________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ ]
શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
પૂર્વે ભવે જ્ઞાનની વિરાધના કરી હતી તેથી આ ભવે મુંગી થઈ તથા શરીરે રોગી થઈ
कृतकर्मक्षयो नास्ति कल्पकोटिशतैरपि ।
अवश्यमेव भाक्तव्यं कृतं कर्म शुभाशुभम् ॥ १ ॥ કરેલા કર્મને ક્ષય ભોગવ્યા સિવાય થતો જ નથી. સારું કે નરસું કરેલું કામ દરેકને અવશ્ય ભોગવવું જ પડે છે
ગુરુમહારાજનાં આ વચન સાંભળી ગુણમંજરીને જાતિસ્મરણ જ્ઞાન થયું ને તે જ્ઞાનથી પિતાનો પૂર્વ ભવ તેણે જોયો ને ગુરુને કહ્યું કે-“આપે કહ્યું તે બરાબર છે. તે પછી ગુરુમહારાજને શેઠે પૂછયું કે-હે કૃપાસિ! આ રોગ શાથી દૂર થાય ?' તેના માટે ગુરુએ જ્ઞાનપંચમીનું આરાધના કરવા બતાવ્યું કે કારતક સુદિ પાંચમની જાવજજીવ સુધી આરાધના કરવી એટલે તે દિવસે ચોવિહાર ઉપવાસ કરવો. જ્ઞાનને ઊંચે આસને સ્થાપન કરવું ને ન નાહ્ય ની ૨૦ નવકારવાળી ગણવી. તે દિવસે પિસહ હોય તો પારણાને દિવસે સુગધી કુલ તથા વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરવી, ધુપ કરવો, દીપક પાંચ દિવેટને કરવો. પાંચ વર્ણનાં ધાન્ય, પાચ જાતિનાં પકવાન તથા પાંચ જાતિનાં ફળો મૂકીને ચેખાના સ્વસ્તિક એકાવન કરવા. જ્ઞાનનું ચૈત્યવંદન કરવું. સ્તવન આદિ કરી જયવીયરાય કહી કાઉસગ્ગ કરવો તથા જ્ઞાનને આરાધનને ૫૧ લેગસને કાઉસ્સગ કરવો. આમ જાવજજીવ સુધી કારતક સુદિ પાંચમનું આરાધન કરે અથવા બીજી રીત એવી છે કે પાંચ વરસ ને પાંચ માસ સુધી દરેક માસની અજવાળી પાંચમને દિવસે ઉપલી વિધિ કરવી ને જ્ઞાનનું આરાધન કરવું જેથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તપ પૂર્ણ થયે યથાશકિત તે તપનું એટલે જ્ઞાન પંચમીનું ઉજમણું કરવું. આ પ્રમાણે ગુરુનાં વચન સાંભળો ગુણમંજરીએ જ્ઞાનપંચમીનું આરાધન કરવાનું સ્વીકાર્યું.
તે અવસરે વંદન કરવા આવેલ અજિતસેનરાજાએ ગુરુ મહારાજને પૂછ્યું કે હે ગુર! આ મારા પુત્ર વરદત્ત કુષ્ઠ રોગી થયો તથા તે એક પણ અક્ષર ભણી શકતા નથી તેનું કારણ શું હશે ? ગુરુએ કહ્યું કે- હે રાજન, તે તારા પુત્રને પૂર્વભવ તું સાંભળ.'
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શ્રીપુર નામના નગરમાં વસુનામે શેઠ રહેતો હતો. તેને વસુસાર ને વસુદેવ નામે બે પુત્રો હતા. એક વખતે બીજા બાળકોની સાથે તે બન્ને પુત્રો વનમાં રમવા ગયા. ત્યાં વનમાં મુનિસુન્દર નામના આચાર્યને જોઈ તેઓએ તેને વંદન કર્યું ને ધર્મ સાંભળવાની ઈચ્છાથી ગુરુ પાસે તેઓ બેઠા. ગુરુએ પણ તેને યોગ્ય જીવ જાણી ધર્મદેશના આપી કે
यत्प्रातः संस्कृतं धान्यं मध्याह्वे तद् विनश्यति ।
तदीयरसनिष्पन्ने काये का नाम सारता ॥ १ ॥ અર્થ–જે ધાન્ય સવારના રાંધ્યું હોય તે મધ્યાહને ચલિત રસવાળું થઈ જાય છે, માટે તેવા રસથી ઉત્પન્ન થએલ ને વૃદ્ધિ પામેલ આ કાયામાં સારભૂત શું હોઈ શકે? માટે આ કાયાથી ધર્મ સાધી લેવો એ જ સાર છે.
For Private And Personal Use Only