SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૫] દુર્લભ પંચક [૨૩] સ્થલે આવવું ઉચિત નથી” -ત્યારથી તેઓ એ પ્રમાણે કરવા લાગ્યા. એક વખત હરિના સંકેત પ્રમાણે જ્યાં રથકાર જમવાની તૈયારી કરતા હતા, ત્યાં મુનિરાજ પધાર્યા. રથકારે મુનિને જોઈને વિચાર્યું કે મારી પહેલાં જ ભાવના હતી કે કઈ તપસ્વીને વહોરાવ્યા બાદ જમું. ભાગ્યેયથી એ ભાવના સફલ થઈ. પછી જ્યારે રયકાર પૂર્ણ ઉલાસથી મુનિને વહોરાવતો હતો, અને મુનિ તે આહારને લઈ રહ્યા હતા, તે પ્રસંગ જોઈને પડખે ઉભેલા હરિણે આ પ્રમાણે અનુમોદના કરી કે ધન્ય છે આ રથકારને કે જે આવું ઉત્તમ દાન દે છે. હું કયારે મનુષ્ય ભવ પામી આ લ્હાવો લઈશ. એટલામાં બીજી બાજુ ત્રણેના આયુષ્યનો અંત આવ્યો, અને એ ત્રણે (થકાર, બલભદ્ર, હરિણ)ની ઉપર ડાલ પડી. તેથી તેઓ કાલધર્મ પામી (દાયક-ગ્રાહક-અનુમોદક એમ) ત્રણે જણા પાંચમા બ્રહ્મદેવકમાં દેવપણે ઉપન્યા. આ રીતે દાનથી એ ત્રણેનો ઉદ્ધાર થયે. અત્રે એ પણ જરૂર સમજવું જોઈએ કેઆરંભ સમારંભ રૂપી કોળીયાના જાળામાં ગુંથાયેલા ભવ્ય શ્રાવક વગેરે જેઓ વિજયશેઠ વિજયારાણી આદિના જેવું શીલ પાલી શકતા નથી; શિવકુમાર, પાંડવ, દ્રોપદી, ચંદરાજર્ષિ આદિના જેવું તપ કરી શકતા નથી તથા શ્રી ભરત ચક્રવર્તિ, કુર્માપુત્રાદિની માફક અનિત્યાદિ ભાવના ભાવી શકતા નથી તેમને આ સંસાર સમુદ્ર તરવા માટે દાન રૂપિ પાટિયું જ અવલંબને સમાન છે. આવા આ દાનની બાબતમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે શ્રી ગશાસ્ત્રમાં અને પૂર્વાચાર્ય ભગવંત શ્રી શ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રંથોમાં શ્રાવકને ઉદ્દેશીને કહ્યું છે કેભવ્ય શ્રાવકે બપોરના ભોજનના અવસરે દહેરાસરમાં પ્રભુજીની આગળ નેવેધ ધર્યાબાદ મુનિરાજને આહારપા વહોરવા માટે ઘણું વિનય અને આદરભાવ પૂર્વક અવશ્ય નિમત્રણ કરી તેડી લાવે. પછી તેમને નિર્દોષ આસન ઉપર બેસવા માટે વિનંતિ કરે. પરિવાર સહિત વિધિપૂર્વક વંન કરે. પછી વૈદ્યના દૃષ્ટાંતથી દેશ કાલ વગેરેને વિચાર કરી દાનના પાંચભૂષણ સાચવીને અશન વગેરે ચાર પ્રકારનો આહાર વહોરાવે. ગુરૂને વહોરાવતી વખતે દાયક (વહાવનાર પોતે તથા ગ્રાહક એટલે વહોરનાર મુનિરાજ એ બંનેને જેવી રીતે દોષ ન લાગે, તેવી રીતે વહેરાવવું. વહેરાવનાર શ્રાવકે પિતાના નિમિત્તે લાગતા દોષોને ગુરૂગમથી જરૂર જાણવા જોઇએ. આ બીના શતકેવલિ શ્રી ભદ્રબાહુામીજીએ શ્રી પિંડનિર્યુક્તિમાં વિસ્તારથી જણાવી છે. આ બીનાને જે યથાર્થ સમજે તે શ્રાવક અમુક અંશે ગીતાર્થ કહેવાય! ગ્રાહક-સુપાત્રના ચાર ભેદ ૧ ૨ત્નપાત્ર સમાન–આવા સુપાત્ર શ્રી તીર્થંકર મહારાજ જેવા મહાપુરૂષો જાણવા. આવા સુપાને પ્રથમ કહેવાનું કારણ એ કે તેઓ નિરભિલાષ હોય છે એટલે ધે તપવૃદ્ધિ, જે રેલ્વે પાર” એટલે તેઓ વિશિષ્ટ સંઘ, આત્મલક્ષ્યાદિ સાધનોના બલે એમ દઢ નિર્ણય કરે છે કે-ગેચરી હિ મળે તે અધિક તપશ્ચર્યાને લાભ મળશે, ને મળશે તે તે દ્વારાએ ધર્મધ્યાનાદિ સાધવામાં મદદ મળશે. આથી તેમને નિરભિલાષ કહ્યા. ૨ સુવર્ણપાત્ર સમાન–અષ્ટપ્રવચન માતાના પાલક મુનિરાજ જાણવા, કારણકે તેઓને વિશિષ્ટ સંહનાદિના અભાવે અમુક ટાઈમે પણ આહારદિની ઈચ્છા થાય છે. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.521541
Book TitleJain Satyaprakash 1938 12 SrNo 41
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size903 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy