SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૨] થી જે સત્ય પ્રકાશ “ ર ” ને “બિલાડાએ મારેલ” એ અર્થ ગોપાળજીભાઈ પટેલ કરે છે, તે બરાબર નથી, કારણ કે “તમ”ને અર્થ મારેલ એમ કોઈ પણ સ્થળે થતો નથી, પરંતુ “તિમ” “ફરજૂ ઇત્યાદિ સ્થળોએ રાઈડે સંસ્કારેલ, દ્રાક્ષાવડે સંસ્કારેલ (કે જેને ભાષામાં રાઈતું વગેરે કહેવામાં આવે છે, તે પ્રમાણે સંસ્કારેલ એ અર્થ થાય છે. તેને બદલે “ર”ને અર્થ ખેંચતાણીને “ભારેલ’ કરે અને પૂર્વના ટીકાકારેને ખેંચતાણીને અર્થ કરનારા કહેવા તે ઉચિત નથી. વળી ભગવાન મહાવીરને ઔષધ વહોરાવનાર રેવતી એ કોઈ સામાન્ય સ્ત્રી ન હતી, પરંતુ મહાવીરના ચતુર્વિધ સંઘ પૈકી કલ્પસૂત્રમાં વર્ણવેલ સુલસા વગેરે શ્રાવક સંધની ગણનામાંની મુખ્ય વ્રતધારિણી શ્રાવિકા હતી કે જેને ત્યાં ભગવાન મહાવીરે વારંવાર નિષિદ્ધ તરીકે ઉપદેશેલ, નરકાવતારના દ્વારભૂત માંસ-ભક્ષણ કદી પણ સંભવી શકે જ નહિ. [ ૩}. એવી એક શંકા રસ્થાને છે કે માંસાહારના મહાન પ્રતિષેધક ભગવાન મહાવીરના આગમોમાં, સામાન્ય જનતાને ભ્રમમાં નાખે એવા “માંસ “કતિ” બાજરી વગેરે શબ્દોની યોજના શાથી હેય? સ્પષ્ટ અર્થને બતાવનાર બીજા શબ્દો ન હતા કે જેથી આવા ઠયર્થક તેમજ સાધમ્મથી અર્થ લઈ આગમ સંગત કરવા પડે તેવા શબ્દોને પ્રયોગ કરાયો? આનું સમાધાન ગુરુગમથી જેઓએ જૈન આગમનું રહસ્ય જાણ્યું છે તેવા આગમના અભ્યાસીઓને સરલ રીતે થઈ શકે તેવું છે. તે એ કે ગણધરેએ આગમોની રચના ચતુરનુયોગમથી કરી હતી કે જેથી આગમના પ્રત્યેક સૂત્રથી દ્રવ્યાનુયોગને, ગણિતાનુયોગને, ચરણકરણાનુયોગને તેમજ ધર્મકથાનુયોગને અર્થ નીકળતે અને શિષ્યને સમજાવતો હતો, પરંતુ આર્ય વ્રજસ્વામી પછી મેધાહાસ વગેરેને કારણે પ્રત્યેક સૂત્રોને એકેક અનુગમાં નિયત કરવામાં આવ્યા. આ વાત શ્રી હરિભ્રદ્રસરિચિત શ્રીદશવિકાલિક ટીકમાં આ પ્રમાણે છે – इह चार्थतोऽनुयोगो द्विधा अपृथक्त्यानुयोगः पृथक्त्वानुयोगध तत्रापृथक्त्वानुयोगो यकस्मिन्नेव सत्रे सर्वे एव चरणकरणादय: प्ररूप्यन्तेऽनन्तगमपर्यायार्थकत्वात् सूत्रस्य, पृथक्त्वानुयोगश्च यत्रक्वचित्सूत्रे चरणकरणमेव कचित्पुनर्धर्मकथैव वेत्यादि ॥ अनयोश्च वक्तव्यता । जावंति अजवहरा अन्जपुहुत्त कालियानुओगस्स। तेणारेण पुहुतं कालियसुयदिठिवाए य॥ અહીં અર્થથી અનુયોગ બે પ્રકાર છે. એક અપૃથFાનુયોગ અને બીજો પૃથવાનુયોગ. તેમાં અપૃથવાનુયોગ એક જ સૂત્રમાં સર્વ ચરણ કરણ વગેરે યોગ પ્રાપાય છે, કારણ કે સૂત્ર અનન્ત ગમ પર્યાય અને અર્થવાળું હોય છે. પૃથકવાનુયોગ તે કે કઇ સૂત્રમાં ચરણકરણનુયોગ જ હોય તે કોઈ સૂત્રમાં ધર્મકથાનુયોગ જ તે હોય, એ પ્રમાણે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education Internation
SR No.521542
Book TitleJain Satyaprakash 1939 01 SrNo 42
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size852 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy