________________
[૫૨૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
=
=
કુબુદ્ધિના લાભ (અધી) જેનાથી અથવા નાશ પામ્યા છે કુત્સિત ધ્યાન (અ+
ધ્યાય ) જેનાથી તે ઉપાધ્યાય એ પણ અર્થ થઈ શકે; (૪) જેઓ સ્વ અને પારને હિતકારી ઉપાયના થાય એટલે ચિન્તવનાર છે તે ઉપાધ્યાય એ અર્થ પણ થઈ શકે.
પરંતુ સાધારણ રીતે ઉપાધ્યાય શબ્દને અર્થે કરવામાં આવે છે તે આ મુજબ છે. શ્રી જિનેશ્વર ભગવાને એ જે બાર અંગ રૂપ સ્વાધ્યાય પ્રથમ કહે છે. અને જે ગણધર ભગવાનોએ પરંપરાએ ઉપદેશેલે છે, તે સ્વાધ્યાયનો સૂત્રથી શિષ્યને જેઓ ઉપદેશ કરે છે તેઓ ઉપાધ્યાય કહેવાય છે. આવા ઉત્તમ મહાનુભાવ હિતકારી ઉપાધ્યાય મહારાજનું આપણે કાંઈક ધ્યાન કરીએ.
જે દ્વાદશાંગરૂપ સ્વાધ્યાયના પારગામી છે, જે તેના અને ધારણ કરનારા છે, અને જે સૂત્ર અને અર્થ એ બન્નેના વિરતારમાં હંમેશાં રક્ત હોય છે તે ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન ધરું છું.
જેઓ પથ્થર સમાન શિને પશુ, સૂત્રરૂપ તીણ શાસ્ત્રની ધારથી, સર્વ લોકોના પૂજનીય બનાવે છે તે ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન ધરું છું.
મેહરૂપી સર્પથી દશાયેલા હોવાથી જેઓનું આત્મજ્ઞાન નષ્ટ થઈ ગયેલું છે તેવા જીવોને પણ વિષવૈધોની માફક જેઓ ચૈતન્ય આપે છે તે ઉપાધ્યાય ભગવાનને હું ધ્યાઉં છું.
અજ્ઞાનરૂપ વ્યાધિથી પીડાયલા પ્રાણીઓને જેઓ મહા વૈદ્યની માફક ધૃતરૂપ ઉત્તમ રસાયણ આપે છે એવા ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન કરું છું.
ગુણરૂપ વનેને નાશ કરનાર જાતિમદ આદિ આઠ મદરૂપી માન્યસ્ત હાથીઓને વશ કરવા માટે અંકુશ સદશ ઉપાધ્યાય ભગવાનોને હું થાઉં છું.
બીજા દરેક પ્રકારના દાનનો ઉપયોગ એક દીવસ, મહિને કે એક જીંદગી પર્વત હેય છે એવું જાણીને જે મહાત્માઓ છેઠ મુક્ત પર્યત લઈ જાય એવું જ્ઞાનરૂપી દાન સદા આપ્યા કરે છે તે મુતજ્ઞાનના દાતા ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન ધરું છું.
અજ્ઞાનથી મીંચાઈ ગયેલા નેત્રે જે ઉપકારી ગુરૂમહારાજે પ્રશસ્ત શારૂપી શઆવડે સારી રીતે ખુલ્લાં કરી દે છે તેઓનું હું ધ્યાન કરૂં છું.
બાવનાચંદનના રસ જેવાં શીતલ વચને વડે મિથ્યાત્વ, અવિરતિ અને કષાયરૂપ પાપના તાપથી સંતપ્ત થઈ રહેલા લોકોને સર્વ તાપને જેઓ દૂર કરી શીતલતા ઉપજાવે છે તે મહાત્મા ઉપાધ્યાય ભગવંતેનું ધ્યાન ધરું છું
જેઓ આખા ગણુ સમુદાયની ચિંતા રાખનારા છે, જેઓ આખા ગણ સમુદાયને તૃપ્તિ કરનાર છે, જેઓ આચાર્યપદની ગ્યતાવાળા હોઈ ભવિષ્યમાં આચાર્ય થવાના છે તેથી રાજકુમાર તુલ્ય કહેવાય છે અને જેઓ શિષ્ય વર્ગને વાચા આપે છે તે ઉપધ્યાય ભગવાન જરૂર નમસ્કાર કરવા યોગ્ય છે અને તેમને હું નમસ્કાર કરું છું.
૧ જુઓ વિ. સ. મા. ૧૭ આ. મા. ૨૭
૨ જાઓ રિહરવાલ કહા ગા, ૧૨૪૫ થી ૧૨૫૩ Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org