SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના વિકાસનાં નિમિત્તો [કેટલીક પ્રારંભિક ઘટનાઓને ઉલ્લેખ ] લેખક–મુનિરાજ શ્રી ઉર ધરવિજયજી કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય જેવી મહાન વિભૂતિઓ, શ્રી મહાવીરદેવે સ્થાપન કરેલ શાસનની ધુરાને વહન કરે, તેમજ આધુનિક યુગને પિછાણી, જનતાને ઉત્તમ સંસ્કારથી ફરી સંસ્કારિત બનાવે, તે સૌ કોઈ સહુદય ઈછે. તેવી ઈચ્છા પૂર્ણ કરવાને માટે શ્રી હેમચંદ્રાચાર્યની પ્રગતિનાં જે વિશિષ્ટ કારણે હતાં, તેનું જ્ઞાન મેળવી, તેવાં કારણોનો યોગ ફરી મેળવવા પ્રયત્ન કરવા જોઈએ. તેથી તેમની પ્રગતિનાં જે વિશિષ્ટ નિમિત્તે જોવામાં આવે છે તેને અહીં સંક્ષેપથી નિર્દેશ કર્યો છે. એક આચાર્યની તીવ્ર અને વેદના દરેક કાર્યનું મૂળ વિચારણું છે. તે વિચારણા કાર્યમાં પરિણમવા જેટલી બળવતી એટલે કે સક્રિય હોય છે તે અવશ્ય કાર્યસિદ્ધિ કરી શકે છે. શ્રી હેમચન્દ્રાચાર્યની ત્પત્તિમાં એવી એક વિચારણા કારણભૂત છે, તે આ પ્રમાણે– વિક્રમની ૧૨ મી સદીમાં પૂર્ણતલગચ્છના આચાર્ય શ્રી દેવચંદ્રસૂરિજીના હૃદયમાં એક વાર વિચારણા થઈ કે - “પૂર્વે પાદલિપ્તસૂરિજી, ભપભટ્ટસૂરિજી, વજીરવામીજી, આર્ય ખપટાચાર્ય વગેરે ઘણું શાસનના પ્રભાવકો થયા. હાલમાં અમારા જેવા ઘણું આચાર્યો હોવા છતાં, વિશિષ્ટ શક્તિના અભાવે વિધર્મીઓ જૈનધર્મને પરાભવ કરે છે, અને અમે તે સગી આંખે નિહાળ્યા કરીએ છીએ તેથી અમેને ધિક્કાર છે.' આ પ્રમાણે શાસન-સેવાના તીવ્ર વિચારોએ તેમને શાસનની ઉન્નતિને માટે સરિમંત્રની આરાધના કરવા પ્રેર્યા અને તેમણે ખૂબ પ્રયત્ન પૂર્વક તેની આરાધના કરી. આથી મંત્રપીઠની અધિષ્ઠાયકાએ પ્રત્યક્ષ થઈ દેવચંદસૂરિજીને કહ્યું કે ધુકા નગરમાં તમે દેવવંદન કરતા હશો ત્યારે એક પાહિણી નામની પ્રાવિકા પિતાના પગ લઇને આવશે અને તે બાળક આપના આસન પર રહીને આપને વંદના કરશે. તે પાહિણી અને ચાચિનને પુત્ર ચાંગદેવ શાસનને પ્રભાવક થશે.” આ પ્રસંગના સાક્ષાત્કાર કરાવતું વર્ણન કુમારપાલ મહાકાવ્ય આપવામાં આવ્યું છે. આ પછી દેવચંદ્રસૂરિજી ધંધુકે જાય છે, અને પંચ સક્રત દેવવંદન કરે છે. તે સમયે એક શ્રાવિકા–પિતાના પુત્રની સાથે ત્યાં આવે છે. શ્રાવિકા દેને નમસ્કાર તથા સ્તુતિ કરી ગુરૂવંદન કરે છે. માતાના કહેવાથી પુત્ર પણ ગુરૂ મહારાજની નિષદ્યા ઉપર રહીને ભૂમિને લલાટ સ્પર્શે તે રીતે વંદન કરે છે. ગુરૂમહારાજ ધર્મલાભ કહી શાસન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy