________________
અંક હ]
હેમચંદ્રાચાર્ય
[ પ૧૯].
રાજાનો કે કોઈની પણ શેમાં દબાયા સિવાય યથાર્થ રાજધર્મ સમજાવ્યું છે. રાજાને પ્રજાના રક્ષક અને પિતા બનવા સલાહ આપી છે. પ્રજાના કષ્ટ ફેડ્યાં છે. અનેક કારભાર દૂર કરાવ્યા છે. રાજાને સર્વધર્મસમભાવ કેળવવાની પૂરેપૂરી તાલીમ આપી સત્યધર્મ બતાવ્યું છે. અહિંસાને વિજય વાવટા ફરકાવવા સાથે અહિંસાનું શુદ્ધ અને સાત્વિક સ્વરૂપ દર્શાવી અહિંસાને નામે પડેલી વિકૃતિ, કાયરતા આદિ દૂર કર્યા છે અને સાચી અહિંસાની અમેઘ શકિત બતાવી રાજા પ્રજાને સન્માર્ગે વાળવાનું ભગીરથ કાર્ય કર્યું છે. અને તે દ્વારા રાજાનું, પ્રજાનું અને સમસ્ત રાષ્ટ્રનું હિત વિચાર્યું છે.
તેમણે પિતાની સ્વયંભૂ અને સર્વતોમુખી પ્રતિભાના બળે ગુજરાતને સાહિત્યને અપૂર્વ ખજાને ભેટ કર્યો છે. શ્રીસંપન્ન ગુજરાતને ધીસંપન્ન ભંડારથી ભરપૂર બનાવ્યું છે. તેમણે જીવનભરમાં શત્રુઓ પ્રત્યે વિરોધ નથી દર્શાવ્યું. વિરોધીઓને પ્રેમથી સમજાવી પોતાના કર્યા છે. શત્રુઓને મિત્ર બનાવ્યા છે અને ગિરિ ને સદવમૂહુને સિદ્ધાંત જીવનમાં વણું લઈ, સાંપ્રદાયિક વિષથી સદા પર રહી, સ્વધર્મ સિદ્ધાંતને પ્રચાર કર્યો છે.
ટુંકમાં હેમચંદ્રાચાર્ય એ યુગપ્રભાવક થયા છે, એથી એમને સમય હૈયુગના નામથી પ્રસિદ્ધ છે. ગુજરાતમાં લક્ષમીની સાથે સરસ્વતીની ઉપાસના થઈ એ આ યુગને જ પ્રતાપ છે. તેમના શિષ્યોએ સેંકડે ગ્રંથો જેમાં વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, નાટક, ચપુ, શ, ધર્મ , દર્શનશાસ્ત્ર આદિ ગ્રો બનાવ્યા છે તેમજ વાદ શ્રી દેવસૂરિ, મલવાદ અભયદેવસૂરિ, રત્નપ્રભસૂરિ રિનકરાવતારિકાના કર્તા] આદિ આ યુગનાં વિશિષ્ટ રને છે. એવો સુવર્ણયુગ પુનઃ ગુજરાતમાં ઉતરે અને પુનઃ એ પ્રતિષ્ઠા મળે એમ સૌ ઇચ્છે છે.
જે આચાર્યનું આવું ઉજ્જવલ ચરિત્ર હેય એમને માટે પણ કપિત, નિરાધાર અને અસત્ય ઘટનાઓ ખડી કરવામાં આવી છે એ બહુ જ દુઃખની વાત છે. એમાં ? હેમચંદ્રાચાર્યનું જ નહિ, માત્ર જૈનધર્મનું જ નહિ, કિન્તુ સમસ્ત ગુજરાતનું અપમાન છે. એ આપણી ક્ષુદ્રતા અને સાંપ્રદાયિકને જ પ્રતાપ છે કે આપણે આવા પુરૂષને શુદ્ધ ગુણને નથી જાણી શકતા, રાસમાળામાં ઝમેરને પ્રસંગ અને મૃત્યુ સમયનો પ્રસંગ તદન જુઠ્ઠો, પ્રમાણ રહિત અને નિરાધાર છે. એમાં સત્ય ઈતિહાસનું ખૂન થયું છે. આ જ રીતે શ્રી. ક. મા. મુનશીએ પણ આચાર્યશ્રીને જરૂર અન્યાય કર્યો છે. ગુજરાતનો નાથ' અને “રાજાધિરાજ'ની ઘટનાઓમાં સત્યને અંશ માત્ર નથી.
શ્રી હેમચંદ્રાચાર્યજીના ટુંકા પણ મહત્ત્વના ચરિત્ર માટે સયાજી-જ્ઞાન બાલમાલા ૧૩૮મા પુષ્પ “હેમચંદ્રાચાર્ય' પંડિત બહેચરદાસ કૃત પુસ્તક જોવા સૌને ભલામણ કરૂં છું. એમાં હેમચંદ્રાચાર્યની વિશદ ઉજવલ મૂર્તિ સાક્ષાત થાય છે, પાટણ અને ગુજરાતની પ્રભુતા નજરે પડે છે.
અન્તમાં આ મહાન જ્યોતિર્ધર આચાર્ય મહારાજના જીવનના પુણ્યથા પૂર્ણ કરતાં, એમના ગુણે, સદાચાર, વિનય વિદ્વત્તા, નમ્રતા, અસાંપ્રયિકતા આદિને વાચકે પોતાના જીવનમાં ઊતારે એ શુભેછા પૂર્વક છેલ્લે ડો. પીટર્સના શબ્દોમાં એ “જ્ઞાનસાગરને વંદના કરી વિરમું છું,
[Rધ આ લેખમાં મેં પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, હેમચં ચ ઈ પંડિત Jain Educa j a sillal rate & Personal Use Only
www.jainelibrary.org