________________
બત્રીસલક્ષણો
[ધમશ્રદ્ધાને ચરણે આત્મસમર્પણની એક અમર કથા |
ક વાર રાજગૃહી નગરીના રાજા શ્રેણિકને સુંદર ચિત્રશાળા બનાવરાવવાનું મન
આ થયું. દેશદેશના અનેક કુશલ કળાધરોને બોલાવ્યા. સફેદ દૂધ જેવા આરસ પહાણને સુંદર મહેલ તૈયાર થયે. દૂરથી જોનારને તે જાણે બગલાની પાંખ જ લાગે. રાત્રે ચંદ્રમાની રૂપેરી ચાંદનીમાં, આ મહેલની શોભા અનુપમ લાગતી. રાજાએ વિચાર્યું મહેલ તે દેવ-વિમાન જેવા તૈયાર છે. પણ હવે એમાં એવાં જ સરસ ચિત્રો આવવા જોઈએ. મહેલનું કામ થોડું અધુરું હતું. મુખ્ય દરવાજા ઉપરની કમાન ખૂબ કારીગરીથી શેભાવી હતી. અંદર એવાં તે ઝીણાં ચિત્રે કર્યાં હતાં કે જેનાર ક્ષણભર તે મુગ્ધ થઈ જતા. ખુદ સજા પણ આ અનુપમ કારીગરીવાળી કમાન જોઈ ખુશ ખુશ થઇ જતે. શુભ મુર્તે દરવાજા ઉપર કમાન ચઢાવી. પણ ન માલુમ એમાં એવું કાંઈક થયું કે રાત્રે એ દરવાજો પડી ગયે, સાથે કમાન પણ તૂટી પડી. રાજાને આ સાંભળી ઘણે જ ખેદ થયા. કારીગરોને ઉત્સાહ આપી બમણું ધન આપવાનું જણાવી પહેલાથી પણ વધુ સુંદર કમાન બનાવવા આદેશ કર્યો. દરવાજાનું કામ ઝપાટાબંધ ચાલ્યું, કમાન ઉપર પણ અનેક કારીગર-કળાકુશલ ચિત્રકારો બેઠા. પહેલાં કરતાં પણ વધુ સુંદર કમાન તૈયાર થઈ. ફરીથી શુભ મુહૂર્તે કમાન ચઢાવી. વળી પાછી રાત પડી અને દરવાજા સહિત કમાન તૂટી પડી. ચેકીદારે ચેક કરતા હતા તે ઘવાયા, એકાદ બે બચ્યા તેમણે રાજાને ખબર આપ્યા. રાતેરાત રાજ્ય ત્યાં હાજર થયે એને પણ આ સ્થિતિ જોઈ દુઃખ થયું, પણ શું કરે ? રજા નિરૂત્સાહ ન થશે. ત્રીજી વાર કામ શરૂ કરાવ્યું. કમાન એથી પણ વધારે સુંદર થઈ. ચઢાવી પણ ખરી. પણ ત્રીજીવાર પણ પડી ગઈ. રાજા ચમકો. તેને એમ થયું, જરૂર કોઈ દેવદોષ છે. રાજાને થયું. હું આટઆટલી જહેમત ઉઠાવી, રાતદિન ભૂખ તરસ અને નિંદ છેડી આ ચિત્રાશાલા પાછળ મંડયો છું ત્યારે વિધિ મારાથી વાંકી બની મારું કામ ભગ્ન કરી નાખે છે, મને નિરૂત્સાહ કરે છે.
એને ભૂદેવો ઉપર એ વખતે પરમ આસ્થા હતી. વિદ્વાન જ્યોતિષી બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું, અને પૂછયું “આ આપણી ચિત્રશાલાને દરવાજે કેમ તૂટી જાય છે? ચિત્રશાળા પૂર્ણ થાય એ ઉપાય કહો”
ભૂદેવોએ જોશ જોઈ તે વખતની ચાલતી પ્રણાલીકા મુજબ ઘેર હિંસાકાર્ય મુચવ્યું: “રાજન, કઈ દેવ બત્રીસ લક્ષણે માગે છે, માટે યજ્ઞ કરાવી બ્રાહ્મણને લાડુ જમાડી બત્રીસ લક્ષણે હોમ તે જરૂર તમારું કાર્ય સિદ્ધ થશે-ચિત્રશલા તૈયાર થશે, અને આપનો મનોરથ પાર પડશે"
રાજાને આ વાત એકદમ તે ન રૂચી, એક ચિત્રશાલા માટે બત્રીસ લક્ષણે હેમું ! પણ સામે જ પિતાની ચિત્રશાલાનું દ્વાર યાદ આવ્યું. હું રાજા છું ગમે તે કરી શકવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org