________________
[૨૫]
છે જેને સત્ય પ્રકાશ
આરાધના સિવાયની મહાગ્રતાદિની આરાધનામાં અધિક લાભની અપેક્ષાએ યથાર્થ ગીતાર્થ ભાવાયાદિક પૂજ્ય પુરૂષની સૂચનાથી શ્રાવક સુપાત્રની ભક્તિ કરતાં “આ મારા ઔષધાદિથી મુનિને દેહ ટકશે, આ હજારે જીવોના ઉદ્ધારક મહાપુરૂષ સંયમ સાધી બીજાને સધાવશે,' એમ ભાવના ખવાથી જરૂર વિશેષ લાભ મેળવે છે. અપવાદ સેવનાર સાધુ મહાત્માની પણ ઉત્સર્ગ માર્ગ તરફ જ દષ્ટિ હેવી જોઈએ. જેથી તે એમ વિચારે કે-મેં અપવાદ સેવ્યો તે ઠીક નહિ, સાજો થઈશ ત્યારે અવસરે શ્રી ગુરૂમહારાજેની પાસે તેનું (ઈતર પ્રહણનું) યેગ્ય પ્રાયશ્ચિત્ત જરૂર લઈશ ને નિર્મલ બનીશ” અહીં એ ધ્યાનમાં રાખવું કે આજ્ઞા આપનાર ગુરૂવર્યાદિ ગીતાર્થ મહાપુરૂષે દીર્ધદષ્ટિ હોય છે. સ્વચ્છેદપણે અપવાદ સેવનારને આરાધકપણું નથી જે હતું, કેમકે ઉત્સર્ગ માર્ગને ટકાવવા માટે જ આપવાદિક પ્રવૃત્તિ સંભવે છે.
એટલે કે સુપાત્ર મુનિરાજ વગેરે મહાપુરૂષોએ ઉત્સર્ગમાર્ગ તરફ જરૂર દઢ આદરભાવ રખ જોઈએ. કારણકે ગીતાર્થ ગુરૂવર્ગે જણાવેલ જે અપવાદ માર્ગ તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને આધીન છે. એટલે દ્રવ્યથી જે સાધુ માંદા હૈય, ક્ષેત્રથી જે ક્ષેત્રમાં શુદ્ધગોચરી મળી શકતી ન હોય, કાલથી ઉનાળો દુકાળ વગેરે પ્રસંગ હોય, અને ભાવથી દાયક (વહરાવનાર)ના ઓછા ભાવે વગેરે છે. આ કારણએ ગીતાર્થની આજ્ઞાનુસાર અપગદ માર્ગ કહ્યો છે. આવું ગૂઢ રહસ્ય ગીતાર્થ જ જાણી શકે. માટે જ જે મુનિઓ ગીતાર્થ છે, તથા ગીતાર્થની નિશ્રામાં રહેનારા છે, તે બંનેને જ પવિત્ર આગમોમાં આરાધક કહ્યા છે. તે સિવાયના અગીતાર્થ-મરજી મુજબ સ્વચ્છ વર્તનાર છે આરાધક કેટીમાં દાખલ થઈ શકે જ નહિ.
પ્રમ—ગુરૂ તરીકે માનીને અપાત્રને દાન દેવામાં લાભ ખરો કે નહિ?
ઉત્તર–જે શ્રાવક અપાત્ર- લાયકાત વિનાનાને) ગુરૂ બુદ્ધિથી દાન આપે, તે એકાંત પાપને બાંધનારે થાય છે. કારણ કે તેણે અપાત્રને તેવી રીતે આપેલું તે દાન તેના અપાત્રપણાને પોષે છે અને તેથી તે (દેનાર) શ્રાવકને લગાર પણ નિજરને લાભ મળતું નથી. માટે બાવકે ગુબુદ્ધિથી સુપાત્ર દાન દેતી વખતે પાત્ર-અપાત્રને જરૂર વિચાર કરવું જોઈએ. બાકી અનુકંપાદાનમાં આ વિચાર કરવો જરૂરી નથી.
પ્રશ્ન-સુપાત્ર અને કુપાત્ર કેને કહીએ?
ઉત્તર-ઉત્તમ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, ક્ષમા વગેરે ગુણેને ધારણ કરે તે સુપાત્ર કહેવાય. આવા ઉત્તમ ગુણેના નિધાન મહાત્માઓ જ ખરી રીતે સંસાર સમુદ્રને તરેલા અથવા તરવા માટે પ્રયત્ન કરનાર કહી શકાય. અને તેઓ જ પાપથી બચીને બીજા ભવ્ય ને પાપથી બચાવે છે. પાપ શબ્દને અર્થ કરતાં કહ્યું છે કે
पाकारेणोच्यते पापं, कारखाणवाचकः ॥ अक्षरद्वयसंयोगे, पात्रमाहुर्मनीषिण:
॥१॥ આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે મોક્ષમાર્ગે ચાલનારા મહાત્માઓ સુપાત્ર કહેવાય.
આ પ્રમાણે દાયક વગેરેની બીના ધ્યાનમાં રાખીને ભવ્ય જીએ મુનિવરોને નિર્દેશ દાન દઈને માનવભવ સફલ કરો. આ સંબંધ વિશેષ બીના અવસરે જણાવીશ.
આ રીતે ભવ્ય છે આ દુર્લભપંચકનું સ્વરૂપ પિતાના જીવનમાં ઉતારી તીર્થસેવા-દાનાદિ ધર્મ સાધીને મુક્તિસુખ પામે એ જ હાર્દિક ભાવના. (સંપૂર્ણ)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org