SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨] શ્રી જન સત્ય પ્રકાશ વળી બીજા દરેક દર્શનમાં જે કંઈ થડે ઘણે પણ પ્રકાશ દેખાય છે, તે પણ જૈન દર્શનના, પિતાના વિચારને અનુસાર ગ્રહણ કરેલા એકેક અંશને જ આભારી છે. તેથી સ્પષ્ટ જણાય છે કે બીજા દર્શને અધૂરાં છે, અને પૂરેપૂરું આપેક્ષિક જ્ઞાન દઇ શકતાં નથી. તાત્પર્ય એ કે તે તે દર્શનના નેતાઓ સંપૂર્ણ જ્ઞાનવાળા નથી. કારણ કે તેઓએ મેહાદિને દૂર કર્યો નથી. જેને મોહનીય કર્મના ક્ષય થકી કેવલજ્ઞાન થયું હોય તેના કહેવામાં લગાર પણ ફેરફાર હોય જ નહિ. સત્ય પરિસ્થિતિ આમ હોવાથી એકાંતવાદીઓએ એકાંતવાદને જણાવવાના અવસરે અનેક બાબતમાં અનેકાંતવાદ રવીકાર્યો હેય, એમ તેમના ઘણુ ગ્રંથોમાં દેખાય છે. આથી સાર એ નીકળે છે કે- શ્રીજે દીન જ મેક્ષાદિના સાધન વગેરેને કષ-છંદ-તાપની શુદ્ધિને જણાવવાપૂર્વક પૂરેપૂરી નિર્દોષ સરલ પદ્ધતિને જણાવવા સમર્થ છે. સંસારના ત્રિવિધ તાપને શમાવનાર, ઉત્તમ જ્ઞાનક્રિયાના અપૂર્વ વિલાસથી ભરેલા તથા ભાવસંપત્તિદાયક-જને શાસનમાં સચ્ચિદાનંદમય પરમપદને લાભ, ટુંકામાં કહીએ તો, ઉત્તમ જ્ઞાનસહિત રૂડી ક્રિયાની આરાધનાથી થાય, અને વિસ્તારથી કહીએ તો-ઉત્તમ દર્શન, જ્ઞાન અને ચરિત્રની આરાધનાથી થઈ શકે છે. અહીં જરૂર સમજવું કે ક્રિયાની નિર્દોષ આરાધના જ્ઞાન દારા જ થઈ શકે છે. આ ઇરાદાથી ક્રિયાની પહેલાં જ્ઞાન કહ્યું છે, એમ દશવૈકાલિકના “પઢમાં રાખે તો ટુચ, વર્ષ વિ ર૦૧iss a સાળ હિં જાઉં વા ના છે ? A તથા આવશ્યક નિર્યુક્તિના ના पयासगं, सोहओ तवो संजमो अ गुत्तिकरो ॥ तिहिं पि समाओगे-मोक्सो નિઝરાણને મ િ ૨ ! આ પાઠ ઉપરથી સ્પષ્ટ થાય છે. આવા જ્ઞાનની આવશ્યક્તા ધ્યાનમાં લઈને બીજા અનેક ગ્રંથોમાં સાફ જણાવ્યું છે કે જ્ઞાન ત્રીજી આંખ જેવું, અલૌકિક સૂરજના જેવું, કે દિવ્ય ધનની જેવું છે, વળી હિંસાદિ અઢારે પાપાનકોને ન સેવવા, અને સંચમાદિની સાધના જરૂર કરવી, વગેરે બાબતની સમજ પાડનાર પણ જ્ઞાન જ છે. વળી ચારિત્ર શુદ્ધપણે પાલી શકાય, મન ચોખ્ખું રાખી શકાય, અને ક્રોધ માન માયા અને લોભને જીતી શકાય, આ જ ઈરાદાથી પ્રાચીન મહર્ષિ ભગવતે–તેને વજી અમૃત વગેરેની ઉપમા આપીને સ્તવ્યું છે. આવા જ્ઞાનના સંસ્કારવાલી ક્રિયાને સોનાના ઘડા જેવી કહી છે. જેમ દેડકાનું કલેવર બળીને રાખ થયા બાદ તેમાંથી નવા દેડકા ઉપજે જ નહિ, તેમ જ્ઞાન પૂર્વક ક્રિયાની આરાધના કરવાથી જે કર્મો ખપે તે ફરી ન બંધાય. જ્ઞાન વિનાની ક્રિયા તે આગિયાના શરીરના પ્રકાશ જેવી છે જ્યારે જ્ઞાનવાળી ક્રિયા સૂર્યના પ્રકાશ જેવી કહી છે. આવા ગંભીર અનેક મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને જ વિશુદ્ધાની-ક્રિયાનિષ્ઠ મુનિરાજ વગેરેની અનેક શાસ્ત્રમાં ઊર્ધ્વગતિ દર્શાવી છે. ન્યાયાચાર્ય શ્રીયવિજયજી વગેરે અનેક મહાપુરૂષોએ જ્ઞાનસાર વગેરેમાં જ્ઞાનના ઉત્કર્ષને ચારિત્ર કહ્યું છે, એ સશે ઘટિત જ છે. આમ કહેવાનું વિશાળ મુદ્દો એ છે કે જે જીવને જ્ઞાનની પરિપાક દશા પ્રકટી હેય તે જીવને નિશ્ચય કરી ચારિત્ર હોય જ. પ્રશમરતિમાં, પાસિંધુ અનૂન દશ પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ વાચકે કહ્યું કે- વિરતિ, આવા વિવિધ જ્ઞાનપિ કલથી ભીંજાએલા ચિત્તવાલા, આસન Jain Education Yerational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521544
Book TitleJain Satyaprakash 1939 03 SrNo 44
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size862 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy