SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ માંસાહારને પ્રશ્ન [ અક છે) ] આ બન્ને યોગની વકતવ્યતા આ પ્રમાણે છે. જ્યાં સુધી આર્ય વજીસ્વામી હતા ત્યાં સુધી કાલિકાનુયોગને અપૃથકત્વપણું હતું, તે પછી કાલિકસુવ અને દૃષ્ટિવાદમાં પૃયવાનુયોગ થયો. માટે “માંસ, કપત ભાર વગેરે શબ્દ, બીજા અનુયોગમાં ઉપયોગી હોવાને કારણે વપરાયેલ અને તે જ કારણે સૂત્રોના શબ્દો પારવર્તનને અસહ્ય હેઈ એક અનુગમાં આગમે નિયત કરાયા છતાં કાયમ રહ્યા છે. અનેકાર્થક વાકયોની રચનામાં તેમજ તેની વ્યાખ્યા કરવામાં ઉપર્યુક્ત રીતિ ચાલુ સંસ્કૃત તેમજ લોક ભાષામાં પણ જોવાય છે. કવિશ્રી ધનપાલ “તિલકમંજરીની શરૂઆતમાં એક ઠચર્થક લોકથી કાદમ્બરીકાર બાકવિ પરિચય આપતાં केवलोऽपि स्फुरन् बाण : करोति विमदान कवीन् । किं पुन : कृप्तसंधान : पुलिन्ध्रकृतसन्निधि : ॥ આ સ્થળે બાણ શબ્દનો અર્થ તીર અને બાકવિ, કવિશબ્દથી કવિઓ અને કુત્સિત પક્ષિઓ, સંધાન શબ્દથી ધનુષ્ય સાથે જોડાણ અને કાદમ્બરી ગ્રન્થનું અનુસંધાન અને પુલિ શબ્દથી ભિલ્લ અને બાણને પુત્ર (શદ સમાનતાથી) લેવાય છે. ભાષામાં પણ चरण धरंत चिन्ता करत त्यागत शोरवकोर ॥ सुवर्णकुं ढुंढत फीरत कवि व्यभिचारी चोर ॥ એ સૂકતમાં “ચરણ અને સુવર્ણ એ શબ્દોના ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ભિન્ન ભિન્ન અથી લેવાય છે. તે શબ્દને સ્થાને (સુવર્ણને સ્થાને) સુશબ્દ, સુરૂપ કે કાંચન વગેરે શબ્દોની યોજના યોગ્ય નથી. કારણ કે એમ કરવા જતાં એના બીજા બીજા અર્થ કાઢવા અશક્ય થઈ પડે છે. તે ચાર ચાર અર્થવાળા આગમોમાં તેવા શબ્દો હેય તેમા શંકા જેવું નથી. શ્રી. ગોપાળજીભાઈ પટેલે ભગવાન મહાવીરના વ્યાધિ અને તેના ઉપચાર અંગેભગવાન મહાવીર સ્વામીને વ્યાધિ તેજોલેસ્થાજન્ય હતું, તેજલેસ્યા એ અલૌકિક વસ્તુ હતી, એટલે એ વ્યાધિનો ઉપચાર પણ અલૌકિક હેઈ શકે, એ ઉપચારની ચર્ચા વૈદ્યક શાસ્ત્રની દષ્ટિએ ન કરી શકાય—વગેરે મતલબનું લખાણ લખી એ વાતને વિશેષ વિચાર કરવા માંડી વાળ્યું છે. પણ સૂકમ દૃષ્ટિથી વિચાર કરતાં એમણે જે કારણે એ વિચાર કરે પડતું મૂકી છે એ બરાબર નથી, અને સંભવતઃ એ જ કારણે-વૈદ્યક શાસ્ત્રમાં વર્ણિત વસ્તુના ગુણ દોષના વિચારની ઉપેક્ષા કરીને તેમણે માસહારનું વિધાન કરતે અર્થ સ્વીકાર એગ્ય ગણ્યો છે. એમણે એ વ્યાધિ અને એ ઉપચાર અંગે જે વિચાર કરે પડતું મૂકે છે તે આ છેvate & Personal use Only www.jainelibrary.org Jain Education International
SR No.521542
Book TitleJain Satyaprakash 1939 01 SrNo 42
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size852 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy