________________
[ ૩૭૦ ].
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ :
ઉત્તર-હે ગૌતમ ) મહારભથી, મહાપરિગ્રહથી, માંસાહારથી અને પંચેન્દ્રિયના વધથી નારકીના આયુષ્યને યોગ્ય કાર્માણ શરીર પ્રગબંધ થાય છે.
એ જ પ્રમાણે શ્રી સ્થાનાંગ સૂત્રમાં એથે હાણે નીચે પ્રમાણે પાઠ છે
चउहि ठाणेहिं जीवा जेरइयत्ताए कम्मं पकरेंति तंजहा महारंभयाए महापरिग्गहयाए पंचेदियवहेणं कुणिमाहारेण ॥
આ ચાર કારણો વડે જીવો નારક યોગ્ય કર્મ બાંધે છે–૧ મહારંભ, ૨ મહાપરિગ્રહ, ૩ પંચેન્દ્રિયવધ અને ૪ માંસાહાર.
વળી ઉવવાઈ સૂત્રમાં પણ માંસાહારી નારકીને ગ્ય કર્મ બાંધી નરકગતિમાં ઉત્પન્ન થાય છે, એવો પાઠ છે તે આ પ્રમાણે
चउहि ठाणेहिं जीवा जेरइयत्ताए कम्मै पकरेंति णेरइत्ताए कम्म पकरेत्ता रइपसु उववजति तंजहा महारंभयाए महापरिग्गहयाये पंचदियवहेणं कुणिमाहारेणं ॥
તે જ પ્રમાણે શ્રી દશવૈકાલિક સૂત્ર, ચૂલિકા બીજી; ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા, સાતમા અને ઓગણીશમાં અધ્યયન વગેરે સ્થળોએ માંસાહારનો સ્પષ્ટ નિષેધ કરેલ છે. આ બધી વાત ધ્યાનમાં રાખીને જ જે તેની સાથેના સૂત્રને અર્થ કરવામાં આવે તે જ યથાવસ્થિત સ્વરૂપ પ્રાપ્ત થાય. માટે શ્રીઆચારાંગ વગેરે સૂત્રોમાં જ્યાં “ નાંર” વગેરે શબ્દોનો ઉપયોગ આવે છે, ત્યાં તે શબ્દોને ઉપર્યુકત પાને બાધ ન આવે તે “મુકિઃ affમો” (ભગ એટલે બાહ્ય પરિબેગ) અથવા “માં જ (માંસ એટલે ફલન ગર્ભ) એવો અર્થ પ્રાચીન ટીકાકારે શ્રી શીલાંકાચાર્ય વગેરેએ સ્કુટ રીતે કરેલ છે. શ્રી દશવૈકાલિક સૂત્ર પંચમ અધ્યયનની ગાથા ૩૭૦ ને અર્થ કરતાં શ્રીહરિભદ્રસૂરિજી મુગલ શબ્દને માંસ અર્થ દર્શાવી તરત જ જે તુ કરીને પૂર્વાપરના અનુસંધાન તથા પ્રકરણને લગતે તેને અર્થ ‘તથવિધ ફળ” એમ વનસ્પતિને લગત કરે છે. તે બીજા અર્થમાં જ તેમની અનુમતિ છે. કારણ કે કોઇ પણ આચાર્યના વાક્યનો અર્થ સમજતાં પૂર્વે તેમની શૈલી જાણવી જોઈએ. શ્રી હરિભદ્રસૂરિજી પ્રખર યાયનિપુણ હતા તેમ તેમના વિરચિત અનેક ગ્રન્થ સાક્ષી પૂરે છે. ન્યાય શાસ્ત્રની એક એવી શૈલી છે કે એક પક્ષ બતાવી તે પક્ષમાં પિતાની અરૂચિ દર્શાવવાનો અને સ્વાભિમત સિદ્ધાન્ત અર્થ બનાવવાને માટે જે તુ રે તુ ઇત્યાદિ શબ્દોથી બીજો પક્ષ બતાવાય છે. આ શૈલી ન્યાયશાસ્ત્રના આકરગ્રન્થ ચિત્તામણિની દીધિતિ ઉપર જાગદીશી ગાદાધરી વગેરે ન્યાયગ્રન્થોમાં સ્થાને સ્થાને સ્પષ્ટ છે. આ શૈલીથી હરિભદ્રસૂરિજીને વનસ્પતિવાળો અર્થ અભિમત છે.
આ રીતે પૂર્વાપરનું અનુસંધાન કરતાં ભગવતીજી સત્રના ૧૫મા શતકમાંના પાઠનો અર્થ પણ વનસ્પતિને લગતે જ સંગત અને પ્રામાણિક ગણાય.
શ્રી મહાવીર સ્વામી અને તેમના સાધુઓ નિર્જીવ ભેજ હતા અને હેય છે એ વિષયમાં કોઇને મતભેદ નથી, જ્યારે માંસ કઈ પણ સ્થિતિમાં નિર્જીવ હોતું જ નથી તેને માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી માંસનું સ્વલ્પ દર્શાવતાં કહે છે કે:
www.jainelibrary.org
Jain Education International
For P