________________
અંક ૩] વિરાટનગરીને શિલાલેખ
[૨૪] આ સાથે ગ્રંથકાર ઇદ્રરાજના વૈભવનું પણ સુંદર ખ્યાન આપે છે, ઈન્દરાજ પાંચસે ગામને ઉપરી અધિપતિ હતા, હાથી અને ઘોડાને ઉપરી હતું અને વેરાટ નગરની તાંબાની ખાણાને પણ તે ઉપરી હતો. ગ્રંથકાર મહાત્મા તે ઈન્દ્રરાજને એક સામન્તની ઉપમા આપે છે. અર્થાત ઇન્દ્રરાજ એક ઉચ્ચ અધિકારી હતા. આ જ વસ્તુને ઉલ્લેખ તેના શિલાલેખમાં પણ છે એટલે આ વસ્તુતા લખાણના મહત્ત્વમાં ઓર વધારો થાય છે.
આ જ વસ્તુ ઘડા જ ફેરફાર સાથે મહાકવિ ઋ'ભદાસજી પોતાના હીરવિજયસૂરિ રાસમાં આ પ્રમાણે રજુ કરે છેઃ
“ કરી ચોમાસું ગુરૂજી ચાલે, પિંપાડ નગરે આવે; તાલે પુષ્કરણે ધન ખરચે, સેવન કુલ વધાવે છે, વડનગરમાંહીં નર વસત, સંધવી ભારમલ નામ; ઇન્દ્રરાજ બેટ તસ કહીએ, આ વંદન કામ. કહિં ગુરૂ માહારે નગરે પધારે, બિંબ પ્રતિષ્ઠા કરસ્યું; હીર કહે નવિ આવ્યું જાય, સિરોહી સંચરહ્યું . કલ્યાણવિજય વાચક મેકલીઓ, પ્રાગવંસ મુખચંદે; બિંબ પ્રતિષ્ઠા તિહાંકણિ કીધી, હીર નામે આનંદે. ચાલીસ હજાર રૂપિયા ખરચ્યા, સફલ કર્યો અવતારે; હીરના શ્રાવક ઈન્દ્ર સરીખા, એક એક સારે. હીરગુરૂ સીરહીએ આવે, વિજયસેન ત્યાં આવી; ચંદસૂર એક શાનઉં દેખી, સંધ મનોરથ ફળીઆ. વિજયસેન ગુજરાત મુહુતા, ત્રબાવતીમાં આવે, રાજઆ વાજી કરે પ્રતિષ્ઠા, નરભવેલહી તે ફાવે.”
( હીરસૂરિરસ પૃ. ૧૫૨) આ જ વસ્તુ ટુંકમાં ‘સુરીશ્વર અને સન્નાટ્ટના સુવિખ્યાત લેખક મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ તે પુસ્તકમાં નીચે પ્રમાણે જણાવે છે:
વૈરાટમાં સંધવી ભારમલ્લ અને ઈ-રાજ વગેરે હતા. હીરવિજયસૂરિ અકબર બાદશાહ પાસેથી વિદાય થઇને જ્યારે ગુજાતમાં આવતા હતા ત્યારે પીપાકનગરમાં સરિજીને વંદન કરવા વિરાટના સંધવી ભારમલને પુત્ર ઇન્દ્રરાજ આવ્યો હતો. અને તેણે સૂરિજીને પિતાના નગરમાં પધારવા માટે ખૂબ વિનંતિ કરી હતી. પરન્તુ સુરિજીને જલ્દી સિરોહી જવાનું હોવાથી પોતે ન પધારતાં કલ્યાણુવિજયજી ઉપાધ્યાયને મોક૯યા હતા. કલ્યાણુવિજય ઉપાધ્યાય પાસે ઇન્દ્રરાજે ચાલીસ હજારનો વ્યય કરી મહેટી ધામધુમથી પ્રતિષ્ઠા કરાવી હતી.”
(સુરીશ્વર અને સમાજ પૃ-૨૫) સુજ્ઞ વાચક આ ઉપરથી સમજી શકશે કે વૈરાટનગરના ઈન્દ્રરાજ સંધવીએ ખૂબ મહે સવ પૂર્વક પ્રતિષ્ઠા કરી હતી, મડકવિ ઋષભદાસજી પિતાને શ્રી હરિરાસમાં લખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org