________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિત્વ બાવની કર્તા-જિનહર્ષ [ રચ્યા સંવત ૧૭૪૮ ]
સંપાદક: અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ. કવિત્વ બાવની ” નામની હસ્તલિખિત પ્રતિ મને આગરાના શ્રી વિજયધર્મલક્ષ્મજ્ઞાનમંદિરમાંથી જોવા મળતાં તેની સુંદર રચના જોઈ જનતા સમક્ષ આ કૃતિ આવવી જોઈએ એમ સમજી આ ઉપદેશાત્મક બાવની વાચકો સમક્ષ મૂકી છે. આ કૃતિના કર્તા શ્રી જિનહર્ષ ખરતરગચ્છીય હતા. તેઓ ખ૦ ગુણવર્ધનના શિ૦ ઉ૦ સોમગાણના શિષ્ય શાંતિ હર્ષના શિષ્ય હતા, એમ તેમની બીજી કૃતિઓ ઉપરથી જાણી શકાય છે. આ કવિએ ઘણાં ગુજરાતી કાવ્યો ને રાસાઓ રચ્યા છે. ચંદનમલયાગિરિ ચોપાઈ, વિદ્યાવિલાસ ચેપઈ, મંગલકલશ ચેપઈ, મત્સ્યોદરરાસ, કન્યાની ચોપાઈ, સીયલ નવાવાડ, જ્ઞાતાસૂત્ર સ્વાધ્યાય, સમાતસિત્તરી સ્તવન, શુકરાજ રાસ, શ્રીપાલરાજાને રાસ, રત્નસિંહ રાજર્ષિાસ, શ્રીપાલ રાસ (નાનો સંક્ષિપ્ત) અવંતિસુકુમાલ સ્વાધ્યાય, ઉત્તમકુમાર ચરિત્રરાસ, હરિબળમાછીને રાસ, વિદ્યાવિલાસ રાસ, વિશસ્થાનકનો રાસ, મૃગાંકલેખા રાસ, સુદર્શન શેઠ રાસ, આજતસેન કનકાવતી રાસ, ગુણકરંડ ગુણાવલી રાસ, મહાબલ મલયસુંદરી રાસ, શત્રુંજય માહામ્ય રાસ, સત્યવિજય નિર્વાણ રાસ, રત્નચૂડાસ, શીલવતી રાસ, અભયકુમાર રાસ, રાત્રિભોજન પરિહારક (અમરસેનજયસેન) રત્નસારપ રાસ, વયરરવાની ઢાલબંધ સજઝાય, જંબુસ્વામી રાસ, સ્થૂલભદ્ર સ્વાધ્યાય, વીસવિહરમાન સ્તવનાનિ, આરામશોભા, નર્મદાસુંદરી મહાસતી સ્વાધ્યાય, વાસુદેવ રાસ, સીતામુકડી, જિનપ્રતિમાદઢ-કરણહુંડી, જસરાજ બાવની, મહાવીર છંદ, વાડીપાર્શ્વનાથ ઘઘરનિસાણી ચોબેલી થા, કવિત્તદુહા, ઋષિબત્રીશી, મેઘકુમાર ચઢાલિયું, કવિત્વ બાવની, અને અનેક નાનીમોટી સઝા વગેરે રચેલાં છે.
તેમનું આટલું મોટું વિપુલ સાહિત્યસર્જન જોઈ તેમના જીવન અને ચારિત્ર્ય સંબંધી સહુ કઈ ઊંચો આંક બાંધી શકે એમ છે. જે કૃતિ અહીં રજુ થાય છે તે પણ કેવળ પાંચ દિવસમાં બનાવ્યાનું કવિ લખે છે. આ સિવાયનું તેમનું ચરિત મળી શકયું નથી. છતાં તેમની બધી કૃતિઓ વાંચવાથી કંઈક મળી આવવા સંભવ છે.
કવિત્વ બાવની
૩ૐકાર માહામ્ય ૩૪ અક્ષર સાર સયલ સંસાર સુણિજે, હ૪ થાનિક સિદ્ધિ પંચ પરમેષ્ટિ થુર્ણિજજો; મંત્ર ધુરે સંકાર જપે મેટા જેગીસર: ૩૪ અક્ષર એક માને ત્રય દેવ નિરંતર; લકાર જાપ જપતાં થકા મન વાંજિત ફલ સંપર્જ,
જિનહર્ષ સિદ્ધિ નવનિદ્ધિ લહં ૩૪ જેહ મન શુદ્ધ ભજે. ૧ ૧ સાંભળો. ૨ થુણ-સ્તુતિ કરે. ૩ શ્રેષ્ઠ.
For Private And Personal Use Only