SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાપુર અ ૧ ]--- = ર૭] ગુણરાજ સાથે (ચિતોડમાં સિંગર ચાવડી નામનું હાલમાં ખંડિએર જિનાલય હયાત છે તે બંધાવનાર) ચિતેડના કુંભકર્ણ રાણાના વેલાક ભંડારી અને ધર્મસિંહ એમ ત્રણ જણ સંઘ લઈને વિ. સં. ૧૫૦૫ માં અહીં આવેલા. વેલાક અને ધર્મસિંહે ચેગમની ચેરાસીમાંની ૮૨ દરીઓનાં શિખરે બંધાવ્યાં. ધરણશાહે રાશી ભૂમિ મંદિર તૈયાર કરાવેલાં હતાં, પણ દહેરીઓ ઉપર્યુક્ત સંઘપતિઓએ કરાવેલી. ધરણશાહને ૯૯ લાખ સોનૈયાનો ખર્ચ થએલે. ત્રેસઠ વર્ષ સુધી એ મંદિરનું બાંધકામ ચાલ્યું ત્યાં સુધી એ ભાગ્યશાળી ધરણશાહ હૈયાત જ હતા–એટલું દીર્ધ આયુષ્ય એમણે ભોગવેલું. એ અગાઉ પણ સુમારે ૪૦ વર્ષની ઉંમર ધન પ્રાપ્તિમાં વ્યતીત થએલી હોવી જોઇએ એ હિસાએ અનુમાનથી સં. ૧૩૮૩ ની આસપાસમાં તેમનો જન્મ થએલો હશે. વિધમઓના હુમલા સમયે મૂર્તિખંડન થાય ત્યારે એ સ્થાને બીજી પ્રતિમા સ્થાપન કરી શકાય તથા એ પ્રતિમાઓને એવા સમયે છુપાવી શકાય તે માટે એમણે ભૂમિમંદિરની જના ઘણી જ દીર્ધ દષ્ટિ વાપરીને કરેલી હતી. એ મંદિર સં. ૧૫૫ સુધીમાં પૂર્ણ ન થયું અને પિતાનું અવસાન નજીક છે એમ જાણી તેમણે મોટા ભાઈ રત્નાશાહની રત્નાદે સ્ત્રીથી થએલા લાખા, મજા, સોના અને સાલિંગ તથા સાલિંગના પુત્ર સહસા (જેને માળવાના સુલતાન ગ્રાસદીને મહામંત્રી બનાવેલ તે ) તથા પોતાના પુત્ર જન ને જાવાદિને ભેગા કરી કહ્યું કે “આ મંદિર પૂર્ણ થયું નથી, તેથી મારા આત્માને શાંતિ નથી થતી. તે સાંભળી તેમણે વચન આપ્યું કે જ્યાં સુધી આ જિનાલયનું પૂર્ણ બાંધકામ ન થાય ત્યાં સુધી સુવર્ણપાત્રમાં અમો તથા અમારા વારસ જમશે નહિ અને પગમાં સુવર્ણાલંકાર પહેરશે નહિ.” અત્યારે (સં. ૧૯૯૩ સુધી) પણ તે દહેરીઓ અધૂરી છે એટલે કે તેનાં શિખર, થએલ નથી. તેમના વારસામાં છગનલાલભાઈ વગેરે છે તે તે સ્થળથી દશેક મેલ પર આવેલા ઘાણરાવમાં રહે છે અને ધંધા મુંબઈ ખાતે કરે છે. તે પણ તે નિયમ પાળતા આવ્યા છે. તેમનું સંધમાં હજુ પણ એટલું સન્માન છે કે ફાગણ વદી ૮ ના મેળા વખતે નવી ધજા તે હાજર એમને જ ચઢાવવા દેવાને રીવાજ પળાય છે. એ શેઠની નમ્રતાનો નમુનો ખાસ જોવા જેવું છે. આટલું બધું દ્રવ્ય અને સમયને ભોગ આપનાર માણસે પિતાના નામની મૂર્તિ, આબુ પરની વિમલ વસહીની મૂર્તિ જેમ, ન બનાવતાં એક થાંભલામાં પૂર્વાભિમુખ એકાદ હાથની આકૃતિ યુગાદીશ્વર ઋષભ દેવની સામે હાથ જોડી ઉભી રાખેલી બનાવી છે. એ મંદિરમાં ૧૪૪૪ થાંભલાઓ છે. જે ગણતાં ભલભલા ગણત્રીબાજે પણ ભૂલા પડે તેવી તેની ગોઠવણ છે. એ દરેક સ્થંભની કોતરણી એક બીજાથી અલગ અલગ છે. કેટલાંક તારણો હાલમાં હયાત છે. એમાં વાપરેલ પત્થર ત્યાંથી સુમારે ૧૫ મૈલ પર આવેલા નાણું ગામ પાસેના ડુંગરમાંની ખાણને છે. એ પાષાણુ સંગેમરમર નથી પણ તેનાથી બીજા નંબરે ઉતરતો છે. છતાં તેમાં અજબ કોતરકામ થએલું છે. એના ઘુમટનું કોતરકામ આબુના વિમલવસહીની યાદ કરાવે તેવું છે. For Private And Personal Use Only
SR No.521550
Book TitleJain Satyaprakash 1939 09 SrNo 50
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy