________________
[૩૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૪
સામાજિક, ધાર્મિક કે રાષ્ટ્રીય ફાયદો થાય છે કે? જે કંઈ પણ ફાયદો ન થતો હોય બકે સમાજમાં નિરર્થક કોલાહલ ઉત્પન્ન થતો હોય, લોકોનાં દિલ દુભાતાં હોય અને તેની સાથે જ સાથે લોકોમાં ગેરસમજુતિ ઉભી થતી હોય તે એવી પ્રવૃત્તિ ન કરવી, એ જ વધારે શ્રેયસ્કર છે.
જૈન સૂત્રોમાં માસાહારનું વિધાન છે કે કેમ? અથવા મહાવીર સ્વામી અને તેમના સાધુઓ માંસાહાર કરતા હતા કે કેમ એ તો એમના જીવન ઉપરથી, તેમનાં સુ ઉપરથી, સૂત્રોની ટીકાઓ ઉપરથી અને પચ્ચીસ સો વર્ષથી ચાલ્યા આવતા રિવાજે ઉપરથી બિલકુલ સ્પષ્ટ સમજાય તેમ છે; છતાં તે વસ્તુને એક જુદા જ આકારમાં મૂકી કોલાહલ ઉત્પન્ન કરે એમાં શું હેતુ હોવો જોઈએ? અથવા એનાથી શું ફાયદો થતો હોવો જોઈએ એ નથી સમજાતું. અત્યારે તે મહાત્મા ગાંધીજીએ ભગવાન મહાવીરના એ અહિંસાવાદને રાષ્ટ્રીય પ્રવૃત્તિનું મધ્ય બિંદુ બનાવ્યું છે, અને હિન્દુસ્તાન જ નહિ, દુનિયાના દેશે તેની તરફ મીટ માંડી રહ્યા છે અને અનુકરણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં “મહાવીરસ્વામીએ માંસાહાર લીધે હતો,” “તેમના સાધુઓ પણ માંસ લેતા હતા,” “વનસ્પતિ આહારમાં અને માંસાહારમાં સરખી જ હિંસા છે,” ઈત્યાદિ જાહેર કરવું અને તે પણ સૂની આડમાં ઉભા રહીને જાહેર કરવું એ ક્યાં સુધી ઉચિત છે એનો વિચાર કરવો ઘટે છે.
“સૂત્રોના અનુવાદ કરતા, પ્રસંગ આવે અમારે તે તે શબ્દોના સ્પષ્ટ અર્થ કરવા જોઈએ” એ જે બચાવ કરવામાં આવતો હોય તે તે પણ ભૂલે છે. જૈન સૂત્રો, ટીકા સિવાય આજને કઈ પણ વિદ્વાન સંપૂર્ણ રીતે, સ્પષ્ટ લગાવી શકે એને પૂરેપૂરો અર્થ કાઢી શકે–એ અશક્ય છે. સુત્રોના ભાષાન્તરકારે કે વ્યાખ્યાનકાર ટીકાનો આશ્રય જરૂર લેશે, અને એ આશ્રય લેતાં કોઈ પણ ભાષાંતરકાર કે બા ખ્યાનકારને કબૂલવું પડશે કે જૈન સુત્રોમાં જે જે શબ્દોના બાહ્ય દષ્ટિએ અમુક અમુક જાનવરોના અર્થ કાઢી શકીએ છીએ, તે અર્થ નથી. આ વાતનું સ્પષ્ટીકરણ હમણાં હું આગળ કરીશ.
--- થોડાં વર્ષો ઉપર “પુરાતત્વ મંદિર” અહમદાવાદથી પ્રગટ થતા “પુરાતત્તવ ના ત્રીજા પુસ્તકના ચોથા અંકમાં અધ્યાપક ધર્માનંદ કૌસંબોને “માંસાહાર' સંબંધી એક લેખ પ્રકટ થયો હતો. તે લેખમાં તેમણે એ બતાવવા પ્રયત્ન કર્યો હતો, કે “બુદ્ધના સમયમાં જેમ બુદ્ધ અને બુદ્ધિ ભિકે માંસાહાર કરતા હતા તેમ શ્રમણો (જૈન સાધુઓ) પણ કરતા હતા ”
હમણાં “પ્રસ્થાન' માસિકના ચૌદમા વર્ષના પહેલા અંકમાં ગોપાળદાસ જીવાભાઈ પટેલ નામના વિદ્વાને “શ્રી મહાવીર સ્વામીને માંસાહાર' એ નામનો લેખ લખ્યો છે. તેમાં તેમણે પણ એ બતાવવા નિષ્ફળ પ્રયત્ન કર્યો છે કે “ મહાવીરસ્વા. મીએ માંસાહાર કર્યો હતો અને જૈન સ્ત્રોમાં તેની સાબિતી મળે છે.” લેખકના આ લેખનું જરા સ્પષ્ટતાથી અવલોકન કરવું, એ મારી આ પ્રવૃત્તિને ઉદ્દેશ છે, અને તે એટલા માટે કે લકે ગેરસમજુતિમાં ન પડે.Personal Use Only
www.jainelibrary.org
Jain Education International