________________
( ૫૭ ]
શ્રી જે સત્ય પ્રકાશ
- 1 વર્ષ
રહે ત્યાં સુધી સ્ત્રીસંગ કરે નહિ અને મઘ માંસ ખાવું નહિ, બે વર્ષે દેવળ થયું એટલે વત (બધા) છોડાવવાની સૂરિને વિનંતિ કરી. રસૂરિ બોલ્યા, મંદિર તે થયું, પણ શિવજીની યાત્રા થયે વ્રત મૂકવું જોઈએ. રાજાએ આ વાત અંગીકાર કરી અને સેમિનાથની યાત્રાએ નીકળ્યો.” ( ગુજરાતને પ્રાચીન ઈતિહાસ, પૃ. ૧૯૪)
આ પ્રમાણે કુમારપાલ સાથે સોમેશ્વરની યાત્રા કર્યા પછી હેમચાર્યની સત્તા રાજા ઉપર વધતી ગઇ. તેની શક્તિ પ્રકૃતિ અને તેના મનનું મેટાપણું જોઈ રાજાની પ્રીતિ તેના પર વધતી ગઈ. હેમાચાર્યને હલકો પાડવા બ્રાહ્મણે એ ઘણી ઘણી તજવીજ કરી, પરંતુ તેમનું કંઈ ફાવ્યું નહિ, હેમાચાર્યના બેધથી ગુજાએ પિતા દેવઘરમાં બ્રાહ્મણના દેવની મૂર્તિઓ સાથે શાન્તિનાથ તીર્થકરની મૂર્તિ પણું રાખવા માંડી અને આખરે હેમાચાર્યને અપાસરામાં જઈ તથા જૈન સાધુઓને અગણિત દાન આપી રાજાએ ખુલ્લી રીતે જૈન ધર્મ અંગીકાર કર્યો, પછી પોતાના દેવઘરમાંથી બ્રાહ્મણના ધર્મની મૂર્તિઓ તેણે કાઢી નાંખી, અને માત્ર જૈનધર્મની મૂર્તિઓ રાખી. આટલે દરજજે ગયા પછી હેમાચાર્યનું અપમાન કરનાર બ્રાહ્મણને રાજા સજા પણ કરવા લાગ્યો.” ( ગુ. પ્ર. ઈ. પૃ. ૧૯૯-૨૦૦ )
કુમારપાળે જિન દેવળ પાછળ ખર્ચ કરેલો છે. “સાગલ વસહિકા, કબક વિહાર, મુશક વિહાર, ઝોલિકા વિહાર આ સિવાય બીજાં ૧૪૪૪ જૈન દેવળ કુમારે બંધાવ્યાની દંત કથા ચાલે છે.” (પૃ. ૧૮૬)
હેમાચાર્યના બધથી રાજાએ માંસમદિરને ત્યાગ કર્યો એટલું જ નહિ, પણ લેકમાં સાદ પડાવી આજ્ઞા કરી કે કોઈએ જીવહિંસા કરવી નહિ. તેણે માછી, શિકારી, પારધી વગેરે લોકોને પોતાનો જીવહિંસાને ધંધો છોડી બીજ ધંધા કરવાની ફરજ પડી.” (૨૦) “હેમાચાર્યના બેધથી કુમારપાળે નવારસી મિલ્કત સરકારમાં લેવાનું બંધ કર્યું.”
(ગુજરાતને પ્રાચીન ઇતિહાસ, પૃ. ૨૦૧) ૨. પ્ર. કેશવલાલ હિમ્મતરામ કામદાર જણાવે છે કે “વીસમો સર્ગ (ધાશ્રય) કાવ્યને છેલ્લે સર્ગ છે. તેમાં કુમારપાળ અમારિ ઘોષ પ્રવર્તાવે છે. નિર્વશ પ્રજાજનના ધનનો ત્યાગ કરે છે. કાશીક્ષેત્રના કેશરનાથ મંદિરનું પુનરૂદ્ધાર કરાવે છે, તેમનાથના મંદિરનો ઉદ્ધાર કરાવે છે. પાટણમાં પાર્શ્વનાથના મંદિરના પ્રાસાદ બંધાવે છે ને કુમારપાલેશ્વરદેવનું (શંકર) મંદિર કરે છે, અને દેવપત્તનમાં પાશ્વચેત્ય કરે છે. આ સર્ગમાં
૧. કુમાયુનના ખશરાજાએ કેદારેશ્વરનું દેવળ પડી જવા દીધું છે, એવી ખબર જાણું, કેદારેશ્વરનું દેવળ પણ તેણે દુરસ્ત કરાવ્યું. (ગુ, મા ઈ. ૫, ૧૯૬) આ મંદિરને જીર્ણોદ્ધાર કયારે થશે તેની સાલવારી નક્કી કરવી બાકી છે. એ ભૂલવું ન જોઈએ કે સાટું સંપ્રતિ, કલિંગરાજ ખારવેલ, ગુજરેશ્વર કુમારપાળ, જગડુશા મંત્રી વસ્તુપાળ વગેરે વગેરે જેના રાજાઓ અને મંત્રીઓ પરધર્મ સહિબ હતા. સમ્રાટે સંપ્રતિ અને ગુ. કુમારપાળે પ્રજાનું પુત્રની સમાન પાલન કર્યું છે, દાનશાળાએ ખેલી છે, મંત્રી વસ્તુપાળે તે મસીદે પણ બનાવી આપી છે. જગડુશાહે દુકાળમાં સારા ભારતવર્ષને કેઇ પણ જાતના ભેદભાવ વિના મદદ કરી છે.
આજે પણ જેને તથા અને એકબીજાનાં ધાર્મિક કાર્યોમાં સહયોગ આપે છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org