇઓએ પેાતાના પિતાને પૂછી દીક્ષા અંગીકાર કરી. તેમાં નાના ભાઈ વસુદેવ ચારિત્રમાં ઘણા સિદ્ધાન્તા ભણ્યા. ગુરૂએ તેને સૂરિપદ આપ્યું ને તે હમેશાં પાંચસેા સાધુને વાંચના આપે છે. એક વખતે વસુદેવસર રાગથી પીડાતાં છતાં સંયારે સૂતા હતા. ત્યાં એક સાધુ અર્થ પૂછવા આવ્યા. તેમ એક પછી એક એમ અનુક્રમે આવવા લાગ્યા. તે સર્વને અથ આપી તે સધળા ગયે સૂરિ કાંક નિદ્રાધીન થયા તેવામાં વળી ખીન્ન સાધુ આવીને સૂરિ મહારાજને અમુક અર્થ પૂછવા લાગ્યા. તે જોઇને વસુદેવસૂરિ મનમાં વિચારવા લાગ્યા કે- હું ભણ્યા તે મારે માથે આ અધી માથાફોડ છે. મારા મેાટા ભાઇ કાંઇ ભણ્યા નથી તેા તેને આવી કશી માથાફોડ કરવી પડતી નથી, એમ મનમાં લાવી મૂખ રહેવામાં સાર છે એમ મનથી મુખપણાના આઠ ગુણા સંભારવા લાગ્યા તે સાધુઓથી કંટાળીને વાચના આપવી બંધ કરી. તે અંતરાય કમ બાંધ્યું, તેથી આ ભવમાં તે આચાર્ય'ના જીવ તારા પુત્ર વરદત્ત કુંવર થયા. તેણે પૂર્વ ભવે જ્ઞાનનેા અંતરાય બાંધેલ તેથી આ ભવમાં કુષ્ટ રાગી થએલ છે. એમ ગુરુનું આ વચન સાંભલી વરદત્ત કુંવરને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પેાતાના પૂર્વ ભવ દેખ્યા. રાજાએ ગુરુને પુછ્યું કે હે ગુરુમહારાજ, આ વરદત્ત કુંવરને કુષ્ઠ રોગ શાથી દૂર થાય તે કહેા-ગુરૂએ તેને પણ તેમજ કહ્યું કે-જ્ઞાનપંચમીનું તપ કરવાથી શરીરે રામ દૂર થશે. એમ જાણી વરદત્તકુવરે પણ નાનનું આરાધન કર્યું. વિધિ પૂર્ણાંક નાનપ`ચમીનું તપ કર્યું. તેથી તેના શરીરે કાઢરાગ નાબુદ થયા. ને તે શરીરે નીરેાગી થયેા. એમ યૌવન અવસ્થા પામે છતે પરણ્યા. ત્યાર પછી તેના પિતાએ ચારિત્ર લીધું અને પુત્રને રાજ્ય સોંપ્યું. તે પુત્રે પણ રાજ્યને પાલન કરીને પેાતાના પુત્રને રાજ્ય આપી, ચારિત્ર અંગીકાર કર્યું. એમ આ ભવમાં જ્ઞાનનું આરાધન કરીને વરદત્ત તથા ગુણમજરી સુખ પામ્યાં. આ ભવમાં ચારિત્ર પાળીને વૈજયન્ત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ચવીને વરદત્તના જીવ મહાવિદેહ ક્ષેત્રમાં પુ`ડરીગિણી નગરીમાં અમરસેન રાજાની ગુણવતી રાણીની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થશે. તેનું નામ સૂરસેન એવું રાખવામાં આવશે. અનુક્રમે યૌન અવસ્થા પામી પિતાએ આપેલા રાજ્યને પાળી, મધરસ્વામી પાસે ધ દેશના સાંભળી સૌભાગ્યપ`ચમીનું (જ્ઞાનપંચમીનુ) તપ ગ્રહણ કરી તીર્થંકર પાસે ચારિત્ર લઈ એક હજાર વર્ષ ચારિત્રપાળી, કેવળજ્ઞાનપામી, મહાવિદેહ ક્ષેત્રમાંથો મેક્ષે જશે. તથા ગુણમ'જરીના જીવ રમણીય વિજયમાં શુભા નગરીને વિષે અમરસિંહ રાજાની અમરાવતી રાણીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થશે તે તેનું નામ સુગ્રીવ થશે. છેવટે પિતાએ આપેલ રાજ્યને પાળી ગુરુની પાસ તે પણ ચારિત્ર અંગીકાર કરી એક લાખ પ સુધી ચારિત્રપાળી કેવળજ્ઞાન પામી તે પણુ મહાવિદેહક્ષેત્રમાંથી મેક્ષે જશે. For Private And Personal Use Only
SR No.521552
Book TitleJain Satyaprakash 1939 11 SrNo 52
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy