________________
અંક ૯]
જૈનદર્શનમાં વાદનું સ્થાન
(૪૮૧]
સ્થિતિ જ એવા પ્રકારની ઘાએલી હોય છે કે તેઓ યુક્તિ યા નક્કર દલીલને પણ પિતાના મતવ્યની સિદ્ધિ તરફ જ ઘસડી જાય, જયારે અનાગ્રહી મધ્યસ્થ આત્માઓ જ્યાં યુક્તિ યા સપ્રમાણતાથી સંગતતા જળવાઈ રહેતી હોય ત્યાં જ પિતાના મતવ્યને પરિણુમાવે. એટલે “સાય તે મારૂં” એ ભાવના અનાગ્રહી આત્માઓના હૈયામાં જીવન્ત રહે છે. એક તત્વષ્ટા પુરૂષ, આગ્રાફી અને અનાગ્રહોની સ્થિતિ વિષે ચોખવટ કરતાં કહે છે કે
" आग्रही बत नीनीषति युक्ति तत्र यत्र मतिरस्य निविष्टा, पक्षपातरहितस्य तु युक्तियत्र तत्र मतिरेति निवेशम् ” ।
કેટલું મહદ અન્તર! આકાશ જમીન જેટલી વિષમતા આગ્રહી અને અનાગ્રહી વચ્ચેની છે. જ્યાં પિતાનું ભવ્ય ત્યાં જ યુકિતને ખેંચી–તાણીતૂસીને પરિણભાવવી એ કાંઇ જેવી તેવી બદ્ધાગ્રહ દશા છે? જ્યારે નિખાલસ અને નિર્દભ આભાએ કઈ પણ પ્રકારને આગ્રહ સેવતા જ નથી. એટલે જ તેઓની હૃદયદશા ખૂબ નિશ્ચિત્ત અને મુઝવણ વગરની હોય છે. યુકિતયુકતતા, સપ્રમાણતા તે જ તેનું મન્તવ્ય. શુકવાદ અને વિવાદમાં આવી પરલોકપ્રધાન દૃષ્ટિ અને મધ્યસ્થતા નહિ હેવાને કારણે તે બને વાદે વાદાભાસ અને ઝઘડાળુ તત્ત્વવાદ બની રહે છે. રવશાસવેદિતા જરૂર જોઈએ
જેમ મધ્યસ્થતા અને પરલોકપ્રધાનતાની ધર્મવાદમાં આવશ્યકતા છે, તેમ સ્વ શાસ્ત્રજ્ઞાતત્વ પણ ધર્મવાદના અંધકારમાં અવશ્ય જોઇએ, કેમકે જે આત્માએ પોતાના સિદ્ધાંતને, હમજી શક્યા નથી, પિતાના મન્તવ્યના હાર્દને પારખી શકયા નથી તેઓ કઇ રીતિએ તત્ત્વચર્ચા કરી શકે? અને એવા, સિદ્ધાન્ત કે કોઈ એક મન્તવ્યને નહિ સમજી શકનાર, તત્વવાદમાં કદિયે સ્વસ્પક્ષનું સ્થાપન યુતિયુક્ત રીતિયે ન જ કરી શકે. તેમજ તેના પક્ષમાં રહેલી સૂક્ષ્મ ક્ષતિઓ જ્યારે મહામો વાદી બતાવે ત્યારે સ્વ શાસ્ત્રના મર્મને નહિ સમજનાર તે અજ્ઞાની પિતાના શાસ્ત્રની હેયતા યા ઉપાદેયતાનો નિર્ણય ન કરી શકે. અને સ્વપક્ષના સિદ્ધાન્તની હેયના યા ઉપાદેયતાને વિવેક કરી શકવાનું જેનામાં સામર્થ્ય નથી એવાઓ સાથેના ધર્મવાદમાં ખરે જ “ભેંસ આગળ ભાગવત' વાળી પેલી લૌકિક કહેવતનું પુનરાવર્તન થવાનો ભય રહે છે. માટે ધર્મવાદમાં સિદ્ધાન્તનું તલસ્પર્શી અને એકેએક મુદ્દાને અનુસરતું સૂક્ષ્મ જ્ઞાન હોવું જોઈએ. એ હોય તે જ તે પોતાના પક્ષનું યથાર્થ સ્થાપન કરી શકે. અને હામાં વાદી તરફથી પિતાના સિદ્ધાન્ત પ્રત્યે થતા આક્ષેપોને હમજી શકે, તે આક્ષેપ યુકિતયુક્ત હોય તે પિતાના સિદ્ધાન્તની એ પ્રામાણિક ક્ષતિઓને સ્વીકારી, તે યથાર્થ યુતિયુક્ત વસ્તુ કે સિદ્ધાન્તને સ્વીકારવાને તે અપક્ષપાતી-મધ્યસ્થ આત્મા તૈયાર રહે છે એટલે પોતાની હારને અને હામાના વિજયને વિનીતભાવે બુલવાની આનાકાની આવા વાદીઓ કદી જ કરે નહિ અને જ્યારે હામાં તરફથી થતા આક્ષેપ, પોતાના સિદ્ધાન્તને સ્પર્શતા ન હોય તે તે વાદી, તે આક્ષેપોને પ્રતિકાર પણ કરી શકે, અને રહામાની તે તે ક્ષતિઓને સહજ ભાવે તેની આગળ ખુલ્લા સ્વરૂપે રજુ કરે. એટલે હામે વાદી પણ પિતાની તે પ્રમાદજન્ય
ભોને સ્વીકારી, પિતાની તે વિષેની હારને સરળ ભાવે કબુલે. એટલે એકન્દરે ધર્મવાદને Jain Educatiકરનારા અને વાદીઓની સ્થિતિ જ એવી સુંદરતમ હોય કે આ વાદમાં કઇ જાતનુંelibrary.org