________________
મયદ્રાચાર્ય
[૫૭]
रागद्वेषौ महामल्लौ दुर्जयो येन निर्जितौ। महादेवं तु तं मन्ये शेषा वै नामधारकाः ॥ २ ॥ એમની સર્વધર્મ સમભાવના, નિષ્પક્ષતા જૂઓन श्रद्धायैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर प्रभुमाश्रिताः स्मः ।।
એક વાર હેમચંદ્રાચાર્યજી વ્યાખ્યાન વાંચતા હતા ત્યારે પાંડવોએ જેની દીક્ષા લીધી અને નિર્વાણ પામ્યાને પ્રસંગ આવ્યું. બ્રાહ્મણે આ સાંભળી ચીડાયા અને રાજસભામાં ફરિયાદ કરી કે હેમાચાર્યજી તે પાંડને જૈન થયાનું બતાવે છે, જે અમારા મહાભારતથી વિરુદ્ધ છે. પછી શ્રીહેમચંદ્રાચાર્યજીએ એને સુંદર જવાબ મહાભારતના આધારે જ આપતાં કહ્યું કે
अत्र भीष्मशतं दग्धं पांडवानां शतत्रयम् । द्रोणाचार्यसहस्रं तु कर्णसंख्या न विद्यते ॥
અર્થાત અહી તે સે ભીષ્મને, ત્રણસે પાંડવોને, હજાર દેણાચાર્યને અને જેમની સંખ્યા નથી એવા કેટલાય કણેને અગ્નિસંસ્કાર થયું છે.
હેમચંદ્રાચાર્યજી સિદ્ધરાજની રાજસભામાં શરના ચંદ્રની માફક પ્રકાશી રહ્યા હતા. તેમની વિદ્વત્તા અને ચારિત્રની જયોત્સા તરફ ફેલાઈ રહી હતી, તે વખતે દેવબંધી નામના ભાગવતમતના આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રજાને આચ્છાદિત કરવા ખૂબ આડંબર પૂર્વક પાટણમાં આવ્યા. સિદ્ધરાજે એમને ઘણાં માન અને સત્કાર આપ્યાં. દેવબેધી વિદ્વાન હતા પણ અસહિષ્ણુ, અહંભાવી અને સાંપ્રદાયિક મમત્વથી ભરપુર હતા. રાજસન્માનથી તેઓ વધુ અહંભાવી બન્યા અને ધીમે ધીમે પ્રમાદ, વિલાસ અને વૈભવમાં લીન થઈ ગયા. ખુદ સિદ્ધરાજે તેમનું મદિરાપાનનું વ્યસન નજરે નિહાળ્યું. રાજાની તેમના ઉપરથી શ્રદ્ધા કમી થઇ, આવક ઓછી થઈ અને વૈભવ તે ચાલુ જ હતા. અને દેવબોધીને ભાન થયું કે હેમચંદ્રાચાર્યમાં કેવી અપૂર્વ શક્તિ, ઉજજવલ સ્ફટિકસમ ચારિત્ર, નિર્મલ હૃદય અને પ્રખર પાંડિત્ય ભર્યા છે. એ ઉદારહદયી જૈનાચાર્ય પાસે મદદ માંગવા દેવધી ગયા અને એમની પ્રશંસા કરતાં ઉચ્ચાર્યું કે
पातु वो हेमगोपालः कम्बलं दंडमुबहन् । षड्दर्शनपशुग्राम चारयन् जैनगोचरे ॥
હેમચંદ્રાચાર્યે આ વિધાન સન્યાસને આસન આપ્યું, રાજસભાના મુખ્ય પંડિત શ્રીપાલ સાથે મૈત્રી કરાવી અને રાજા પાસે એક લાખ કમ અપાવ્યા.
આ દેવબોધીએ ગુર્જરેશની સાત પેઢી બતાવી હતી, પરંતુ હેમચંદ્રાચાર્યની શક્તિ પાસે એને પરાભવ કબુલ પડે. અને દેવધી ગંગા કિનારે જઈને રહ્યો.
હેમચંદ્રાચાર્યની માતૃભકિત ઉદારતા અને મહાનુભાવતાથી ભરેલી હેમચંદ્રાચાર્યજીની માતાએ હેમચંદ્રાચાર્યને ગુરૂને સમર્પણ કર્યા પછી પોતે પણ લાંબા સમયે સંસાર છોડી સાધુપણું સ્વીકાર્યું હતુંelibrary.org
Jain Education International
For Private & Personal Use Only