________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
જ્ઞાનનાં આરાધક
| [ ૧૧૧
જંબૂદીપના દક્ષિણ ભારત ક્ષેત્રમાં પદ્મપુર નામે નગર છે. ત્યાં અજિતસેન નામે રાજા છે. તેને યશોમતી નામે પટરાણું છે. તેને એક વરદત્ત નામે પુત્ર થયા. ધાવમાતાથો લાલનપાલન કરાતો તે પુત્ર અનુક્રમે આઠ વર્ષનો થયો, એટલે તેને ભણવા માટે નિશાળે મૂકવામાં આવ્યું. ભણાવનાર ઘણે યત્ન કરે છે પરંતુ વરદત્તને એક અક્ષર પણ ચઢતા નથી, કારણ કે પૂર્વ ભવે જ્ઞાનનો અંતરાય વરદત્ત કુંવરે બાધેલ હતો. અનુક્રમે તે કુંવર યૌવન અવસ્થા પામ્યા. શરીરે કુક રોગથી વ્યાપ્ત હતો તેથી દુઃખો થવા લાગ્યા.
વળી તે જ નગરમાં સાતકોટી દ્રવ્યને માલિક જૈનધર્મી સિંહદાસ શેઠ રહે છે. તેને કપૂરતિલકા નામે સ્ત્રી છે. તેને એક ગુણમંજરી નામે પુત્રી છે. તે જન્મથી રોગિષ્ટ અને મૂંગી છે. તેને ત્યાં અનુક્રમે તે પુત્રી પણૌવનાવસ્થા પામી છે, પણ તેને કોઈ પરતું નથી. તે જોઈ માબાપ દુઃખ ધરવા લાગ્યાં. એવા અવસરે ત્યાં વિજયસેનસૂરિ નામના ચાર જ્ઞાનને ધરનાર-ગુરુમહારાજ પધાર્યા તેમને વાંદવા માટે રાજા પોતાના પુત્ર સાથે આવ્યા તથા નગરના સઘળા લોકો પણ આવ્યા. વાંદીને ધર્મ સાંભળવા સ યોગ્ય સ્થાનકે બેઠા. પછી ગુરૂમહારાજે તેઓને અવસરોચિત ધર્મદેશના આપી કે–હે ભવ્યપ્રાણીઓ નિર્વાણપદને ઈચ્છવાવાળા જીવાએ જ્ઞાનની આરાધનામાં ઉજમાળ બનવું જોઈએ. તે જ્ઞાનની વિવેકશન્યપણે મનથી પણ જે માણસે વિરાધના કરે છે, તે આ ભવમાં વિવેક રહિત તથા શૂન્ય મનવાળા થાય છે. વળી જે વચનથી તેને વિરાધે છે તે આ ભવમાં મૂકપણું પામે છે. જેઓ ભવાન્તરમાં કાયાથી જ્ઞાનનું વિરાધન કરે છે, તેઓ આ ભવમાં દુષ્ટ એવા કોઢ રોગથી પીડાય છે. જેઓ પોતે જ્ઞાનની વિરાધના કરે છે, અને બીજા પાસે કરાવે છે, તેઓના કુળનો ક્ષય થાય છે તથા મનની પીડા વગેરે દુઃખી થાય છે. આ પ્રમાણે ગુરુમહારાજની દેશના સાંભળી સિંહદાસ શેઠે પૂછયું કે હે પ્રભ! મારી પુત્રી ગુણમંજરી કયા કર્મથી મૂંગી થઈ. તેના ઉત્તરમાં જ્ઞાની ગુરુમહારાજે તેના પૂર્વભવની વાત જણાવી તે આ પ્રમાણે.
ધાતકીખંડના મધ્યભરતના ખેટક ગામે જિનદેવ નામનો એક શેઠ રહેતો હતો. તેને સુંદરી નામે સ્ત્રી હતી. તેને પાંચ પુત્રો હતા તથા ચાર પુત્રો હતી. તે પાંચ પુત્રોને ભણાવવા માટે નિશાળે મૂકવામાં આવ્યા, પરંતુ તેઓ કોઈ પણ ભણતા નર્ટી ને મેતાજી મારે ત્યારે ઘેર આવી માતા પાસે રડતાં રડતા ફરિયાદ કરતાં. તે સાંભળી તેની માતા મેતાજીને ઠપકો આપતી ને ક્રોધથી ભણવાનો પુસ્તકો વગેરે બાળી નાખતી હતી. શેઠે આ વાત જાણી એટલે પોતાની સ્ત્રીને કહ્યું કે"તું આ શું કરે છે? પુત્રને અભણ રાખીશ તો કન્યા કોણ આપશે ને વેપાર શી રીતે કરી શકશે.’ એમ શેઠનાં વચન સાંભળી સ્ત્રી પિોતે જ શેઠને કહેવા લાગી કે “તમે જ પુત્રોને ભણાવોને ? શા માટે નથી ભણાવતા ? એમ કરતાં પુત્ર પણ મોટા થયા, પણ અભણ જાણે કોઈ કન્યા આપતું નથી. તેથી શેઠે સ્ત્રીને કહ્યું કે- હે પાપિણી, તે આ પુત્રને મૂર્ખ રાખ્યા તેથી કઈ કન્યા આપતું નથી.' એમ સાંભળી સ્ત્રો ક્રોધમાં આવી શેઠને કહેવા લાગી કે- તારો બાપ પાપી.” શેઠે આ સાંભળી ક્રોધમાં આવી પોતાની સ્ત્રીને મારી. તે સ્ત્રી મારીને આ તારી પુત્રી થઈ છે. તેણે
For Private And Personal Use Only