SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧ ) બવીશલક્ષણે [ ૩૫ ] સંભળાવી. અમરની માતાને અમરના પરાક્રમની ખબર પડી. એ ચમકી-ખેને ધન પાછું લઈ લે છે? એણે બ્રાહ્મણને સંભળાવ્યું, રેયો સખણ ન રહ્યો. હવે લઈ જશે. ફિટકાર મ એ લાભમાં મારું તે નાક કાપી નાંખ્યું. હવે હાથમાં આવે છે તે ચીરી જ નાંખું એ ક્રોધ ચઢયો છે, ત્યાં તે એક પાડોશીએ આવી અમર કુમારના પરાક્રમની વાત સંભળાવી અને બળતામાં ઘી હોમ્યું. સાથે સાથે જણાવી દીધુ કે અમર તે અમર થવા તપ કરે છે. મસાણમાં જઈ ઉભો છે. હું જોઈ આવ્યો એ સાધુ થયું છે. પણ કેવો રૂડે રૂપાળા લાગે છે. તમેજ એવાં પાપીયાં કે આવા છોકરાને છેડી દીધું. આ સાંભળતાં જ એ વાઘણની જેમ ઘૂરકી. એનું ચાલત તે આવું કહેનારની જીભ જ ખેંચી કાઢત, પણ શું કરે? રાજ્ય તો રાજા શ્રેણિકનું હતું. પણ એણે બ્રાહ્મણને ખૂબ ઠપકો આપ્યો. એને મારી ન નાખું તે મારું નામ નહિ. બ્રાહ્મણે શાંત પાડવા ઘણે પ્રવાસ ઉઠાવ્યો પણ જ્યાં વડવાનલ સળગ્યો હોય ત્યાં પાણીનું ટીપું શું કામ લાગે? રાત પડી. ઘોર અંધારું હતું. પુરૂષ પણ એકલો જતાં બીવે એવા સ્થલે એ રાક્ષસિણું હાથમાં ધારદાર છરી ચમકાવતી ગામ બહાર મસાણમાં ગઈ. એનું અંગે અંગોધથી ધમધમતું હતું. અમર તે મસ્તપણે ઉભો હતે. એને મરણ કે જીવનની કશી દરકાર નહતી. કૂર માતાએ વેગમાં જઈ તેને જોઈ એકદમ પેટમાં છરી હુલાવી દીધી. અમરે ઊંહ પણ ન કર્યું. એણે પલવારમાં પ્રસંગ સંભાળ્યો.-એ વૈરાગ્ય ભાવનાએ ચઢયો. ઘા ઊડે હતો. ક્ષણવારમાં આંતરડાં નીકળી પડયાં. એનું શરીર ઢગલો થઇ પડયું અને એને આત્મા સ્વર્ગના માર્ગે સંચર્યો? એ સાચે બત્રીસ લક્ષણ હતું. એણે જીવી જાણ્યું અને એના કરતાં ય વિશેષ સફળતાથી મરી જાયું. બ્રાહ્મણને હવે સતિષ થયું. એણે જાણ્યું કોણ મને ઓળખનાર છે. હવે નીરોતે હું ધન ખાઈશ, હેર કરીશ. એ એમ જાણતી હતી કે મારું પાપ કઈ જાણતું નથી પણ એ એની ભૂલ હતી. એક અદશ્ય વ્યકિત આ બધું જાણતી હતી. એને લાગ્યું હાય! આ માતા! પણ કુદરત રૂઠી હતી. બ્રાહ્મણીના નશીબમાં ઘેર જવાનું કે ધન ભોગવવાનું લખ્યું હતું. રસ્તામાં એક ભૂખી ડાંસ વાઘણ ચાલી આવતી હતી. એણે મલપતી હરખાતી બ્રાહ્મણી ઉપર તરાપ મારી. હાય મા કહેતાં એ પણ મરણને શરણ થઈ. બ્રાહ્મણનું શરીર વાઘણે અને તેનાં બચ્ચાઓએ ફાડી ખાધું, એક જણે કહ્યું: “કર અને જે, પાપનું ફળ.” બીજે દિવસે ગામમાં વાત ફેલાઈ ગઈ. રાજાને પણ જાણ થઈ, ખરે જ એ બેલી ઉઠે છેકરે તે બત્રીસ લક્ષણો, એનું બલિદાન અમર રહેશે. એ સાચે Jain Educat ional N For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521542
Book TitleJain Satyaprakash 1939 01 SrNo 42
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size852 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy