________________
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક
૧ વર્ષ ૪
ઉપર કરેલા આક્ષેપ મટે અને શ્રી ૧૦. પી. મજરાતમે કનડીભાષામાં લખેલ “ગૌતમ બુદ્ધ પુસ્તકમાંના “તીર્ષક’ શબ્દથી એ પણ સમાજમાં થયેલ ડાહ માટે તે બધાની સાથે સીધે પત્રવ્યવહાર કર્યો છે અને એ જણાવતાં અમને હર્ષ થાય છે કે એ પત્રવ્યવહારનુ ઘણે અંશે ધાર્યું પરિણામ આવ્યું છે. માસિકના વોચકે આ બધી હકીકતથી પરિચત છે એટલે એ માટે વિશેષ લખવું જરૂરી નથી.
માસિકના સંચાલન માટે સમિતિએ જે મર્યાદાઓ આંકી છે તેમાં એક અને ખાસ અગત્યની મર્યાદા એ છે કે કે પત્ર સંયોગોમાં “શ્રી જૈન સત્ય પ્રકાશે’ કઈ પણ જાતની આપણા સમાજમાં ઉડની આંતરિક ચર્ચામાં જરા પણ ભાગ લેવે નહી. ગયા ત્રણ વર્ષના અમારા કાર્યનું અવકન કરનારા કોઈ પણ સજજનને લાગ્યા વગર નહીં રહે કે અમે અમારે માટે નક્કી કરવામાં આવેલી આ મર્યાદાને બહુ જ સચોટ રીતે વળગી રહ્યા છીએ, એનું રજ જેટલું પણ ઉલ્લંધન નથી કર્યું. માસિકના શરૂ થયા પછી સમાજમાં કેટલીય ચચોઓ ને વવ ટેળ, અવી ગયે, છતાં ‘શ્રી જૈન સત્ય પ્રકાશ’ એ બધાથી તદ્દન અલિપ્ત રહ્યું છે. અને અમારા ત્રણ વર્ષના અનુભવથી અમને એ જણાવતાં અતિ હર્ષ થાય છે કે માસિક પોતાના ઉદ્દેશ પ્રમાણે કાર્ય કરીને સમાજની જે પ્રીતિ સંપાદન કરી છે તેના જેટલી જ-કદાચ તેના કરતાં વિશેષ-પ્રીતિ આવી રીતે કોઈ પણ જાતની આંતરિક ચર્ચામાં નહીં ઉતરવાથી સંપાદન કરી છે.
અત્યાર સુધીમાં અમને માસિકના અંગે જે કાંઈ અભિષા જાણવા મળ્યા છે તેથી માસિકની ઉપયોગીતા વિશેને અમારે મત વધુ દૃઢ બન્યું છે. એ વાતમાં અમને આનંદ થાય છે કે દિસે દિવસે આ મસિક પૂજ્ય મુનિરાજોમાં વિશેષ વિશેષ આદરપાત્ર બનતું જાય છે અને જૈન વિદ્વાન અને સદગૃહસ્થ પણ એને પિતાનું માસિક માનવા લાગ્યા છે. માસિકના સંપાદનમાં અમને આ બધા તરફથી ખૂબ સહકાર મળે છે અને ભવિષ્યમાં વિશેષ પ્રમાણમાં મળશે એવી અમને ખાત્રી છે.
પૂજ્ય મુનિ મહારાજે તરફથી અમને જે સહકાર મળે છે-મળે છે તેના કરતાં વિશેષ સહકારની આશા, આ માસિક સમસ્ત મુનિસમુદાયનું હોવાના દાવે, રાખીએ તે તે જરાય અસ્થાને નથી. અમને લાગે છે કે આપણા પૂજ્ય મુનિ મહારાજે આ પ્રમાણે અનેક રીતે સહકાર આપીને આ માસિકને વિશેષ સમૃદ્ધ બનાવી શકે
1 માસિક માટે વિશેષ પ્રમાણમાં લેખ મોકલીને. આપણે જાણીએ છીએ કે આપણા પૂજ્ય મુનિજને પિતાના આચારોનું યથાસ્થિત પાલન કરવા ઉપરાંત સદા જ્ઞાનધ્યાનમાં રત રહેવાનું હોય છે. આ રીતે તેમના જ્ઞાનને લાભ, તેઓ વિવિધ વિષયના વિદત્તાભર્યા લેખે લખીને આપી શકે. ઉપરાંત આપણા ભૂતકાળની ગૌરવ માથા સમાં ઇતિહાસ અને
સ્થાપત્યના કેટલાય પ્રદેશે હજુ સાવ ચણખેડાયેલા પડયા છે. એમાસાના સમય સિવાય હમેશાં પાદ-વિહાર કરીને ગામેગામ અને દેશેદેશ કરતા આપણા પુજ્ય મુનિરાજે, તે તે ગામ કે દેશના જન ઇતિહાસની વિગતે મેળવીને અત્યાર સુધી અંધારામાં રહેલ ઇતિહાસ ઉપર ખૂબ પ્રકાશ પાડી શકે. સેંકડે રૂપિયાનું ખર્ચ કરવા છતાં જે કાર્ય ન થઈ શકે તે કાય આ રીતે સહજ માત્રમાં થઈ શકે ! અમને આશા છે કે પૂજ્ય મુનિ મહારાજ અમારી આ વિનતી તરફ અવશ્ય ધ્યાન આપી અમને એવું સાહિત્ય પૂરું પાડવાની કૃપા કરશે.
આપણા પૂન્ય મુનિરાજોમાં લેખ લખવાની પ્રણાલિકાને હજુ વિશેષ પ્રચાર નહીં
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International