SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય શ્રીવઠ્ઠ માનગણિત એક અનેકાર્થ કૃતિ લેખક—શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ જૈનાચાર્યોએ રચેલા જૈન સાહિત્યરાશિમાં વ્યાકરણ, કાવ્ય, કોષ, સાલંકાર, છંદ, જ્યોતિષ, વેક, ન્યાય, સામુદ્રિક વગેરે સાહિત્યના દરેક અંગને લગતા ગ્રંથ જેમ વિશાળ પ્રમાણુમાં દષ્ટિગોચર થાય છે, તેમ અનેકર્થ ગ્રંથે પણ સળી અવે છે. આ ટુંકા લેખન અંદર એવા એક અને કાર્ય ગ્રંથની ઓળખાણ આપવાનું મેં યોગ્ય ધાર્યું છે. આ અનેકાર્થ કૃતિની પાટણમાં બિરાજતા વિદ્ધર્વ મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં ઘણા જ બારીક અને સ્પષ્ટ અક્ષરોમાં લખેલી ત્રણ પાનાની એક પતિ છે, જે પ્રતિના ઉપરથી જ સ્વર્ગસ્થ દક્ષણવિહારી મુનિમહારાજ શ્રી અમરાવજયજીના શિષ્ય વિદ્દન શ્રી ચતુરવિજયજીએ સંપાદિત કરેલા “અનેકાર્થ સાહિત્ય સંગ્રહ ભાગ ૧ લા” માં, આ કૃતિ મારા તરફથી શરૂ કરવામાં આવેલી “શ્રી જૈન પ્રાચીન સાહા દ્ધાર મંથાવલ”ના બીજા પુષ્પ તરીકે વિ. સં. ૧૮૮૩ માં તેના ગુજરાતી ભાષાંતર સાથે (મૂલ્ય બે રૂપિયા) તથા શ્રી કુમારપાલ પ્રતિબંધના કર્તા શ્રી સેમિપ્રભરિાવરચિત બીજી અનેકાર્થ કૃતિ તેના ભાષાંતર સાથે સૌથી પ્રથમ પ્રસિદ્ધ કરેલી હોવા છતાં તે તરફ જૈન તથા જૈનેતર વિકાનેનુ ધ્યાન આકર્ષાયેલું હોય તેમ જણાતું નથી. અફસોસની વાત તે એ છે કે આ અનેકાર્થ કૃતિ જે “કુમારવિહાર પ્રશસ્તિ કાવ્ય”ના ૮૭ મા કોક ઉપર રચવામાં આવી છે, તે કાવ્ય માટે ઘણી ઘણું તપાસ કરવા છતાં હજુ સુધી પ લાગતો નથી. કોઈ પણ વિદ્વાન મહાશયના જાણવામાં તે કાવ્ય આવે તે તે તરફ આ લેખના લેખકનું લક્ષ દેરવા વિનંતી છે. શ્રી વર્ધમાન ગણિ આ અને કાર્ય કૃતિની શરૂઆતમાં જ પાતે શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય હોવાનો ઉલ્લેખ આ પ્રમાણે કરે છે श्रीहेमचन्द्रसरिशिष्येण वर्द्धमानगणिना कुमारविहारप्रशस्ता काव्येम. स्मिन् पूर्व षडथै कुतेऽपि कौतुकात् षोडशोत्तरशतं व्याख्यानां चके। ' અર્થાત–બહેમચંદ્રસૂરિના શિષ્ય છે વધમાન મણિએ કુમારવિહાર પ્રશસ્ત કાયના (૮૭ મા કિનારા પ્રથમ પતે છ અર્થ કર્યા હતા, છતાં કુતૂહલની ખાતર ૧૧૬ એકસે સોળ અર્થ કરે છે. આ ઉલ્લેખ સિવાય તેઓશ્રીની ગૃહસ્થ અવસ્થાની જ્ઞાતિ, જન્મસ્થળ માતાપિતાનાં નામ, જન્મ, દક્ષિા અથવા રવર્ગવાસ વગેરે સંબંધી કાંઈ પણ માહિતી મળી આવતી નથી. માત્ર શતાથના રચયિતા કીસેમપ્રભસૂરિકૃત કુમારપાળઝબે.ધી પ્રશસ્તિમાં આપેલા हेमरिपदपङ्कजहंसः श्रीमहेन्द्रमुनिषैः श्रुतमेतत् । वर्धमान-गुणचन्द्रगणिभ्यां साकमाकलितशास्त्ररहस्यैः ।। આ છેક ઉપરથી વિ. સં. ૧૨૧૪ સુધી તેઓનું અસ્તિત્વ સ્વીકારી શકાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy