________________
[ ૪રર!
શ્રી જન સત્ય પ્રકાશ
શ્રાવસ્તી નગરી ચીતરી અને ગોશાલકે જણાવ્યા પ્રમાણે કરી પાછા દ્વાર ખોલી નાખ્યાં. અને લોક સમક્ષ ધામધુમથી તેને અવસાન મહોત્સવ ઉજવ્યો. પ્રભુ મહાવીર અન્યત્ર વિહાર કરી ગયા.
આ સમયે મેંટિક નામનું ગામ હતું. તેના ઈશાન કોણમાં શાબ્દિક નામનું ઉદ્યાન હતું તેની સમીપે માલુકા નામનું વન હતું. તથા એ નગરીમાં રેવતી નામની ગાથાપત્ની રહેતી હતી. પરમાત્મા મહાવીર પ્રામાનુગ્રામ વિહાર કરતા આ મેંદ્રિક ગામની બહારના શાલકેપ્ટક ઉદ્યાનમાં સમોસર્યા. આ સમયે પરમાત્મા મહાવીરનું શરીર રેગથી ઘેરાયેલ હતું. પિત્તજ્વર ઉગ્ર રૂપમાં હતું અને દસ્તમાં લોહી પડતું હતું. પ્રભુની આ સ્થિતિ જાણી મિથ્યા દર્શની બેલી રહ્યા છે કે મહાવીર સ્વામી ગોશાલકે મૂકેલ તેજલેશ્યાના તાપથી પિત્તજવરવાળા થયા છે. અને ગોશાલકના જણાવ્યા પ્રમાણે છ માસમાં જ છદ્મસ્થભાવે મરણને શરણ થશે. આ બીના, માલુકા વનની પાસે તપતતા સિંહ નામના અણગારના જાણવામાં આવી, જેઓ પ્રભુ મહાવીરને અનન્ય રાગી આત્મકલ્યાણ શિષ્ય હતા. આથી સિંહ અણગારના મનમાં વિચાર આવ્યો કે આ રોગમાં પરમાત્મા જે દેહ છોડી દેશે તે મિથ્યાદર્શનીઓના મિથ્યા પ્રલાપ સત્ય ઠરશે. આ વિચારથી તેમણે દુ:ખના આવેશમાં કરૂણ વિલાપ શરૂ કર્યો. આ હકીકત જાણી પ્રભુ મહાવીરે મુનિએ મોકલી સિંહ અણુગારને બોલાવી લીધા અને કહ્યું કે હે સિંહ, હું ગોશાલકની તેજીલેશ્યાના આધાતથી છ માસમાં ભરવાનો નથી, પ્રત્યુત સાધિક ૧૬ વર્ષ પર્યત જિન સ્વરૂપમાં જ વિચરીશ (છતાં પણ બાહ્ય દેખાતા વ્યાધિથી ગભરાતા હે તે તેને મટાડવા હું ઉપાય બતાવું છું; આ મેંદ્રિક ગામમાં રેવતી નામની ગાથાપત્ની રહે છે. તેણીએ મારા માટે “સુ જોયી દિવા” બે કેળાં (બે કોળાને કાળાપાક) તૈયાર કર્યા છે તેને નહિ લેતાં, ગઈ કાલે પિતાને માટે જે “મારા ણg બિરાલિકા ઔષધિથી સંસ્કારેલ બિરું (બિજોરાપાક) કરેલ છે. તેને લાવો. આ વાત સાંભળી સિંહ અણગારના આનન્દને પાર ન રહ્યો. અને બિજોરાપાક લાવી પ્રભુને આપે. પરમાત્મા મહાવીરે પણ બિલમાં સર્પ ઉતરી જાય તેમ રોગરહિતપણે શરીરરૂપ કહામાં તેને ઉતારી દીધો. આ બીજોરાપાક અંદર જતાં જ વ્યાધ શાંત થઈ ગયો, અને દેવ દેવી, શ્રમણ શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા વર્ગમાં આનંદનો પાર રહ્યો નહિ.
આ ઉપર જણાવેલ હકીકત ભગવતી સૂત્રના પંદરમા શતકની છે. આમાં પ્રભુ મહાવીરે રેવતી નામની ગાથાપત્નીને ત્યાંથી શું લાવવું અને શું ન લાવવું તેના સંબંધમાં સિંહ અણુગારને જણાવેલ હતું, તે વર્ણનના મૂલ પાઠ માંહેલા અમુક શબ્દોને આધારે લેખક પ્રભુ મહાવીરને માંસાહાર સિદ્ધ કરવા માંગે છે.
આ બાબતમાં ખરું રવરૂપ શું છે, અને શું હોઈ શકે તેને નિર્ણય કરવા વિવાદગ્રસ્ત શબ્દવાળો પાઠ આપી પછી તેના પર વિચાર ચલાવીશું, મૂલપાઠ
"तं गच्छह णं तुम सीहा ! मढियगामं नगरं रेवतीए गाहवतिणीप गिहे, तत्थ णं रेवतीए गाहावतिणीए ममं अट्ठाए दुवे कवायसरीरा उवक्खडिया, तेहिं ना अट्ठी, अत्थि से अन्ने पारियासिए मजारकडए कुक्कुडमंसए For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education Intemena
तमाहशाह