________________
અંક ૧૦-૧૧]
આપણી જ્ઞાન પર
દનમાં જૈન ભાઈ-બહેનની તેમણે જે ક્ષમા માગવાની વાત લખી છે તેથી તેમને પિતા ક્ષમા માગ્યાને આત્મસંતાપ ભલે થયું હોય પણ તેથી જૈન ભાઇબહેનની દુભાએલી લાગણીનું જરાય નિવારણ નથી થતું. જે નિમિત્તથી દુઃખ ઉત્પન્ન થયું હોય તેને એવાને એવા રૂપે ચાલુ રાખવું અને સાથે સાથે ક્ષમા માગવી એને કશે અર્થ ન હોઈ શકે.
શ્રી ગોપાળદાસ ભાઈ પિતાના નિવેદનને આ વિસંવાદ સમજે તેમજ તેમને પિતાની માન્યતાને યોગ્ય રીતે ફરી વિચારી જોવાનો અવસર મળે એ ઈચ્છા પૂર્વક આ નિવેદન પૂરું કરીએ છીએ.
આપણી જ્ઞાન-પરબો લેખક–શ્રીયુત:કેશરીચંદ હીરાચંદ ઝવેરી સુરત જેન પરંપરામાં જિન-પ્રતિમા, જિન-મંદિર અને જિન-આગમને પરમ આરાધ્ય તરીકે વર્ણવવામાં આવેલ છે. આ રીતે શ્રુતજ્ઞાનને આરાધ્ય સ્થાન આપવામાં આવ્યું છે.
જિન આગમ મૂળ અને તેને અંગેનાં નિર્યુક્તિ, ભાખ્ય, ચૂર્ણિ અને ટીકા એ ચાર મળીને પંચાંગી કહેવાય છે. અને એ સમગ્ર જૈન શાસ્ત્રોનાં મૂળ તરીકે લેખાય છે. આ પંચાગી પછી ન્યાય, વ્યાકરણ, ખંડનમંડન, ઉપદેશ, જ્યોતિષ શિલ્પ વગેરે વિષય ઉપરના વિદ્વાન પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથે આવે છે કે જે એ પૂજ્યએ શ્રુતજ્ઞાનની આરાધના નિમિત્તે રચ્યાં છે. આ રીતે પૂર્વાચાર્યોએ રચેલા અને તેમના તફ઼થી અમૂલ્ય વારસા તરીકે મળેલા ગ્રંથરત્નોને સુરક્ષિત રાખવા માટે અનેક સ્થળે જ્ઞાન ભંડાર સ્થાપવામાં આવેલ છે, જેને આપણે આપણું જ્ઞાન-પરબ તરીકે લેખી શકીએ, કે જ્યાં ગમે તે જ્ઞાન પિપાસુ પિતાની જ્ઞાન-પાને સંતુષ્ટ કરી શકે છે.
પૂર્વકાળમાં અનેક વિધાપ્રેમી રાજામહારાજાઓ, અમાત્યો અને ધનિક શ્રેષ્ઠીઓએ આ મુતજ્ઞાનની સેવા કરવામાં, તેને ઉત્તેજન આપવામાં, તેને ઉદ્ધાર કરવામાં અને તેને સુરક્ષિત કરવામાં ખૂબ ફાળો આપ્યો છે. મહારાજા કુમારપાળે અનેક ભંડાર સ્થાપી અનેક પ્રતે લખાવી છે. મંત્રીશ્વર વસ્તુપાળે અને તેજપાળે પણ અનેક ભંડાર સ્થાયી છે, અરે, અનેક પૂર્વાચાર્યોએ અનેક ગ્રંથ રચવા ઉપરાંત પોતાના જ હાથે ગ્રંથે લખીને ભંડારને સમૃદ્ધ બનાવ્યા છે, અને એના જ શુભ પરિણામ રૂપે આજે આપણી પાસે આટલે મે સાહિત્ય-ખજાને વિદ્યમાન છે.
અત્યારે અનેક ગામમાં આવા પ્રાચીન તેમજ નવા જ્ઞાનભંડારે વિદ્યમાન છે, જેની વ્યવસ્થા તે તે ગામના શ્રી સંઘના આગેવાનોના હસ્તક જોવામાં આવે છે. પણ આ બધા ભંડારે તેવા છતાં તેનો ઉપયોગ દરેક વિદ્વાન મુશ્કેલી વગર કરી શકે એવી વ્યવસ્થા કરવાની હજુ બાકી છે. એટલે આ બધા ભંડારેને વધારેમાં વધારે લાભ જનતા લઈ શકે તેવી એક વિશાળ પેજના તૈયાર કરવી જોઈએ.
આપણે જોઈએ છીએ કે અત્યારે જૈન તેમજ જૈનેતર આલમમાં જૈન સંસ્કૃતિના અભ્યાસને તેમજ જેની માહિત્ય અને પુરાતત્ત્વની શોધખોળ કરવાને રસ ઠીક ઠીક
પ્રગતિ કરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં એવા અભ્યાસીઓને ઉપયોગી થઈ પડે એવી Jain Ecગમે તે યોજના જરૂર આવકાર દાયક થઈ પડેdsonal Use Only
www.jainelibrary.org