SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૭] જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણ E રીતે બેલવું તને ઉચિત નથી.” બસ, આ સાંભળતાં જ અગ્નિમાં ઘી હોમાયું. એટલે કે ગોશાલકે તેજલેસ્યા મૂકી, ક્રમશ: તે બંનેને બાળી નાંખ્યા. ત્યારબાદ ફેર પ્રભુ મહા વીરે ગોશાલકને સમજાવ્યો, છતાં પણ નહિ સમજતાં ભગવાન મહાવીરના પર જ તેજે. લેશ્યા મૂકી. આ તેજપુંજ પ્રભુ મહાવીરને પ્રદક્ષિણા દઈ પાછો ફરી ગોશાલકના જ શરીરને તપાવતો તેમાં પેસી ગયો. ત્યારબાદ ગોશાલકે પ્રભુ મહાવીરને કહ્યું કે હે કાશ્યપ ! તમે હવે છ માસમાં પિત્તવરથી પીડાઇને મરશે. ત્યારે પ્રભુ મહાવીરે જણાવ્યું કે, “હે ગોશાલક! છ માસમાં ભરવાને બદલે હું તે બીજા ૧૬ વર્ષ જીવવાનો છું પણ તું તે તારી જ તેજોલેસ્યાથી સાત દિવસમાં પિત્તજ્વરથી પીડાઈ, અજિન ભાવમાં જ મરણને શરણ થવાને છે.” - ત્યારબાદ પ્રભુ મહાવીરે મુનિઓને બોલાવીને કહ્યું કે, “હે આર્યો, જેમ તૃણરાશિ બળી ગયા બાદ નિસ્તેજ ને હતતેજ બની જાય તેમ, ગોશાલક પિતાની જ તેજલેશ્યાથી નિસ્તેજ ને હસશક્તિક થયેલ છે. હવે તમે તેની પાસે જઈ તર્ક-દલીલ અને પ્રમાણે પૂર્વ ધર્મચર્ચા કરી તેને નિરૂત્તર કરે.” આ સાંભળી મુનિવરે ગોશાલક પાસે ગયા અને ચર્ચા કરી. ગોશાલક જવાબ આપવા યા કંઈ પણ પ્રતિકૂલ કરવા સમર્થ થઈ શકે નહીં, યાવત્ નિરૂત્તર બની ગયો. આ સ્થિતિ જોઈ કેટલાએ આજીવિક સાધુઓ ગોશાલકને છોડી પ્રભુ મહાવીર પાસે જઈ શિષ્ય બન્યા, અને કેટલાએક ગોશાલક સાથે જ રહ્યા. ગોશાલક જે કામ સાધવા આવ્યો હતો તે નહીં સધાવથી તે લાંબી દષ્ટિ ફેકે છે, ઊંડા દીર્ધ શ્વાસ લે છે, દાઢીના વાળ તોડે છે, કુલા કુટે છે, હાથ ધ્રુજાવે છે અને જમીન પર પગ પડે છે, યાવતું અરેરે હું હત થઈ ગયે, એમ જલ્પન કરતો કેષ્ટિક ઉદ્યાનમાંથી નીકળી હાલાહાલા કુંભારણને ત્યાં આવ્યો છે. હાલાહાલા કુંભારણના મુકામ પર આવ્યા બાદ ગોશાલક દાહ શમાવવા માટે આંબાની ગોટલી ચૂસે છે, મદ્યપાન કરી પુનઃ પુનઃ નાચે છે, ગાન કરે છે અને હાલાહાલા કુંભારણને નમસ્કાર કરે છે, અને માટીવાળા પાણીથી પિતાના શરીરને સીંચી રહ્યા છે. છેવટે સાતમી રાત્રિએ તેનો કમંદળે ઢીલાં થયાં, સમ્યગ્દર્શને તેના હૃદયમાં નિવાસ કર્યો. અને પિતાની ભૂલનો ખ્યાલ આવતાં નીચે પ્રમાણે વિચાર કરવા લાગ્ય “હું જિન નથી. હું તે જ મંખલિપુત્ર ગોશાલક છું. મેં શ્રવણહત્યા કરી, ધર્માચાર્યની ઘેર આશાતના કરી, હું અજિન ભાવમાં જ મરણને શરણ થવાને છું. પરમાત્મા મહાવીર જિન છે, સર્વજ્ઞ છે યાવત કેવલી છે.” આ વિચાર આવ્યા બાદ આજીવિક સાધુઓને બોલાવી ઉપરના વિચારે તેમને જણાવ્યા અને કહ્યું કે મારા મરણ બાદ મારા શબને ડાબા પગે દોરડું બાંધી ત્રણ વાર મેંઢા પર ધૂકી, શ્રાવતી નગરીના ચૌટામાં આમતેમ ઘસડજો અને જાહેર ઉષણું કરજો કે આ મંખલિપુત્ર ગોશાલક જ હતો આ જિન હતો જ નહિ. આ શ્રમણધાતી છે અને અજિન ભાવમાં જ મરણને શરણ થયેલ છે. તથા ભગવાન મહાવીર સાચા જિન છે. આ અતિમના વિચારે કહી ગોશાલકનો જીવ તે કલેવર છોડી પરલોકની મુસાફરીએ ચાલ્યો ગયો. - હવે પિતાના વડીલની આજ્ઞાને લેપ ન થાય, અને આજીવિક સમ્પ્રદાયની Jain Educલઘુતtપણ ના થાય, એ ઈરાદાથી આજીવિકા સાધુઓએ મુકામનાં દ્વાર બંધ કરી, તેમાં ine linelibrary.org
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy