SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧૨] શ્રી નમસ્કાર મહામંત્ર-મહાગ્યા [૫૯] જેવી રીતે કાળ કરે છે તેવી રીતે સિદ્ધ થાય છે. સિદ્ધોનું સંસ્થાની અમુક પ્રકારનું નિશ્ચિત હોતું નથી; તેથી એ સંસ્થાનનું નામ અનિત્યંથ આપેલું છે. જ્યાં એક સિદ્ધ હોય ત્યાં અનન્તા સિદ્ધ હોય છે, તેઓ અ ન્યને અવગાહીને રહેલા છે, અને સર્વે લોકાન્તને સ્પર્શ કરીને રહેલા હોય છે. તેઓ દારિકાદિ પાંચ શરીરથી રહિત છે, ઘન પ્રદેશવાળા જેવો છે, જ્ઞાન અને દર્શનમાં ઉપગવાળા હોય છે, કેવલજ્ઞાનના ઉપયોગથી સર્વ પદાર્થના ગુણ અને પર્યાયને જાણે છે, અને કેવલદર્શનથી સર્વ કાંઈ જોઈ રહ્યા છે. એમનું સુખ અનન્ત છે, તે એટલું અપરિમિત છે કે સર્વ કાલના દેવતાના સમુદાયનું સુખ અનન્તગણું કરીએ, અને તેને અનન્સી વખત વગેવર્ગિત કરીએ તે પણ તે મુક્તિના સુખની તુલના પામે નહિં (આ. ૯૮૧). એમના સુખનું વર્ણન ઉપમાના અભાવથી કઈ પ્રકારે વર્ણવી શકાય તેવું નથી. કૃતકૃત્ય હોવાથી એમને સિદ્ધ એ નામથી સંબોધાય છે, કેવલજ્ઞાનથી સર્વ ભાવે જાણતા હોવાથી બુદ્ધ પણ કહેવાય છે, ભવાર્ણવ પાર પામેલા હોવાથી પારગત પણ કહેવાય છે, ચાદ ગુણસ્થાનના કેમે ઉપર ચઢેલાં અથવા કંચિત્ કર્માક્ષરોપશમાદિથી સમ્યમ્ દર્શન, પછી જ્ઞાન અને પછી ચારિત્ર એ પ્રકારે પ્રગતિ કરેલા હોવાથી પરંપરાગત પણ કહેવાય છે, તેમજ સકલ કર્મથી વિમુક્ત થવાથી ઉન્મુક્તકર્મ કવચ તરીકે પણ ઓળખાય છે. એ સિવાય અજર, અમર, અસંગ એ નામથી પણ એમને બેલાવાય છે. આવાજ અનન્ત ગુણને દરિયા સમાન શ્રી સિદ્ધ ભગવાનોને કરે નમસ્કાર હજારે ભવી મુકાવે છે, બેધિબીજને લાભ આપે છે. અપધ્યાનને દૂર કરે છે, અને પરમમંગળરૂપ છે. એ સિદ્ધ ભગવાનની આપણે કિંચિત્ પ્રાર્થના કરી લઇએ જે યોગીન્દ્રો, અરિહંત હો કે સામાન્ય કેવલી હૈ, સમુઘાત કરીને કે કર્યા વગર આત્મપ્રદેશને સ્થિર કરવા રૂપ શૈલેશકરણ કરીને અગી કેવલી થાય છે, અને આક્ષયના કાળ પહેલાં છેલ્લા બે સમયમાં નામ આદિ અધાતિ કની છર પ્રકૃતિએનો ક્ષય કરી છેલ્વે સમયે બાર કે તેર પ્રકૃતિઓને ક્ષય કરી મોક્ષને પામ્યા તે સિદ્ધભગવતો મને સિદ્ધિ-મુક્તિ આપે. જેમની છેલ્લી અવગાહના પિતાના શરીરના ત્રીજા ભાગ જેટલી ન્યૂન છે, અને તેટલી અવગાહના સાથે જેઓ એક સમયમાં લેકના અગ્રભાગે પહોંચી ગયા છે તે સિદ્ધ ભગવાને મને સિદ્ધિ આપે. ધનુષમાંથી છોડેલા બાણની જેમ પૂર્વ પ્રયોગથી, મળ રહિત થયેલા અલાબુએટલે ૧ જુઓ આ. ગા. ૭૪. ૨ જુઓ વિ. આ. ગા. ૧૭૬આ. મા. ૯૭૫-૭૬ નઓ મા. મા. ૭ થી ૮૪, ૪ જુઓ આ. ગા. ૨૯૭ ૫ જુઓ આ. ગા. ૯૮૮ થી ૯૨ ain Education Intertઇ સિરિયાવહ ગ, s૨૨૭ થી ૧૨૩૫, Por Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521548
Book TitleJain Satyaprakash 1939 07 SrNo 48
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy