________________
(૫૫૨]
શ્રી જન સત્ય પ્રકાશ
એ ઘેર આવ્યા. એના મુખ ઉપર આજે અપૂર્વ રમીત ફરતું હતું. એને ખાત્રી હતી કે વિજય જરૂર મારે છે! ઘેર આવી રાજવી માતા-પિતાને પગે લાગી તેણે કહ્યું “તમે મારાં સાચાં મા બાપ હો તો આજે જ મને સાધુ થવાની રજા આપે. હું એક માતાના ગર્ભમાં આવ્યો છું. હવે ફરી મારે બીજી વધારે માતાના ગર્ભમાં ન આવવું પડે એમ તમે ઈચ્છાતા હે તે મને અત્યારે જ સાધુ થવાની રજા આપે ! માતા, આ સંસારનાં કારમાં દુખો તમે તે ઘણાં અનુભવ્યાં છે, મેં અનુભવ્યાં નથી પણ સાંભળ્યાં છે, તે મને એ દુખમાંથી મુક્ત કરવા તમે વાંછતા હો તે હમણાં જ મને સાધુ પદ અપાવે. પિતાજી તમે મને કુશળ યુદ્ધ ખેલાડી તરીકે અમર રહેતો જેવા ઈચ્છતા હે તે આ બાહ્ય શત્રુઓ કરતાં આંતર શત્રુઓ, જે ઘણું જબરા અને અજેય મદોન્મત્ત છે. તેમને જીતવાના માર્ગે જવાની રજા આપો ! મને ખબર છે કે સંયમ પાળવો કહેવા જેટલો સુલભ નથી. ટાઢ, તડકો અને વર્ષોનાં અનેક કષ્ટો સહન કરવાં પડશે, પણ એ બધું રાજીખુશીથી સહન કરી સાચે વીર બનીશ! માટે મને હમણાં ને હમણાં જ રાજીખુશીથી રજા આપે.
રાજા અને રાણી આ સાળી ક્ષણભર તે થંભી જ ગયાં! શું આ જ આપણે મેજી અને વિલાસી રાજકુમાર અંધક! આ તે સાચું છે કે સ્વનું છે ! આવી વાત સાંભળવી એમને માટે સ્વભાવિક ન હતી પણ છેવટે એ સત્ય એમને સ્વીકારવું પડયું. મેહના આવેશે ક્ષણભર તે તેમને દબાવ્યાં, કિન્તુ એ ક્ષત્રિય હતા ! પુત્રની વાત તેમને સાચી લાગી. પુત્રની વીરતા અને ત્યાગ સંભળી એ ખુશી થયાં. પિતાનું તે થવાનું હોય તે થાય, પણ પુત્ર ભલે પિતાને જન્મ સુધાતે એમ જાણી રાજીખુશીથી મહોત્સવ પૂર્વક દક્ષા અપાવી, જાણ પુત્રને લગ્નોત્સવ ઉજવે. હેતાળ માતપિતા સાતટને એકને એક પુત્ર ઘરબારી મટીને ત્યાગી બન્યું. રાજમહેલ સૂના પડયા. !
એ બંધક રાજકુમાર મટી હવે તો ખધક મુનિ બન્યા. જે રાજકુમાર સવામણી તળાઈમાં છત્રપલંગમાં તો તે આજે એક સંથારા ઉપર ભૂશિશયન કરવા લાગ્યા. વિવિધ જાતની વાનગી જમતે તે આજે તપ કરી પારણામાં લુખસુકું જે મલ્લું તેથી નિર્વાહ કરવા લાગ્યા. જે રોજ મહામૂલાં કપડાં પહેર, ઋતુ ઋતુનાં જુદાં વસે પહેરતા તે આજે જીર્ણ વસ્ત્રો પહેરવા લાગ્યા. આ રીતે તે પાદવિહારી બની સાધુએની સાથે વિચારવા લાગ્યા. એ લુપુષ્ટ અને ભરાવદાર દેહ તપ અને આકરા ત્યાગ સુકાઈ જઈ ધીમે ધીમે માત્ર હાડકાં દેખાવા લાગ્યાં. છતાં બ્રહ્મચર્ય અને તપના પ્રભાવે તેના મુખ ઉપર કોઈ અપૂર્વ જ્યોતિ ઝળહળતી હતી.
એની ચાલમાં હવે પહેલાને કેશરીસિંહને ભેદ નથી. અત્યારે તો એ ચાડ્યું છે ત્યારે એના શરીરના હાડકાં ખડખડે છે. એ પંચસમિતિ પૂર્વક ચાલે છે.
એક વાર એ ત્યાગમૂતિ વિહાર કરતા કરતા પોતાની બહેનના સાસરાના નગરમાં જઈ ચઢયા. એમને હેવી ઈચ્છા બહેનને મલવાની કે નડતી ઇચ્છા બહેનને ઘેર જવાની ! પણ બન્યું એમ કે રાજ અને રાણી સ્કુલના ઝરૂખામાં બેસી સામેની કુદરત નીહાળતાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org