SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૯] શ્રી જેને સત્ય પ્રકાશ આથી વિપરીત જેનું મન શુદ્ધ અને સંયમમાં નથી, જે સ્વાર્થ લેલુપતામાં જ ફસાએલા રહે છે, એહિક સ્વાર્થ માટે જ ક્રિયા કરે છે, અને જે કષાયથી લિપ્ત છે, તે બાહ્ય સ્વરૂપથી અહિંસક હોવા છતાં તે હિંસક છે, કારણ કે તેના મનના પરિણામ હિંસક છે. જે આ બાબત ઉપર ગંભીરપણે શ્રી. પટેલે વિચાર કર્યો હતો અથવા કોઈ ગીતાર્થ વિદ્વાન પાસે અભ્યાસ કર્યો હતો કે તેઓ કદિ ન માનતા કે “સાધુઓ ખાવાની ચાલવાની વગેરે ક્રિયાઓ કરે છે, અને તેમાં એકેન્દ્રિય જીની હિંસા થાય છે માટે તેમણે માંસાહાર કર જોઈએ. અથવા આવી ક્રિયાઓ કરતાં હતાં એટલે માંસાહાર પણ કરતા હતા. મનુષ્ય, પશુ હિંસા વિના રહી શકે છે, માંસાહાર વિના ગૃહસ્થ પણ ચલાવી શકે છે, તે પછી સાધુ વાયુકાયની ક્રિયા વિના નથી રહી શકતે, માટે તે માંસાહાર વિના પણ ન રહી શકે એવું ધોરણ બાંધવું એ તે બહુ દુઃખકારક અને આશ્ચર્યજનક છે. ચાલુ કાળમાં જનધર્મના સિદ્ધાન્ત અને જૈનધર્મનું શાસન ભગવાન મહાવીરના ઉપદેશને અનુસરીને અઢી હજ્જાર વર્ષોથી ચાલ્યું આવ્યું છે. ભગવાન મહાવીરના સિદ્ધાન્તને અભ્યાસ કરનાર કોઈ પણ અભ્યાસક કહી શકે છે કે ભગવાન મહાવીરે કેવલજ્ઞાન થયા પછી જગતને સંદેશ સંભળાવ્યો છે. તેમણે જે જે કહ્યું છે તે પિતાના આચરણમાં ઉતારીને કહ્યું છે. તેમના સિદ્ધાંતોની મુખ્ય વસ્તુ અહિંસા, સંયમ અને તપ છે. આત્મવિકાસની સાધનભૂત આ ત્રણ વસ્તુ મુખ્ય છે. આ ત્રણે વસ્તુઓ તેમણે પિતાના જીવનથી આદર્શ રૂપે ખડી કરી છે. પિતાને મત-પંથ વધારવાની અંશમાં પણ ઈચ્છા રાખ્યા વગર પિતાના જ્ઞાનમાં જે સત્ય લાગ્યું કે તેમણે પ્રકામ્યું છે. લોકો તેમને માને કે ન માને, તેમના મતનો આદર કરે કે ન કરે તે સંબંધી જરા પણ વિચાર રાખ્યા સિવાય, સકલ કર્મને ક્ષય એ જ મુકિતને માર્ગ છે અને કર્મક્ષયનાં પ્રધાન કારણો અહિંસા, સંયમ અને તપ છે, એ એમણે બતાવ્યું. આમ ભગવાન મહાવીરનું ચરિત્ર અહિંસા અને દયાથી ઓતપ્રેત થએલું આપણે જોઈ શકીએ છીએ. જૈન સૂત્રના અભ્યાસકેએ ઉપલક દષ્ટિએ અભ્યાસ ન કરતાં અથવા એકાદ અનુવાદકનું અનુકરણ ન કરતાં સ્વયં બહુ જ સંશોધક બુદ્ધિથી અભ્યાસ કરવાની અને અનુવાદ કરવાની જરૂર છે. સેંકડો કે હારે વર્ષો પહેલાંની આ વસ્તુ છે. જુદા જુદા સમયમાં જુદા જુદા દેશમાં, ભાષાઓ અને રીતરિવાજોમાં સમયે સમયે પરિવર્તન થયા કરે છે. આ બધા સમયના પ્રવાહમાં પહેલી વસ્તુઓને ખ્યાલ કર્યા સિવાય ઉપલક દષ્ટિએ જે કોઈ પણ વસ્તુને પ્રકાશ કરવામાં આવે છે, તે તેમાં બીજાને અન્યાય થવાનો સંભવ રહે છે. “પુરૂષવિશ્વાસે વચનવિશ્વાસ” એ સિદ્ધાંત મધ્ય બિન્દુમાં રાખીને મહાવીર કોણ હતા? એમનું જીવન કેવું હતું? એ બધું જોઈ તપાસી પછી જ એમનાં વચને ઉપર ઊહાપોહ કરવાની જરૂર છે. તેની સાથે જ સાથે મેં મારા લેખના પ્રારંભમાં કહ્યું છે તેમ પ્રકાશિત થતી વસ્તુના લાભાલાભને પણ વિચાર કરવાની જરૂર છે. વિદ્વાને મારા નામ વકતવ્ય તરફ ધ્યાન આપશે, એવી ઈચ્છા સાથે વિરમું છું. Jain Education Inte જૈન મંદિર, રણછોડ લઈન, કરાચી rsonal Use Only www.jainelibrary.org
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy