________________
[ ૫૫૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
{ = ૪
કૈવલજ્ઞાન પ્રગટ થયું અને તે પરમપદ પામ્યા–મેક્ષે સિધાવ્યા. રાજસેવક આ જોઇ અયએ પામ્યા, એ જડ જેવા થઈ ચામડી લઈ ઘેર આવ્યા.
( ૫ )
આજે રાજમહેલનાં એક યુવાન જોડલું ચોધાર આંસુએ રડે છે. એ યુવાન જોડલું તે યુવાન રાજા અને રાણી !
રાજા વિલાપ કરતા હતા. અરે રે, મારા રાજ્યમાં આવેલા સાધુને મેં ન ઓળખ્યા, ધિક્કાર છે મારા આ જીવનને ! પ્રભા, મને આ ધાર પાપકર્મથી બચાવ !
રાણી કહે છે: ખરે રાળ, તને વિચાર પણ ન આવ્યે હું શું કરાવુ છું. આટલા આટલા દિ સાથે રહ્યા છતાં મને ન એળખી ? આ જીંદગીમાં તારા સિવાસ ખીજાનું સ્થાન નથી થયું. અરે રાજા, મે... તે સ્વપ્નમાં પણ પરપુરૂષની વાંચ્છા નથી કીધી. મારા ભાઇ જેવા ભાઈને આ રીતે હણાત્મ્ય ! તને દયા કે શરમ પણુ ન માવી ! મને પૂછ્યું તા હતુ કે સાચી હકીકત શું છે. હું તેા ધારતી હતી કે ભાઈ ને હમાં વંદના કરવા જઇશ. તમને સાથે લઈ જઇશ અને ખૂક્ષ્મ રાજશાહી સ્વાગતથી મારા મહેલે તેમને પધરાવીશ. એ સાધુ થયે ત્યારે મારા દુરાગ્રહે હું ઘેર ન્હાતી ગઇ. આટલા વર્ષે ભાઈનું માઢુ જોયું. પણ વિધાતા વાંકી એમાં કાઇ શું કરે?
આમ બંને જણાં એકલાં એકલાં રૂદન કરતાં હતાં. એટલામાં વાત એમ બની કે રાજસેવક ચામડી લઈ આવ્યા પછી થાડીવારે એ જ સાધુની લેાહીભીની મુહપત્તી એક પખી માંસના લોચાની લાલચે ઉપાડી લાવેલું, પણ તેમાં રસ ન પડવાથી અધવચ્ચે નાખી દીધું અને બરાબર રાણીના આંગણામાં જ પડ્યું. રાણીએ તે કપડુ જોયું. એણે ભાઈનું કાહી ઓળખ્યું; એને એમાં ભાઇના લોહીની ગંધ આવી. એણે એ શાતિભીનુ લુંગડું ઉખેળ્યુ. એ મુહપત્તી હતી. જૈન સાધુ જ આવું વસ્ત્ર રાખે છે એનું એને નાન હતું. સાધુજી તે આજે ભાઈ જ આવ્યા હતા. એને ચોક્કસ થયું આ ભાઈની જ લેહીથી ખરડાએલી મુહુપત્તો છે. એ બહુ ચકાર હતી, ક્ષણવારમાં એ બધુ સમજી ગઈ. હું આ સાધુજી સામે જોઈ રહી અને પ્રેમગોષ્ટી નીરસ બની એટલે એ રાજા છાનામાના ચાય ગયે. મારા આ વર્તનથી એ વહેમાયા, એણે મારા ઉપર અને મારા ભાઇ ઉપર અણુછાજતાં આરા! ઘડી કાયા અને આ સજા કરી. અસ બધુ પતી ગયું. પ્રસંગ સમજતાં જ એણે પછાડ ખાધી અને પથ્થર પણ રડે એવું કહ્યુ રૂદન માંડયું. રાજાના પણ દુઃખ અને પશ્ચાતાપને પાર ન રહ્યો.
રૂદન કરતાં કરતાં પણ રાણી પોતાના ભાઈની વીરતા, ધીરતા અને સમતાને ધન્યવાદ આપતી હતી. ગમે તેમ તેય સિંહનું બચ્ચું ! એણે નાકરને ખેલાવી બધું પૂછ્યું. રડતે હૃદયે એણે કહ્યું શું કહું બા? એ તે માનવી નંહે પણ દેવ હતા. અરે મે હથિયારથી ચામડી ઉતરડવા માંડી ત્યારે એણે મને કહ્યું “ભષ આ ચામડી બહુ જ કૃષ અને કહ્યુ
થઇ ગઈ છે. તને એ ઉતારતાં દુ:ખ થશે.’
રાજા તે આવી વીરતા સાંભળી આભા જ બની ગયા.
અન્તે એ બન્નેએ પેાતાના પાપનું પ્રાયશ્ચિત કરી સાધુપણું સ્વીકાર્યું, રાજપાટ છેાડી
દીધું': ગામ આખું આ બેનના ભાઇની સાધુતાને વંદી પાવન થયું !
N. www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International