SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રી મહાવીરસ્વામી ઉપર માંસાહારી'ના આરેાપ મૂકનાર શ્રી ગેાપાળદાસ પટેલને— લેખક:-આચાર્ય મહારાજ શ્રી સાગરાન દસૂરિજી મહાશય ! તમાએ પુંજાભાઇ ગ્રંથમાળા તરફથી બહાર પાડેલ શ્રી ભગવતીજીના અનુવાદમાં ભગવાન મહાવીર મહારાજાની બાબતમાં અણુસમજ ભરેલા અ કર્યો છે. એ ચોક્કસ સમજી શકાય તેમ છે, છતાં તમેએ તમારી તે અણુસમજને ભગવાન અભયદેવસૂરિજીએ કરેલી ટીકાને જોઈ ને સુધારી નથી એટલું જ નહિં, પરંતુ તમે તમારા તે ‘પ્રસ્થાન'ના લેખમાં જણાવે છે કે મ્હારા ધા મિત્રએ મ્હને તે શ્રી ભગવતીજીના અનુવાદમાં થયેલી ગેરસમજને સુધારા અનેક પત્રોથી હિતની દૃષ્ટિએ સૂચના કરી છે. છતાં તમાએ તમારી ભૂલ નહિ સુધારતાં તે સૂત્રને ઉલટા અર્થ પકડી રાખવા સાથે મિત્રોની તિ દૃષ્ટિને પણ ધકકો માર્યો છે. એટલે પ્રથમ તમાને આ ટુંક લખાવી તે ભૂલ સુધારવાને માર્ગ દેખાડુ, છતાં જો સુધારા નહિ જ થાય તે પછી વિસ્તારથી લખવાની ફરજ જાવવી જ મારા માટે યોગ્ય ગણાશે. ચર્ચાના વિષયભૂત પાઠ આ પ્રમાણે છે– " रेवतीए गाहावरणीय मम अट्ठाए हुवे कवोयसरीरा उवक्खडिया तेहि नो अट्टो, अस्थि से अन्ने पारियासिए मजारकडए कुक्कुडमंतर तमाहराहि पण अट्ठो ' .. ૧ આ જણાવેલ પાઠમાં કે!' પણ પ્રકારે તમે! પાઠભેદ માનતા નથી. ૨ ભગવાન મહાવીર મહારાજને થયેલા પિત્તવર્ અને દાહની બાબતમાં તમારે મૃતભેદ નથી. તમે! ‘તુવે વોયસરીયા' એ પદાથી એ પારેવાનાં શરીર એમ લેવા માગે છે! તે તમારે નીચેની હકીકત વિચારવાની જરૂર છે. 3 અ. જો કબૂતરનું માંસ લેવું હેય તે વોયા ' એટલું જ લખવું યાગ્ય છે, સરીર શબ્દ લગાડવાની જરૂર ન હોય ( એમ હોય તે અહિં પારેવા અ લેવાય. ) આ. માંસાહારના જે પ્રસંગે વિપાકસૂત્રાદિમાં અધમ માટે વર્ણવવામાં આવ્યા છે તેમાં કોઇ પણ સ્થાનકે જાતિવાચક શબ્દની સાથે શરીર શબ્દ હતો જ નથી ( તેથી અહિં વનસ્પતિ અર્થે લેવા પડે. ) . જો માંસ લેવાનું હોય તે તુવે એટલે એ ( કપાત શરીર ) એમ કહેવાનું હોય જ નહુિ. ઈ. માંસને અંગે યિ તપિ વગેરે શબ્દો વપરાય છે. જુઓ ઉપાસકદાંગનું મહાશતક અધ્યન અને વિષાસૂત્રને ભીમકૂટગ્રાહિને આધકાર. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy