________________
[૪
]
- શ્રી જૈન સત્ય પ્રકાશ
ચરમ સમયે મનુષ્યગતિ આદિ બાર પ્રકૃત્તિઓ અને તીર્થકર નામકર્મને ઉદય હોય તો તેર પ્રકૃતિમાં ખપાવે છે. તેમના સમ્યકત્વ-જ્ઞાનદર્શન-સુખ અને સિદ્ધ સિવાયના ઔદયિકાદિ ભાવો તથા ભવ્યત્વ યુગપત નિવર્તન પામે છે. ઔદાાિદ ત્રણે શરીરે સર્વથા પ્રકારે તેઓ ત્યજે છે અને પછી અચિત્ય શક્તિ વડે સમયાન્તરને કે પ્રદેશાતરને સ્પર્યા વિના એક જ સમયમાં સાકાર ઉપગે ઋજુ પામેલો આત્મા મોક્ષ સ્થાનમાં પહોંચે છે. ત્યાં પહેલે સમયે સાકાર ઉપગ હેય છે અને બીજે સમયે અનાકાર ઉપયોગ હોય છે. એમ સમયે સમયે ઉપયોગની તરતમતા થયા કરે છે. આ પ્રમાણે કમસર ઉપયોગ પ્રવર્તે તેનું કારણ એ પ્રમાણેને જીવને સ્વભાવ જ છે.
અહિં એક વિશેષ શંકા સહજ ઉદ્દભવે છે. સિદ્ધદશા, સકલ કર્મ રહિત જીવ થાય ત્યારે પ્રાપ્ત થાય છે, અને સિદ્ધદશા પામે એટલે તરત જીવ મેક્ષ સ્થાનમાં જાય છે, એ આપણે જાણ્યું. પણ જ્યારે જીવ બિલકુલ કર્મરહિત થઈ ગયા ત્યારે એને ગમનક્રિયા થવાનું કારણ કંઈ સમજાતું નથી. એ કાંઇક ઊણું સાત રાજ ઉંચે કેમ ગમન કરે છે ? અને ઉત્તર એટલો જ છે કે આ પ્રમાણે થવામાં છવનો સ્વભાવ જ હે છે. એ સ્વભાવ આપણી સમજમાં આવે તેટલા માટે શાસ્ત્રમાં તુંબડાનું, એરંડફળનું, અગ્નિનું, ધૂમનું અને ધનુષમાંથી છડેલા બાણનું એમ જુદાં જુદાં પાંચ દષ્ટાંત આપવામાં આવેલાં છે.
(૧) જેમ માટીને લેપ દૂર થવાથી તુંબડાને અવશ્ય ઊર્ધ્વ ગતિભાવ થાય છે, અને તે નિશ્ચ અન્યથા નથી જતું, તેમ જળની સપાટીથી ઉપર પણ નથી જતું, તેવી રીતે કર્મલેપ દૂર થવાથી સિદ્ધને ઉર્ધ્વ ગતિભાવ થાય છે, અને અન્યથા ગતિ થતી નથી, તેમજ લેની ઉપર પણ ગતિ થતી નથી.
(૨) એરંડાદિને ફળ બંધ છેદ થવાથી પ્રેરાયેલા એકદમ ગતિમાન થાય છે, તેમ સિદ્ધ પણ કર્મબંધનો છેદ થવાથી પ્રેરણા પામીને ગતિમાન થાય છે.
(૩-૪ અગ્નિને અથવા ધૂમાડાને ઊર્ધ્વગતિ પરિણામ થાય છે, તેમ વિમુકત આત્માને પણ સ્વભાવથી જ ઊર્ધ્વગતિ પરિણામ થાય છે.
(૫) ધનુષ અને પુરૂષના પ્રયત્નથી પ્રેરાએલું તીરનું ભિન્નદેશમાં ગમન થાય છે, તેમ કર્મરૂપ ગતિનું કારણ દૂર થયા છતાં પર્ણ પૂર્વ પ્રયોગથી સિદ્ધની ગતિ થાય છે. વળી કુંભારનું ચક્ર ક્રિયાને હતું જે કુંભાર તે વિરમ્યા છતાં પણ પૂર્વ પ્રગથી સક્રિય-ફરતું હોય છે તેમ મુકતાત્માની પણ ગતિરૂપ ક્રિયા હોય છે.
( ચાલુ )
૧ જીઓ વુિં. આ. ગા. ૧૬ થી ૩૧પ૦ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org