________________
જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા
[૪૭].
ગશાલકને મળ્યા હતા તેમને સહવાસ કહી શકાય. આ છ દિશાચરો ટીકાકાર ભગવન્તના
અભિપ્રાય પ્રમાણે પ્રભુ મહાવીરના શિથિલ થયેલા શિષ્યો હતા. આ શિષ્યો પ્રભુના કૈવલ્પ પછીના હોવાથી સિદ્ધ થાય છે કે પ્રભુ મહાવીર પ્રથમ જિન અને સર્વ થયા હતા અને ગોપાલક પાછળથી જિન અને સર્વજ્ઞ કહેવરાવવા લલચાયો હતો. ચૂર્ણિકારના વ્યાખ્યાન પ્રમાણે આ છ દિશાચરને પ્રભુ પાર્શ્વનાથના શિષ્ય તરીકે ગણીએ તે પણ અડચણ નથી, કારણકે પ્રભુ મહાવીરના કેવલ્ય જીવનબાદ ઘણા કાળ સુધી પ્રભુ પાર્શ્વનાથના શિષ્ય હતા. કદાચ એમ કહેવામાં આવે કે ગોશાલકને તેજલેશ્યા સિદ્ધ થયા બાદ થોડા સમયના અંતરે છ દિશાચરો મળ્યા હોય અને તેની પાસેથી તત્કાળ ગોશાલકે જાણી લીધું હોય તો પ્રથમ જિન કહેવરાવવા કેમ ન લલચાય? આના જવાબમાં જણાવવાનું જે આ ઘટના, ઉપર જણાવ્યા પ્રમાણે બે વર્ષના કાળની અંદરની છે. જિન અને સર્વજ્ઞ કહેવરાવવાની હુંફ આપનાર અષ્ટાંગ નિમિત્તનું અધ્યયન સાધારણ કેટીનું તે ન જ હેય. ઉચ્ચ કેરીનું અધ્યયન વિશેષકાલ માગે તે સ્વાભાવિક છે. તેમાં પણ ગોશાલક જેવા ચપલને તો ઘણો લાંબો કાલ જોઈએ તેમાં તો કહેવું જ શું? અર્થાત આ રીતે પણ ગોશાલક પ્રથમ જિન કહેવરાવા લલચાઈ શકે તેમ નથી, તથા ભગવતી સત્રમાં ગોશાલકે પોતાની જિન તરીકેની પ્રસિદ્ધિ કર્યાનું સ્થાન શ્રાવસ્તી નગરી જણાવી છે અને તે સમય ગોશાલકની પ્રત્રજ્યાનું વીસમું વર્ષ હતું અને ભગવાન મહાવીરને જિન અને સર્વજ્ઞ થયાનું તેરમા વર્ષની ઉપરનું દલ હતું. આની પૂર્વે જિન તરીકે ગોશાલકે પ્રસિદ્ધિ કર્યાનો કાળ અને સ્થાન જોવામાં આવતું નથી.
- સતિમ સારાંશનો જવાબ–પ્રભુ મહાવીરના જિનપણામાં ગોશાલકને સંદેહ હતો નહિ, કારણે પ્રભુ મહાવીર જિન છે, એ વાત તેણે પિતે કબુલ કરી છે. ગોશાલક જિન છે કે નહિ તે સંદેહ ભગવાન મહાવીરને હતો જ નહિ. તેમને તે ગોશાળક જિન નથી એ નિર્ણય જ હતા. વળી ગોશાલકે પણ પ્રાન્ત એ વાત કબુલ કરી છે. આ હકીકત ભગવતીનું ૧૫ મું શતક સ્પષ્ટ બતાવી આપે છે.
આગળ ચાલતાં લેખકે પરમાત્મા મહાવીરને માંસાહાર સિદ્ધ કરવા શ્રી ભગવતી સૂત્રના પંદરમા શતકને સામે રાખી તેના સારરૂપે કેટલુંક લખાણ કરેલ છે. આ લખાણમાં કેટલાએ અગત્યના મુદ્દાઓ જતા કરવામાં આવ્યા છે અને કેટલાએક પિતાના ઘરના મૂકવામાં આવ્યા છે. હાલ એ બાબતમાં ચર્ચા જતો કરી શ્રી ભગવતી સૂત્રનાં ૧૫ મા શતકમાં જે આવે છે, તેને અનુસરીને, કેટલુંક ઉપયોગી વર્ણન નીચે પ્રમાણે જણ્વીએ છીએ–
શ્રાવસ્તી નગરીના ઈશાન કોણમાં કોષ્ટક નામનું ચિત્ય હતું. આ નગરીમાં આજીવિકા મતની ઉપાસિકા હાલાહાલા નામની કુંભારણ રહેતી હતી. એકદા મંલિપુત્ર ગોશાલક, કે જેની પ્રવજ્યાને ૨૪ વર્ષ થયાં છે તે, એ કુંભારણની માપમાં (વિક્રેય ઠામ રાખવાની શાલામાં) આવીને ઉતર્યો, અને આજીવિક સમુદાય સહિત આજીવિક મતથી પિતાના આત્માને ભાવતો હતો.
પૂર્વે એકદા ગશાલકની પાસે છ દિશાચર આવ્યા હતા. જેનાં નામ-(૧) સાણ (૨) કંદલ (3) કર્ણિકાર (૪) અછિદ્ર (૫) અગ્નિવસ્યાયન અને (૬)ગમાયુપુત્ર અર્જુન, For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International