SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ સ્થિતિવાળા દેવ થયા. તેરમા ભવમાં ચાલુ અવસર્પિણીના ત્રીજા આરાના ચૌરાશી લાખ પૂર્વ ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી હતા ત્યારે અષાઢ વદી ૧૪ (ગુજરાતી જેઠ વદ ૧૪)ની મધ્ય રાત્રે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાના યુગમાં દેવલોકમાંથી આવીને જબૂદીપના દક્ષિણ ભારતમાં ઈવાકુ ભૂમિમાં નાભિનામના સાતમા કુલકરની મરૂ દેવાસ્ત્રીની કુક્ષિામાં ઉત્પન્ન થયા. નવ માસ અને સાડા સાત દિવસ વીત્યા બાદ ઉત્તરાષાઢ નક્ષત્રમાં ચંદ્રમાના યુગમાં ચૈત્ર વદ ૮ (ગુજરાતી ફાગણ વદ ૮)ની મધ્યરાત્રે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામીને જન્મ થયો. જન્મથી જ શ્રી ઋષભદેવસ્વામી મતિ-કૃતઅવધિ જ્ઞાનવાળા અને વૃષભલંછન યુકત હતા તથા અભુત સૌંદર્યવાળા અને અનંતબલી હતા. તેમનું શરીર ૫૦૦ ધનુષ્ય ઉંચુ હતું. તેમને સુનંદા અને સુમંગલા નામે બે રાણીઓ, ભરત બાહુબલિ વગેરે એક પુત્ર, બ્રાહ્મી અને સુંદરી નામે બે પુત્રીઓને પરિવાર હ. ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે વસાવેલી વિનીતા નગરીના તેઓ પ્રથમ રાજા થયા. ત્યારપછી પ્રભુએ અવધિજ્ઞાનથી સંયમ ગ્રહણ કરવાને વખત નજીક જે અને લોકાંતિક દેવે પણ શાશ્વત આચાર પ્રમાણે વિનંતી કરી એટલે ભારતને વિનીતાનું રાજ્ય, બાહુબલીઝને તક્ષશીલાનું રાજ્ય અને અટ્ટાણુ પુત્રને બીજા અઠ્ઠાણું રાજ્ય આપીને વાર્ષિદાન આપવાની શરૂઆત કરી. છેવટે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાના એગમાં છઠ્ઠને તથા કરી ચત્ર વદી ૮ (ગુજરાતી ફાગણ વદી ૮)ના દિવસ પાછલા પહેરે સિદ્ધાર્થવનના બગીચામાં જઈ ચારસૃષ્ટિ લોન્ચ કરી ક્ષત્રિય કુલના કચ્છ મહાકચ્છ વગેરે ચાર હજાર પુરૂષ સાથે એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરી દ્રવ્યથી અને ભાવથી સંયમ અંગીકાર કર્યું. તે જ વખતે તેમને મન:પર્યવજ્ઞાન ઉપન્ન થયું. પ્રભુએ દીક્ષા લીધી તે વખતના લોકે ભિક્ષામાં શુદ્ધ આહાર પણ આપવાં જોઈએ એવું સમજતા નહતા, તેથી એક વરસ લગી નિરાહારી પ્રભુ વિહારથી ભૂમિને પાવન કરતા હસ્તિનાગપુર નામના નગરમાં પધાર્યા. તે નગરમાં પ્રભુના પ્રપૌત્ર શ્રેયાંસકુમારને પ્રભુને વેષ જોઈ જાતિસ્મરણ ઉત્પન્ન થયું, અને તે જ્ઞાનથી પિતાના પૂર્વ ભવમાં પ્રભુની સાથે આઠ ને સબંધ તથા પ્રભુને શુદ્ધ આહાર પાણી કપે એવું જાણીને શ્રેયાંસકુમારે પ્રભુને વાર્ષિક તપનું પારણુ શેરડીના રસથી કરાવ્યું. ત્યારપછી દરેક લોકો ભિક્ષા બહેરાવવાની વિધિ શીખ્યા. એ પ્રમાણે એક હજાર વર્ષ વીતી ગયા બાદ પુરિમલાલ નગરના શકટમુખ ઉધાનમાં ન્યધ વૃક્ષની નીચે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાના યોગમાં ફાગણ વદી ૧૧ (ગુજરાતી માહાવદી ૧૧)ના દિવસે ઘાતિ કમેને ક્ષય કરી શુકલ દયાનમાંના પ્રથમ બે ભેદેનું ધ્યાન ધતાં અને અડ્રમ તપથી યુકત શ્રી ઋષભેદવ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રથમ સમવસરણમાં પ્રભુએ દેશના આપી તેથી ભારતના પાંચ પુત્રો અને સાતમે પૌત્રોએ તથા બ્રાહ્મીએ દીક્ષા લીધી. પ્રભુએ તીર્થ (ચતુર્વિધસંઘ)ની સ્થાપના કરી. તેમને અષભસેન વગેરે ૮૪ ગણધર અને ૮૪ ગણ હતા. તેમને પરિવાર આ પ્રમાણે છે. સાધુ ૮૪૦૦૦ 1 સાધ્વી ૩૦૦૦૦૦ ો શ્રાવક ૩૦૫૦૦૦શ્રાવિકા ૫૫૪૦૦૦ કેવલી ૨૦૦૦ મનઃર્યાવજ્ઞાની ૧૨૬૫૦ અવધિજ્ઞાની ૮૦૦૦ચઉદવ ૪૭૫૦ | વૈક્રિયલબ્ધિવાલા મુનિ ૨૦૬૦૦/ વાદિ મુનિ ૧૨૬૫૦ મેક્ષગામી સાધુઓ ૨૦૦૦૦ ! મેક્ષગામી સાધ્વીઓ ૪૦૦૦૦/ અનુત્તરમાં જનારા સાધુઓ ૨૨૦૦૦ (જુએ પાનું ૩૭૬) www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.521542
Book TitleJain Satyaprakash 1939 01 SrNo 42
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size852 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy