________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ i ૪૨] =
શ્રી હેમવિજયજીએ રચેલા ગ્રંથની યાદી ૧ પાર્શ્વનાથ ચરિત્ર સં. ૧૬૩૨ ૧૦ વિજયસ્તુતિ ૨ ઋષભશતક સં. ૧૬૫૬ ૧૧ વિજયપ્રશસ્તિ મહાકાવ્ય ૩ કથા રત્નાકર સં. ૧૬૫૭ ૧૨ કીર્તિકલ્લોલિની જ અતિમુક્તામહોદધિ
૧૩ શત્રુંજયના આદિનાથના મંદિરમાંની ૫ સુક્તરત્નાવલી
પ્રશસ્તિ ૬ સભાવ શતક
૧૪ ખંભાતના મંદિરની પ્રશસ્તિ ૭ ચતુર્વિશતિ સ્તુતિ
૧૫ જબૂદીપ પ્રાપ્તિની કલ્પરિણાવળી ૮ સ્તુતિ ત્રિદશતરંગિણું
(ધર્મસાગર ઉ.) પ્રશસ્તિ ૯ કસ્તુરી પ્રકર
૧૬ કમળવિજય રાસ
[ પૃષ્ઠ ૩૭ માનું અનુસંધાન ] એક વખતે નાગકેતુ જિન-મંદિરમાં જિનેશ્વરદેવની હૃદયના ઉલ્લાસ પૂર્વક પૂજા કરી રહ્યા હતા. તે સમયે તેમનો આત્મા પ્રભુ ભક્તિમાં એટલે બધે ઓતપ્રેત થઈ ગયેલ હતો કે બીજો વિચાર જ તેમના મનમાં આવતા ન હતા. આ વખતે તેમણે પ્રભુની પુષ્પ પૂજા કરવા સારૂં , જાત જાતના રંગબેરંગી સુંગંધી પુષ્પથી ભરપૂર કરંડીયામાં પિતાનો કોમલ હાથ નાખ્યો. હાથ નાખતાંની સાથે જ અંદર રહેલા ઝેરી નાગે નાગકેતુના હાથને ડંખ માર્યો. છતાં પણ એ પુણ્યાત્મા પ્રભુ ભકિતથી કિંચિત્ ચલાય માન ન થયાં. ધન્ય છે એમના હૃદયની ધીરતાને ! એમનું હૃદય તો ઉલટું સભાવનાથી વધુ ને વધુ વાસિત થવા લાગ્યું. તેમને આત્મા ઉંચ્ચતમ શ્રેણીયે ચઢતે ગયો અને એ ઉચ્ચતમ ભાવનાના પ્રતાપે તેમણે ત્યાં ને ત્યાં જ ઘાતિકર્મને ચકચૂર ક્યોં. અંતરના રાગદ્દે પાદિ રિપુઓને જીતવાથી તેમને લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. દેવતાઓનાં આસન ચલાયમાન થયાં. ગગન મંડલ દેવ-દુંદુભીએથી ગાજી ઉઠયું. મનુષ્યલોકમાં દેવનાં આગમન થયાં, એ કેવલજ્ઞાની મહાપુરૂષને શાસનદેવે મુનિવેષ સમ. સૌએ તેમના ચરણે શિર ઝુકાવ્યાં. નાગકેતુ મહર્ષિએ સુધાસમી વાણીને વરસાદ વરસાવ્યો. બાદ એ મહર્ષિ અન્યત્ર વિહાર કરી ગયા. ભૂતલ ઉપર વિહાર કરતા તે મહર્ષિએ અનેક ભવ્ય જીવને તાર્યા અને પ્રાંતે સકર્મને ક્ષય કરી મુકિતપુરિમાં સીધાવ્યા.
ધન્ય છે એ નાગકેતુ મહીને અને તેમના અઠ્ઠમ તપને !
For Private And Personal Use Only