SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જેન મૂર્તિનિર્માણલા લેખક:–શ્રીયુત પંડિત ભગવાનદાસ જૈન, જયપુરસિટી રન મૂર્તિઓનું વિધાન, ભારતીય પુરાતત્ત્વના આધારે સર્વથી પ્રાચીન છે. જ અર્થાત વેણુગદિ મૂર્તિઓની પહેલાં જૈનમૂર્તિપૂજાની પ્રથા ચાલુ થઈ હોય તેમ જયપુર પુરાતત્ત્વ વિભાગના કયુરેટર રાયબહાદુર પં. દયારામ સહાની સી. આઇ. ઈ. એમ. એ. જણાવે છે. મહેજેદારમાં એવી પ્રાચીન નાણાપ્રધ્યાન અવસ્થાવાળી મૂર્તિઓ મળી છે, કે જે ઠીક જૈનમૂર્તિઓને મળતી આવે છે. તે ઈ. સન ૩૦૦૦ વર્ષ પહેલાંની માનવામાં આવે છે. તેમજ મથુરાના કંકાલી ટીલામાંથી અનેક જૈન મૂર્તિઓ મળી છે, તેમાં એક તૂપ મળ્યો છે. તે સ્તૂપ નમૂર્તાિઓથી અલંકૃત છે. તેને મિ. બુલર સાહેબ ઈ. સન પૂર્વે ૮ મી શતાબ્દીને બતાવે છે. ઉડીસા પ્રાંતના પ્રખ્યાત હાથીગુફાવાળા શિલાલેખમાં લખેલ છે કે-કલિંગની આદિમાં જિનેન્દ્રની જે મૂર્તિ મગધનો નંદરાજા લઈ ગયો હતો, તે મૂર્તિને કલિંગ ચક્રવર્તિ શ્રી અલ ખારવેલ પાછો કલિંગ લઈ ગયે હતે.૨ ઇત્યાદિ પુરાતત્ત્વ શિલાલેખ વગેરેથી જણાય છે કે જેનમૂર્તિ ઘણા પ્રાચીન સમયથી વિદ્યમાન છે. તે સંબંધી પુરાતત્ત્વના વિદ્વાનોએ આધિક પ્રકાશ કર્યો છે જેથી તે સંબંધી વધુ ન લખતા તે મૂર્તિના નિર્માણ સંબંધી જન શિલ્પશાસ્ત્રના આધારે કંઈક જણાવું છું. મૂત્તિઓનાં આસન જૈન તીર્થકરની મૂર્તિઓ સૌમ્ય અને શાંત રવભાવની તથા ધ્યાનસ્થ અવસ્થાવાળી જ માનવામાં આવે છે. મૂત્તિઓ પદ્માસન વાળી, અર્ધપદ્માસનવાળી અને ખગ્રાસન (કાયેત્સર્ગ) વાળી તથા સમચતુરન્સ સંસ્થાનવાળી જ માનવામાં આવે છે. પદ્માસનનું સ્વરૂપ બેઠેલી મૂર્તિની જમણી જાંધ અને પીંડી ઉપર ડાબો પગ અને ડાબે હાથ રાખો, તથા ડાબી જાંઘ અને પીંડી ઉપર જમણે પગ અને જમણે હાથ રાખો, આ પ્રમાણે આસન હોય તે પદ્માસન કહેવાય. સમચતુરસ્ત્ર સંસ્થાનનું સ્વરૂપ બેઠેલી મૂર્તિના જમણું ઢીંચણથી ડાબા ખંમ સુધી એક, ડાબા ઢીંચણથી જમણું 9 Jaina & other antiquities of Mathura, P. 13 ૨ મિજાયસવાલ લખે છે કે –“In line 12. it is clearly stated that kiug anda had taken away image known as The Jaioa of Kalinga' and that after the defeat of Bharati Mitra, the Kaling emperor brought it back to Kalinga along with other trophies.... The Datum...Jain images about or rather before 450 B. 0. Journal of The Behar & Orissa Res, Society XIII 245, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521539
Book TitleJain Satyaprakash 1938 10 SrNo 39
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size837 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy