________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમઆહર્ત ક પરમ માહેશ્વર?
લેખક-શ્રીયુત મોહનલાલ દીપચંદ ચેકસી હાલમાં મહારાજા કુમારપાળ જેનધર્મી નહોતા પણ પિતાના પૂર્વજોની માફક શૈવધર્મને માન આપનારા હતા, એવું પુરવાર કરવા સારૂ ઠીક ઉહાપોહ જ છે. એ સંબંધમાં પ્રભાસપાટણના શાસ્ત્રી હરિશંકર પ્રભાશંકરે એક લાંબે લેખ ફાર્બસ ગુજરાતી સભાના ત્રિમાસિકમાં લખે છે. વળી એ સભા તરફથી “પરમમાહેશ્વર રાજા કુમારપાળ” એ નામથી ઉક્ત લેખ એક જુદી પુસ્તિકા આકારે પ્રગટ કરવામાં આવેલ છે.
શાસ્ત્રી મહાશયે સોમનાથ મંદિરની એક પ્રશસ્તિ પરથી રાજવી કુમારપાળ પરમ માહેશ્વર જ હતા અને ઉક્ત મંદિરના આચાર્ય ભાવબૃહસ્પતિ એક મહાન વિદ્વાન હતા એવું પુરવાર કરવા યત્ન સેવ્યો છે. એ સારૂ કેટલાંક છુટાછવાયાં તામ્રપત્રો અને મહાકાળી મંદિરના લેખને આગળ ધરવામાં આવેલ છે. જો કે એ સબંધમાં સચેટ રદિયો આપવાનું કાર્ય તે પુરાતત્ત્વવિદોનું અને ઇતિહાસ સર્જકનું છે, છતાં મારી સામાન્ય પ્રજ્ઞાથી આખુંયે લખાણ વાંચતાં જે કેટલીક અસંગતતા જણાય છે તે દર્શાવવાનો પ્રયાસ કરવો ઉચિત ધારું છું.
આ લેખ વાંચતાં મગજ પર એક જ છાપ પાડવાનો લેખકને આશય જણાય છે કે–પ્રશસ્તિ ને તામ્રલેખના આધારે કુમારપાળ રાજા પરમ માહેશ્વર જ હતા, અને સોમનાથ મંદિરને ઉદ્ધાર તેમણે ભાવબૃહસ્પતિની પ્રેરણાથી જ કર્યો હતે. વળી એ આચાર્ય એટલા પ્રખર વિદ્વાન હતા કે તેમની સામે શ્રીમદ્ હેમચંદ્રસૂરિ પણ પરાજય પામ્યા હતા. અને જેને પ્રબંધકારે એ જે જે વાતે શ્રી હેમચંદ્રસૂરિના નામે ચઢાવી છે તે સર્વ જૈન ધર્મને પ્રભાવ દર્શાવવાના સાંપ્રદાયિક મેહથી ઉભી કરેલી છે !
શાસ્ત્રી મહાશયના મતે પ્રબંધચિંતામણિકાર શ્રી મેરૂતુંગસૂરિ અને કુમારપાળ પ્રબંધન કર્તા શ્રી જિનમંડનગણિનાં લખાણોમાં કેટલેક સ્થળે જુદી જુદી વિગતો આલેખાયેલી છે એટલે ઉભયનાં લખાણ પર પૂરતું વજન મૂકવું ભૂલભર્યું છે ! તેમને શ્રી હેમચંદ્રસૂરિની વિદ્વત્તા, યશકીર્તિ અને ભૂપ કુમારપાળ પરની પાભાવિકતા એટલી હદે ખૂચે છે કે તેથી કોઈ પણ જાતના આધાર વિના ‘શ્રી હેમચંદ્રસૂરિ પ્રભાસપાટણ આવ્યા જ નથી, “થંભતીર્થમાં શ્રી હેમચંદ્રસૂરિએ કુમારપાળનું ભવિષ્ય કહ્યું જ નથી” અને “જે કંઈ લખાણ પ્રબંધ કે ચરિત્રકારોએ આલેખ્યું છે તે કેવળ પોતાના ધર્મની પ્રભાવના કરવાના ઈરાદાથી જ છે' એવાં અનુમાન કરવા તેઓ દોરાયા છે.
એક તરફ વિચાર કરતાં જણાયા વગર નહીં રહે કે જે જેને શ્રમણોએ પિતાની કૃતિઓમાં કેવળ એતિહાસિક દષ્ટિથી નહિં પણ સાહિત્ય સર્જનનો પ્રવાહ નવપલ્લવિત રાખવાના ઈરાદાથી આવી જતના ગ્રંથની સંકલના ન કરી હોત તો આજે એ દ્વારા ગૂજરાતના ઇતિહાસના જે આંકડા મેળવવાના મળે છે એમાંનું કંઈ પણ હોત નહીં ! અર્થાત ગુજરાતમાં થઈ ગયેલા-- રાજવીઓ, તેમજ પ્રજાનાં જુદાં જુદાં અંગે અને
For Private And Personal Use Only